મેટાના (Meta) સીઇઓ (CEO) માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) કહ્યું, ‘જે દેશો એડવાન્સ AI ના ડેવલપમેન્ટ અને ઉપયોગમાં આગળ રહેશે, તેઓ નવા જીઓપોલિટિકલ પાવર બેલેન્સમાં યોગદાન આપશે. ભવિષ્યમાં લોકશાહી મૂલ્યો, સમૃદ્ધિ અને સુરક્ષાને તે નક્કી કરશે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ચીન (China) અમેરિકાથી (America) આ મામલે આગળ નીકળી શકે છે. મેટાના (Meta) સીઇઓ (CEO) માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મામલે અમેરિકા (America) ચીનથી (China) પાછળ રહી જવાનું જોખમ છે. તેમણે કહ્યું છે કે ચીન (China) સામે અમેરિકાએ (America) એનર્જી (Energy) અને ડેટા સેન્ટર (Data CEnter) બનાવવાની ક્ષમતાને વધારવાની જરૂર છે. ઝુકરબર્ગે (Zuckerberg) એક નોટમાં કહ્યું છે કે જે દેશો એડવાન્સ એઆઈના ડેવલપમેન્ટમાં (Advance AI Development) આગળ રહેશે, તેઓ જીઓપોલિટિકલ પાવરમાં (Geopolitical Power) બેલેન્સની ભૂમિકા ભજવશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઝુકરબર્ગે (Zuckerberg) કહ્યું, ‘જે દેશો એડવાન્સ એઆઈના ડેવલપમેન્ટ (Advance AI Development) અને ઉપયોગમાં આગળ રહેશે, તેઓ એક નવા જીઓપોલિટિકલ પાવર બેલેન્સમાં (New Geopolitical Power Balance) યોગદાન આપશે. આ ભવિષ્યમાં લોકશાહી મૂલ્યો (Democratic Values), સમૃદ્ધિ અને સુરક્ષાની સ્થિતિને નક્કી કરશે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ મામલે આપણે પાછળ છીએ: માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)
ઝુકરબર્ગે (Zuckerberg) એ વાત પર ભાર મૂક્યો છે કે ભલે સિલિકોન ડિઝાઇનિંગમાં (Silicon Design) અમેરિકા (America) અને તેના સહયોગી દેશોને સરસાઈ હાસિલ હોય, પરંતુ એનર્જી ક્ષમતા (Enrgy Capacity) અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Physical Infrastucture) બનાવવાની ઝડપમાં તેઓ પાછળ છે. ઝુકરબર્ગે (Zuckerberg) કહ્યું, ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે અમેરિકા (America) અને તેના સહયોગીઓને સિલિકોન ડિઝાઇનમાં (Silicon Design) સરસાઈ તો મેળવી લીધી છે, પરંતુ આપણે કેટલી ઝડપથી એનર્જી ક્ષમતા અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ, આ મામલે આપણે પાછળ છીએ. ચીન (China) જેવા દેશો દર બીજા અઠવાડિયે 1GW થી વધુ ન્યુક્લિયર ક્ષમતા શરૂ કરી રહ્યા છે. એટલા માટે કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે આપણે એનર્જી અને ડેટા સેન્ટર બનાવવાની સ્પીડને વધારવી પડશે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

AI ઇતિહાસની સૌથી વધુ કોમ્પિટિટિવ ઇન્ડસ્ટ્રી છે: માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)
આ સિવાય એઆઈ લીડરશિપ (AI Leadership) પર વાત કરતા માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) કહ્યું, ‘સૌથી એડવાન્સ મોડેલ અને પ્રોડક્ટ બનાવવા માટે આપણે સમજવું પડશે કે, AI કદાચ ઇતિહાસની સૌથી વધુ કોમ્પિટિટિવ ઇન્ડસ્ટ્રી છે. ઈનોવેશનની (Innovation) ઝડપથી નકલ કરવામાં આવે છે. કેટલાક જ મહિનાઓમાં તેને અપનાવી લેવામાં આવે છે. કોઈ પણ પોલિસી જે અમેરિકી મોડેલના રિલીઝને ધીમું કરે છે, ભલે એક મહિના માટે પણ હોય, અમેરિકી લીડરશિપ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. વિદેશી મોડેલને આગળ નીકળવાની તક આપી શકે છે. જ્યારે નવી ક્ષમતાઓ સામે આવે છે, તો એ જરૂરી છે કે અમેરિકી સરકાર પાસે મહત્વપૂર્ણ સિસ્ટમને સુરક્ષિત બનાવવા માટે એડવાન્સ જાણકારી અને સંસાધનો હોય. કદાચ એડવાન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં થોડા સમય માટે સરસાઈ પણ મળે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ સિવાય મેટાના (Meta) સીઈઓએ (CEO) કહ્યું, ‘જેમ જેમ ઇન્ટેલિજન્સ સામાન્ય થતી જશે, સૌથી જરૂરી સવાલ એ હશે કે આપણે આને કઈ દિશામાં લઈ જઈએ છીએ. કેટલાક લોકોનો તર્ક છે કે સુપરઇન્ટેલિજન્સ (Superintelligence) કે આને કંટ્રોલ કરનારા કેટલાક નિષ્ણાતોએ જ એ નક્કી કરવું જોઈએ કે માનવતા માટે શું વધુ સારું છે. અમે આનાથી સહમત નથી. લોકશાહી (Democracy) અને અર્થશાસ્ત્રનો (Economics) ઇતિહાસ બતાવે છે કે લોકો વધુ સારા જીવનને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે. આનો કોઈ એક જ સાચો જવાબ નથી. એટલા માટે સૌથી સારો રસ્તો એ જ છે કે લોકો પોતે નક્કી કરે કે તેમના જીવનમાં શું મહત્વ ધરાવે છે.’
Meta boss Mark Zuckerberg laid out a vision for how the United States and the social media giant could win a global race to dominate AI amid fierce competition from China.https://t.co/RKkt5YYh4Z
— The Hindu (@the_hindu) August 11, 2026
