Virtual World
Spread the love

વર્ચ્યુઅલ વર્લ્ડ (Virtual World) કે વલ્ચર્સ વર્લ્ડ (Vultures’ World)? સમગ્ર વિશ્વની વસ્તી વર્ચ્યુઅલ વિશ્વ (Virtual World) ગણાતા સોશ્યલ મીડિયામાં જોવા મળી જાય છે એ વર્ચ્યુઅલ વિશ્વ (Virtual World) ખરેખર વર્ચ્યુઅલ જ છે કે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે? વર્તમાન વિશ્વનો માનવી સોશ્યલ મીડિયાના સર્કલમાં સતત ઘુમરાતો જોવા મળી રહ્યો છે. વિશ્વના લગભગ 60-70% લોકો એટલે કે 5.80 અબજ લોકો અને ભારતમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા સક્રિય લોકોની સંખ્યા આશરે 50-60 કરોડ છે ત્યારે આભાસી વિશ્વ (વર્ચ્યુઅલ વર્લ્ડ Virtual World) કે ગીધ વિશ્વ (વલ્ચર્સ વર્લ્ડ (Vultures’ World)? આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

  • દેવેન્દ્રકુમાર

માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ટેકનોલોજીનો વિકાસ હંમેશાં સુવિધા અને પ્રગતિનો સંદેશો લઈને આવ્યો છે. ઈન્ટરનેટ (Internet) અને સોશ્યલ મીડિયાના (Social Media) આગમન સાથે આપણી સામે એક નવું “વર્ચ્યુઅલ વર્લ્ડ” (Virtual World) ઊભું થયું. ઈન્ટરનેટ (Internet) અને સોશ્યલ મીડિયાના (Social Media) ઉદ્ભવ પાછળ કદાચિત વિચાર તો એવો હતો કે ભૌગોલિક સીમાઓ લાંઘીને તે વિશ્વના લોકોને નજીક લાવશે, તેમને જોડશે, જ્ઞાનનું, માહિતીનું આદાન-પ્રદાન કરશે અને અભિવ્યક્તિને (Expression) તથા સર્જનાત્મકતાને (Creativity) એક નવું આકાશ આપશે. આરંભમાં એવું ચિત્ર જોવા પણ મળ્યું પરંતુ દિવસે દિવસે જેમ સામાન્ય રીતે બનતું જોવા મળે છે તેમ જ આ આભાસી વિશ્વ એટલે કે વર્ચ્યુલ વર્લ્ડ (Virtual World) અભિવ્યક્તિ (Expression) તથા સર્જનાત્મકતાની (Creativity) સાથે સાથે અભિવ્યક્તિને (Expression) બદલે નેરેટિવના (Narrative) મંડન-ખંડનનું યુદ્ધ મેદાન બની ગયું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જોકે વિચારોનું મંડન અને ખંડન એ આજનું નથી ભારતમાં તો હજારો વર્ષોની પરંપરા છે. ભારતીય શાસ્ત્રાર્થની પરંપરા ખરેખર તો વૈચારિક મંડનની પરંપરા છે જેમાં અન્યના વિચારને નીચો, હલકો, અનુચિત કે ગંદો ઠરાવવા નહી પરંતુ પોતાનો મત પણ સાચો, શ્રેષ્ઠ, ઉચિત અને યોગ્ય છે તે માટે થતા, હરીફ વિચારને સંપૂર્ણ સન્માન આપીને પોતાના વિચારો રજૂ કરવામાં આવતા અને અંતે બન્ને પક્ષો વચ્ચે કોઈ પણ પ્રકારની કટુતા વગર શાસ્ત્રાર્થ સંપન્ન થતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પરંતુ આજે આ આભાસી વિશ્વ અર્થાત વર્ચ્યુઅલ વર્લ્ડ (Virtual World) માં અન્યના વિચારને નીચો, હલકો, અનુચિત અને ગંદો ઠરાવવાની અને માત્ર પોતાનો જ વિચાર સાચો, શ્રેષ્ઠ, ઉચિત અને યોગ્ય ઠરાવવાનું યુદ્ધ જામ્યું છે અને આ યુદ્ધમાં અન્ય વિચારને અપમાનિત કરવો, એ વિચાર ધરાવનારનું ચરિત્ર હનન કરવું એટલું જ નહી એના મૃત્યુની કામના કરવી તથા વિરોધી વિચારના વ્યક્તિના મૃત્યુની ઉજવણી કરવી એ સહજ અને સામાન્ય બનતું જઈ રહ્યું છે તે જોતા એવું લાગે છે જાણે આભાસી વિશ્વ અથવા વર્ચ્યુઅલ વર્લ્ડ (Virtual World) હવે ગીધ વિશ્વ (વલ્ચર્સ વર્લ્ડ Vultures’ World) બનતું જઈ રહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જ્યારે આપણે સોશ્યલ મીડિયાના (Social Media) વાતાવરણ તરફ નજર કરીએ છીએ ત્યારે દેખાય છે કે, ગીધ (Vulture) આમ તો એ પક્ષી છે જે અસહાય જીવો કે શબ પર તૂટી પડીને તેનું માંસ ચૂંથી-ચૂંથીને ખાવા માટે જાણીતું છે પરંતુ સોશ્યલ મીડિયા (Social Media) પર અસહમતીને સહન ન કરીને જે આજે જે પ્રકારે ચારિત્ર્ય હનન (Character Assassination), અસભ્ય ભાષાનો (Abusive Language) પ્રયોગ અને વિરોધી વિચારો પ્રત્યેનો આંધળો દ્વેષ – આ બધું જ દર્શાવે છે કે લોકો ડિજિટલ યુગમાં માનવતા ખોઈને આભાસી ‘વલ્ચર્સ’ (Vultures) બની રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચારિત્ર્ય હનન : ડિજિટલ યુગનું માનસિક લિંચિંગ

સોશ્યલ મીડિયાએ (Social Media) દરેક વ્યક્તિને એક અનામિક (Anonymous) ઓળખ અને હાથમાં સ્માર્ટફોન (Smart Phone) રૂપી શસ્ત્ર આપી દીધું છે. સ્ક્રીનની (Screen) પાછળ સંતાઈને કોઈપણ વ્યક્તિ સામે વાંધાજનક ટિપ્પણી કરવી, તેના મોર્ફ કરેલા ફોટા (Photo) કે વિડીયો વાયરલ (Video Viral) કરવા અને તેને નૈતિક રીતે સમાજ સામે અપરાધી (Criminal), રાષ્ટ્રવિરોધી (Anti-National), ધર્મવિરોધી (Anti-Religion) પ્રસ્થાપિત કરવા એડીચોટીનું જોર લગાવી દેવું – આ એક એવું ઝેર છે જે જીવતી જાગતી વ્યક્તિના આત્મસન્માનની હત્યા કરી નાખે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી (Virtual World) વલ્ચર્સ વર્લ્ડ (Vultures’) બનવા ધસી રહેલા અથવા કહો કે બની જ ગયેલા વલ્ચર્સ વર્લ્ડમાં (Vultures’ World) સોશ્યલ મીડિયા (Scocial Media) પર કોઈ પણ પુરાવા વગર ‘ટ્રાયલ’ ચાલે છે. કોઈપણ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારના આરોપો લગાવી દેવાની એવી તો હોડ જામે છે કે વાત ન પુછો. એ જામેલી હોડ રીતસર પેલા ગીધોના ટોળા જેવી જ હોય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જેમ ગીધોના ટોળામાં એક ગીધ લાશને એક જગ્યાએ ચાંચ મારીને ચૂંથે તો બીજું ગીધ બીજી જગ્યાએથી ચૂંથે એવી જ રીતે વર્ચ્યુઅલ વર્લ્ડના (Virtual World) આ વલ્ચર્સ જેવી માનસિકતા ધરાવતા લોકો કરતા રહે છે. તેઓ એક જ પોસ્ટ કે કમેન્ટમાં ખોટી માહિતી શેર કરીને કોઈની આખી જિંદગી અને કારકિર્દી બરબાદ કરી નાખે છે. આ માનસિક આક્રમણ એટલું ગંભીર હોય છે કે પીડિત વ્યક્તિ ક્યારેક ગંભીર ડિપ્રેશનમાં સરી પડવાનો ભય સર્જાય છે તો આપઘાત જેવા અંતિમ પગલાં તરફ દોરાઈ જવાની ભીતિ રહે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અસભ્ય ભાષા : સંવાદનું પતન

ભારતીય પરંપરામાં વિચારનું સન્માન અને વિચાર ધરાવતા વ્યક્તિનું સન્માન ખૂબ મોટો ભાગ ભજવે છે. એક સમય એવો પણ હતો જ્યારે વૈચારિક મતભેદો વચ્ચે પણ આદર અને મર્યાદા જળવાતી, પરંતુ આજે સોશ્યલ મીડિયા પર અસભ્ય ભાષા અને ગાળાગાળી સાવ સામાન્ય બની ગઈ છે એટલું જ નહી કોઈએ ગાળાગાળી કરી તો તે ગાળાગાળીને અસભ્ય, કુસંસ્કાર, સંસ્કૃતિ વિરોધી વગેરે ટેગ લગાવીને પાછા પોતે ગાળાગાળી કરવા લાગી જતા બેવડા ધોરણોની કલગી ધારણ કરેલા આ વર્ચ્યુઅલ વર્લ્ડના (Virtual World) વલ્ચર્સ ઠેર-ઠેર જોવા મળશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ વર્ચ્યુઅલ વર્લ્ડને (Virtual World) વલ્ચર્સ વર્લ્ડ બનાવી દેનારા વર્ચ્યુઅલ વલ્ચર્સની ખાસ મોડસ ઓપરેન્ડી (Modus Operandi) જોવા છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વાત રજૂ કરે કે કોઈ મુદ્દા પર પોતાનો પક્ષ રાખે, ત્યારે સામે તર્કબદ્ધ દલીલ કરવાને બદલે અત્યંત હીન કક્ષાની ભાષામાં વ્યક્તિગત આક્રમણ કરવા માંડે છે.

સ્ક્રીન પાછળ છુપાઈને કાયરતાપૂર્ણ વલ્ચર બનીને વર્તન લોકો સંવેદનહીન બની ગયેલા દેખાશે અથવા એમની સંવેદનશીલતા સગવડીયા જોવા મળશે. સામેવાળા માણસની લાગણીઓ કે તેના પરિવાર પર આ અસભ્ય વાતોની શું અસર પડશે, તેનો વિચાર કરવાની શક્તિ ખોઈ બેઠેલા આ લોકોએ વર્ચ્યુઅલ વર્લ્ડને વલ્ચર્સ વર્લ્ડ બનાવી મુક્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વર્ચ્યુઅલ વર્લ્ડમાં (Virtual World) વિરોધી વિચારોનો દ્વેષપૂર્ણ અસ્વીકાર

વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી (Virtual World) વલ્ચર્સ વર્લ્ડ (Vultures’ World) બની ગયેલા આ વિશ્વની સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે તેણે સમાજને બે હિસ્સામાં વિભાજિત કરી દીધો છે. કોઈ વ્યક્તિ પોતાના રાજકીય (Political), સામાજિક (Social) કે આર્થિક (Economic) વિચારો સાથે સહમત નથી થતા તો તેને ‘શત્રુ’ ગણી લેવામાં આવે છે. વિરોધી વિચારસરણી ધરાવતા લોકો પ્રત્યે તિરસ્કાર અને દ્વેષ ફેલાવવો એ વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી (Virtual World) બનેલા વલ્ચર્સ વર્લ્ડમાં (Vultures’ World) હવે સહજ દૈનિક પ્રવૃત્તિ બની ગઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી વલ્ચર્સ વર્લ્ડ (Vultures’ World) બનેલું સોશ્યલ મીડિયા (Social Media) માત્રા આટલું જ નથી કરી રહ્યું તે અનેક અસામાજીક પ્રવૃતિઓનું કેન્દ્ર બની રહ્યું છે. હમણા જ મેટાની (Meta) ફેસબૂક (Facebook) ઉપર 5300 કરોડનો દંડ ચાઈલ્ડ પોર્નને (Child Porn) પ્રમોટ કરવા બદલ કરાયો, એવી જ રીતે વોટસએપ (WhatsApp) સ્વયં માની ચૂક્યું છે કે તેના પ્લેટફોર્મ ઉપરથી સૌથી વધારે ખોટી માહિતી, ફેક ન્યુઝ (Fake News) ફેલાય છે. ફેક ન્યુઝ (Fake News) મોટા ભાગે સામાજીક સંવાદિતાને તોડવાનું કાર્ય કરે છે. હમણા દિલ્લીમાં (Delhi) થયેલા પ્રદર્શનોને (Protest) આર્થિક જોર ઉપર પ્રમોટ કરવામાં આવ્યા એવું મેટા (Meta) માની ચૂકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતીય ઈતિહાસમાં અસહમતિ અને સ્વસ્થ ચર્ચાનું અનેરુ સ્થાન છે, પણ આ વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી વલ્ચર્સ વર્લ્ડ (Vultures’ World) બનેલા સોશ્યલ મીડિયા (Social Media) પર વિરોધી વિચારોનો સ્વીકાર કરવાને બદલે તેને સંપૂર્ણપણે કચડી નાખવાનો સંગઠીત અને દ્વેષપૂર્ણ પ્રયાસ થાય છે. ‘જો તમે મારી સાથે નથી, તો તમે મારા દુશ્મન છો’ એવી સંગઠિત માનસિકતા વિકસી રહી છે જે વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી વલ્ચર્સ વર્લ્ડમાંથી (Vultures’ World) રીયલ વર્લ્ડમાં (Real World) આવશે તો એ કેટલો વિનાશ કરશે એ તો આવનારો સમય જ કહેશે તેથી તેની પ્રતિક્ષા કરવામાં જ મસ્ત રહેવા કરતા આ વર્ચ્યુઅલ વર્લ્ડને વલ્ચર્સ વર્લ્ડમાંથી (Vultures’ World) પાછુ હ્યુમન વર્ચ્યુલ વર્લ્ડ બનાવવા પ્રયાસ કરવાની તાતી આવ્શ્યકતા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *