Minister
Spread the love

ક્યા મંત્રીનું (Minister) પત્તુ કપાશે, કયા મંત્રી (Minister) રહેશે અને કોને તક મળશે એ ચર્ચાઓ દિલ્હીના (Delhi) રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. મોટાભાગે આજકાલમાં થનારા મંત્રીમડળમાં ફેરફાર (Cabinet Reshuffle) વચ્ચે આંતરિક સૂત્રોનું કહેવું છે કે રાજકીય સંદેશના દૃષ્ટિકોણથી મોદી મંત્રીમંડળના (Modi Cabinet) આ ફેરબદલમાં ત્રણ મહત્વના મતદાતા જૂથો – યુવાનો, પછાત જાતિઓ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા અનેક સાંસદોને સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેન્દ્રિય મંત્રીમંડળમાં ફેરબદલની (Cabinet Reshuffle) અટકળો તેજ થઈ ગઈ છે. એવું દેખાઈ રહ્યું છે કે આ ફેરબદલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોઈ મોટો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના આંતરિક સૂત્રોનું કહેવું છે કે રાજકીય સંદેશના દૃષ્ટિકોણથી આ ફેરબદલમાં ત્રણ અગત્યના મતદાતા જૂથો યુવા, પછાત જાતિઓ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા અનેક સાંસદોને સ્થાન મળવાની સંભાવના છે.

ફેરબદલ દ્વારા મોટો સંદેશ આપવાનો પ્રયાસ

વિશ્લેષકોનું માનવું છે કે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), પંજાબ (Punjab) અને ઉત્તરાખંડ (Uttarakhand) જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ (Assembly Election) અને નીટ પેપર લીક (NEET Paper Leak) મામલે સરકાર વિરોધી વલણને ધ્યાનમાં રાખીને આ ફેરબદલ દ્વારા મોટો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. એવું કહેવાય રહ્યું છે કે જ્યાં એક ડઝનથી વધુ રાજ્ય કક્ષાના મંત્રીઓની જગ્યાએ યુવા સાંસદોને, કદાચ કેટલાક પોતાની પ્રથમ ટર્મના હોય તેમને પણ મંત્રી (Minister) બનાવવામાં આવી શકે છે, સાથે સાથે વડાપ્રધાન મોદી (PM Modi) લોકસભામાં (Lok Sabha) મહિલા અનામતને (Women Reservation) વહેલી તકે લાગુ કરવાના પોતાના પ્રયાસો અંતર્ગત મંત્રીમંડળમાં (Cabinet) મહિલાઓની ભાગીદારી પણ વધારી શકે છે એવી અટકળો તેજ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુપીમાં પછાત જાતિઓનો સમર્થન આધાર જાળવી રાખવાનો પ્રયાસ

યુપીમાંથી (UP) પછાત જાતિના (Backward Caste) સાંસદ મંત્રી (Minister) બની શકે છે કારણ કે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) કોઈપણ ચૂંટણી વિજય માટે પછાત જાતિઓ મુખ્ય આધાર હોય છે, તેથી અટકળો લગાવાઈ રહી છે કે વડાપ્રધાન મોદી (PM Modi) જુલાઈ 2021માં મંત્રીમંડળમાં કરેલા ફેરબદલવાળી પદ્ધતિ જ અપનાવશે અને અલગ-અલગ પછાત જાતિઓના સાંસદોને મંત્રીમંડળમાં સામેલ કરશે, જેથી આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી ચૂંટણીઓમાં પાર્ટીનો જનાધાર જળવાઈ રહે.

રાજકીય વિઝન અને નેરેટિવ નક્કી કરવા માંગશે ભાજપ

બીજી તરફ ભાજપ (BJP) અને તેના NDA ગઠબંધનના સૂત્રોનું કહેવું છે કે આ કવાયતથી રાજકીય વિઝન અને નેરેટિવ નક્કી થઈ શકે છે, જે મોદીની ત્રીજી ટર્મના બાકીના સમયમાં કેન્દ્રની કામગીરી અને તેનાથી પણ વધુ મહત્વનું, 2029ની લોકસભા ચૂંટણી અને તે પહેલાં યોજાનારી કેટલીય વિધાનસભા ચૂંટણીઓ માટે ભાજપની (BJP) ચૂંટણી વ્યૂહરચનાને આકાર આપશે. જો કે એ જોવાનું બાકી રહે છે કે આમાં બેરોજગારી (Unemployment) પર કાબૂ મેળવવામાં, ઇંધણના વધતા ભાવ અને વારંવાર પરીક્ષાના પેપર લીક (Paper Leak) થવા જેવા મામલાઓમાં કેન્દ્રના નબળા રેકોર્ડ માટે જવાબદારી પણ નક્કી કરવામાં આવશે કે નહીં.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોદી છેલ્લા 12 વર્ષથી કઈ બાબતથી બચતા રહ્યા છે?

એવી અટકળો તેજ છે કે જુલાઈના મધ્યમાં સંસદનું ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થાય તે પહેલાં ગમે ત્યારે થનારા ફેરબદલમાં નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણને (Nirmala Sitharaman) હટાવવામાં આવી શકે છે. નિષ્ફળ કે અક્ષમ મંત્રીને (Minister) મોદી (Modi) દૂર કરી દે છે આ આરોપથી મોદી (Modi) છેલ્લા 12 વર્ષથી સતત બચતા રહ્યા છે અને તેથી જ સૂત્રોનું કહેવું છે કે નિર્મલા સીતારમણને (Nirmala Sitharaman) પાસેથી નાણા મંત્રાલયનો (Finance Minister) પ્રભાર પરત લેવામાં આવી શકે છે પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી તેમને વિદાય નહીં અપાય, કારણ કે તે પગલાને નિષ્ફળતા અને અક્ષમતાના સ્વીકાર તરીકે જોવામાં આવશે. તેના બદલે સૂત્રોનું કહેવું છે કે નિર્મલા સીતારમણને (Nirmala Sitharaman) શિક્ષણ મંત્રી (Education Minister) તરીકે ધર્મેન્દ્ર પ્રધાનની (Dharmendra Pradhan) જગ્યા લઈ શકે છે. ભાજપના (BJP) વ્યૂહરચનાકારો દેશના સૌથી લાંબા સમય સુધી સતત નાણા મંત્રી (Finance Minister) રહેલા નિર્મલા સીતારમણને (Nirmala Sitharaman) ની આ નવી ભૂમિકાને ડાઉનગ્રેડ કરવાના બદલે એક નવા પડકાર તરીકે રજૂ કરી શકે છે.

નિર્મલા સીતારમણને માનવ સંસાધન મંત્રાલય (HRD ministry) આપવામાં આવી શકે છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ તેમનું સ્થાન રિઝર્વ બેંકના (RBI) પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ લઈ શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાન જશે કે રહેશે?

શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનનું (Dharmendra Pradhan) શું થશે તેના પર સૌની નજર છે. પાર્ટીના કેટલાક લોકોનું માનવું છે કે ધર્મેન્દ્ર પ્રધાનને (Dharmendra Pradhan) કોઈ અન્ય મંત્રાલય આપવામાં આવી શકે છે, તો કેટલાક અન્ય લોકોનું કહેવું છે કે તેઓ સહિત વર્તમાન મંત્રીઓને સંગઠનાત્મક કાર્યો માટે જવાબદારી સોંપાવામાં આવી શકે છે. અહિં સૌથી મોટી બાબત એ ધર્મેન્દ્ર પ્રધાનની (Dharmendra PRadhan) કેન્દ્રીય મંત્રીમંડળમાંથી (Cabinet) અચાનક વિદાયને શિક્ષણ મંત્રીને (Education Minister) હટાવવાની વધતી માંગ સામે વડાપ્રધાન ઝૂકી ગયા તે રીતે જોવામાં આવી શકે છે, પરંતુ ભાજપના આંતરિક સૂત્રોનું કહેવું છે કે પાર્ટી આ પગલાને યુવાનોની લાગણીઓ પ્રત્યે સરકારની સંવેદનશીલતાના સંકેત તરીકે રજૂ કરીને યુવા વોટને અંકે કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનની (Dharmendra Pradhan) વિદાય પરીક્ષા પેપર લીકના મુદ્દે સતત જન-આંદોલન ચલાવવાની તૈયારી કરી રહેલી વિપક્ષની (Opposition) સંસદની (Parliament) કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાની યોજના સામે અગાઉથી કરાયેલી જવાબી કાર્યવાહી પણ ગણી શકાય.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભાજપમાં સામેલ થનારા વિપક્ષી સાંસદોનું શું થશે?

છેલ્લા ત્રણ મહિનામાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને શિવસેના (ઉદ્ધવ જૂથ) (UBT) છોડીને એનડીએમાં (NDA) સામેલ થનારા કેટલાક સાંસદોનું ભાગ્ય શું હશે. એવું જાણવા મળ્યું છે કે આરએસએસ (RSS) અને ભાજપના (BJP) નેતાઓના એક વર્ગનો વિચાર છે કે આ પક્ષપલટો કરનારાઓને અત્યારે મંત્રીમંડળમાં (Cabinet) સામેલ ન કરવા જોઈએ, પરંતુ નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહ (Amit Shah) ચૂંટણીલક્ષી ગણતરીઓને કારણે કેટલાક અપવાદ કરવા માટે ઉત્સુક છે. પંજાબમાંથી (Punjab) ભાજપના નેતાઓની (BJP Leader) અછત તે સાત AAP સાંસદોમાંથી ઓછામાં ઓછા એકનું નસીબ ચમકાવી શકે છે જેઓ એપ્રિલમાં રાજ્યસભામાં (Rajya Sabha) ભાજપમાં (BJP) સામેલ થયા હતા, તેમને મોદીના મંત્રીમંડળમાં (Modi Cabinet) જુનિયર મંત્રી (Junior Minister) તરીકે સ્થાન મળી શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જો કે, આવું નસીબ ત્રિપુરા (Tripura) સ્થિત નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં (NCPI) વિલય કરીને એનડીએ (NDA) સાથે ગઠબંધન કરનારા તૃણમૂલ કોંગ્રેસના (TMC) એ 20 સાંસદોનું નહીં હોય. એવું સમજાય છે કે આરએસએસ (RSS) અને ભાજપની (BJP) બંગાળ શાખાના એક વર્ગનો મજબૂત મત છે કે આ સાંસદોથી અંતર જાળવી રાખવું જોઈએ.

એકનાથ શિંદે પોતાની પાર્ટી માટે મંત્રી પદ (Minister) ઈચ્છે છે

મહારાષ્ટ્રના (Maharashtra) ડેપ્યુટી સીએમ (Dy. CM) એકનાથ શિંદેની (Eknath Shinde) શિવસેના (Shiv Sena) , ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના (UBT) નવમાંથી છ લોકસભા સાંસદોને (Lok Sabha MP) પોતાના પક્ષમાં લાવવાના બદલામાં ‘ટીમ મોદી’ માં વધુ પ્રતિનિધિત્વ ઈચ્છે છે. સૂત્રોનું કહેવું છે કે સાંસદો માટે હશે જેઓ 2024 માં શિંદે સેનાના ઉમેદવાર તરીકે જીત્યા હતા તેમને મંત્રી પદ (Minister) આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, જૂન 2024 માં શિંદેની પાર્ટીને કેબિનેટમાં કોઈ જગ્યા મળી ન હોવાથી, એકનાથ શિંદેના (Eknath Shinde) પુત્ર શ્રીકાંત શિંદેને (Shrikant Shinde) કેબિનેટ મંત્રી (Cabinet Minister) બનાવવામાં આવી શકે છે. સાથે જ, પાર્ટીને રાજ્ય કક્ષાના મંત્રીનું વધુ એક પદ પણ મળી શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નીતીશ કુમાર પર રહેશે સૌની નજર

સહયોગી પક્ષોમાં, બિહારના (Bihar) પૂર્વ સીએમ (Ex CM) નીતીશ કુમારને (Nitish Kumar) શું ભૂમિકા આપવામાં આવે છે, તેના પર પણ સૌની નજર રહેશે. નાદુરસ્ત તબિયત ધરાવતા જનતા દળ (યુનાઇટેડ) (JDU) પ્રમુખે રાજ્યસભામાં (Rajya Sabha) ગયા પછી એપ્રિલમાં બિહારના (Bihar) સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે મોદી નીતીશ કુમારને (Nitish Kumar) કેબિનેટમાં સામેલ કરવાના પક્ષમાં છે અને અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) દ્વારા ખાલી કરાયેલા મંત્રાલયની જવાબદારી JD(U) પ્રમુખને સોંપવામાં આવી શકે છે.

વડાપ્રધાન મોદીના નવા મંત્રીમંડળમાં મોટા ભાગે આમ આદમી પાર્ટીમાંથી આવેલા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) અથવા અશોક મિત્તલ (Ashok Mittal), એકનાથ શિંદેના (Eknath Shinde) પુત્ર શ્રીકાંત શિંદે (Shrikant Shinde), અનુરાગ ઠાકુર Anurag Thakur), અરુણ ગોવિલ (Arun Govil), જનાર્દન સિંઘ સિગરીવાલ (Janardan Singh Sigriwal), નિતિશકુમાર હોવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે. આ ઉપરાંત રવનિત બિટ્ટુનું (Ravneet Bittu) સ્થાન તરુણ ચુગને (Tarun Chugh) આપવામાં આવી શકે છે એટલું જ નહી વર્તમાન મંત્રીમડળના અન્ય મંત્રીઓના ખાતામાં પણ ફેરબદલ થવાની સંભાવનાઓ છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *