પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન એક દુ:ખદ અકસ્માતમાં લાઈવ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું મોત થયું છે જ્યારે અન્ય પાંચ ખેલાડીઓ ઘાયલ થયા છે. આ દુર્ઘટના ચિલ્કામાં સ્થાનિક ક્લબ જુવેટ બેલાવિસ્તા અને ફેમિલી ચોકા વચ્ચેની મેચ દરમિયાન ઘટી હતી. 39 વર્ષીય ફૂટબોલર જોસ હ્યુગો ડે લા ક્રુઝ મેજિયા ઉપર આકાશમાંથી વિજળીના રૂપમાં મોત વરસ્યું હતુ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ફૂટબોલ મેચમાં માત્ર 22 મિનિટની રમત થઈ હતી અને જુવેન્ટુડ બેલાવિસ્ટા 2-0થી આગળ ત્યારે વાદળછાયું વાતાવરણ થતા અને વાદળો જોર જોરથી ગરજતા રેફરીએ રમત બંધ કરી દીધી હતી. ખેલાડીઓ મેદાનમાંથી પરત ફરી રહ્યા હતા તે જ વખતે વીજળી ત્રાટકી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રમત બંધ થયા બાદ ખેલાડીઓ ડગઆઉટ તરફ જઈ રહ્યા હતા ત્યારે વીજળી પડી અને ઘણા ખેલાડીઓ એક સાથે નીચે પડી ગયા. આ દરમિયાન કેટલાક ખેલાડીઓ ઉઠવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા.
BREAKING: ⚡️💥 At least one person killed in a lightning strike at a soccer field in Junín, Peru! ⚽️🌩️ The incident occurred last night, leaving many in shock. Stay tuned for updates! 📺 #LightningStrike #Peru #Junin #BreakingNews pic.twitter.com/usPZl7KTnT
— Devlipi News (@devlipinews) November 5, 2024
ધ મિરર ના રિપોર્ટ અનુસાર, ગોલકીપર જુઆન ચોકા લેક્ટા પણ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયો હતો. સ્થળ પર કોઈ એમ્બ્યુલન્સ ન હોવાથી, ચોકાને ટેક્સી દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની હાલત નાજુક છે. આ ઉપરાંત, અન્ય ત્રણ ખેલાડીઓ – 24 વર્ષીય ક્રિસ્ટિયન સેઝર પિટુય કાહુઆના, એક 16 વર્ષીય ખેલાડી અને એક 19 વર્ષીય ખેલાડી પણ ઘાયલ થયા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ દુર્ઘટના બાદ મેચ રદ્દ કરવામાં આવી હતી. જોકે ફૂટબોલના મેદાનમાં આવી ઘટના પ્રથમ વખત નથી બની. આ વર્ષની શરૂઆતમાં ઇન્ડોનેશિયામાં મૈત્રી મેચ વખતે આવી જ ઘટના બની હતી જેમાં 35 વર્ષીય સેપ્ટિયન રાહરાજા વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા.