Burevestnik
Spread the love

‘બુરેવેસ્ટનિક’મિસાઈલ (Burevestnik Missile): વિશ્વની સૌથી વધુ ખતરનાક પરમાણુ સંચાલિત (Nuclear Powered) ક્રુઝ મિસાઈલ (Cruise Missile) ‘બુરેવેસ્ટનિક’ના (Burevestnik) સફળ પરીક્ષણની જાહેરાત રશિયાના રાષ્ટ્રપતિ (Russian President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) કરી છે. આ મિસાઈલે (Missile) 15 કલાક સુધી ઉડાન ભરીને 14,000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. પુતિને (Putin) સેનાને મિસાઈલ (Missile) તહેનાત માટે તૈયારીઓ શરૂ કરવાનો આદેશ આપ્યો હોવાના સમાચાર છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

રશિયાના રાષ્ટ્રપતિ (Russian President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) રવિવારે જાહેરાત કરી કે તેમના દેશે એક અદ્વિતીય પરમાણુ સંચાલિત (Nuclear Powered) ક્રુઝ મિસાઈલ (Cruise Missile), બુરેવેસ્ટનિકનું (Burevestnik) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ (Missile) ખૂબ જ શક્તિશાળી હોવાનું મનાઈ રહ્યું છે, તેની રેન્જ અસિમિત હોવાનું મનાય છે. પુતિને (Putin) મિસાઈલના સફળ પરીક્ષણ બાદ રશિયન સૈન્યને (Russian Army) તે મિસાઈલ (Missile) તહેનાત કરવા માટે આવશ્યક માળખાગત સુવિધાઓ તૈયાર કરવાનો આદેશ આપ્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટેલિવિઝન (Television) પર પ્રસારિત થયેલી બેઠકમાં પુતિને (Putin) તેમના સંરક્ષણ વડાઓ સાથે વાત કરતા કહ્યું કે, આ ‘બુરેવેસ્ટનિક’ મિસાઈલનું (Burevestnik Missile) પરીક્ષણ તાજેતરના પરમાણુ દળોના અભ્યાસ દરમિયાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ‘બુરેવેસ્ટનિક’ મિસાઈલે (Burevestnik Missile) 15 કલાક સુધી હવામાં રહીને 14,000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. પુતિને તેને રશિયન લશ્કરી ટેકનોલોજીમાં (Russian War Technology) ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ મિસાઈલની (Missile) રેન્જ અને ક્ષમતા વિશ્વની કોઈપણ હાલની મિસાઈલ સંરક્ષણ પ્રણાલીને (Anti-Missile System) પડકાર આપી શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

કેટલી શક્તિશાળી છે રશિયાની ‘બુરેવેસ્ટનિક’ મિસાઈલ (Burevestnik Missile)?

પરંપરાગત ટર્બોજેટ સંચાલિત મિસાઈલો (Turbe Jet Powered Missile) કરતાં ‘બુરેવેસ્ટનિક’ મિસાઈલ (Burevestnik Missile) જુદી રીતે અને લાંબા અંતર સુધી પ્રહાર કરવા ડિઝાઈન કરાઈ છે. તેનું એન્જિન એક સુક્ષ્મ પરમાણુ રિએક્ટરથી (Nuclear Reactor) સજ્જ છે જે હવાને અત્યંત ગરમ કરીને આગળની તરફ જબરદસ્ત થ્રસ્ટ ઉત્પન્ન કરે છે. આ મિસાઈલને (Missile) 50 થી 100 મીટર જેટલી અત્યંત ઓછી ઊંચાઈ ઉડી શકે છે, જેના કારણે રડાર સિસ્ટમ (Radar System) દ્વારા તેને શોધવાનું મુશ્કેલ બને છે. અહેવાલો અનુસાર, આ મિસાઈલ (Missile) તેને આપેલા લક્ષ્ય પર પ્રહાર કરતા પહેલા કલાકો કે દિવસો સુધી હવામાં રહી શકે છે અને એકસાથે અનેક લક્ષ્યો ઉપર પ્રહાર કરવા સક્ષમ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રશિયાથી સીધું નિશાન તાકી શકાશે અમેરિકા ઉપર

રશિયાની (Russia) આ ખતરનાક ‘બુરેવેસ્ટનિક’ મિસાઈલ (Burevestnik Missile) પરમાણુ શસ્ત્રો વહન (Nuclear Warhead) કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેની મહત્તમ સંભવિત રેન્જ 20,000 કિલોમીટર હોવાનું જાણવા મળે છે, અર્થાત તે રશિયાથી (Russia) યુનાઈટેડ સ્ટેટ્સ (USA) સુધી પ્રહાર કરી શકે છે. નિષ્ણાતોના મતે, જો આ મિસાઈલને (Missile) સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવે તો રશિયા (Russia) પાસે એક એવું શસ્ત્ર હશે જે પરંપરાગત મિસાઈલ સંરક્ષણ પ્રણાલીઓને (Anti-Missile System) નિષ્પ્રભાવી કરી શકે છે. જોકે, આ મિસાઈલના (Missile) અગાઉના કેટલાક પરીક્ષણો અસફળ રહ્યા છે અને 2019 માં પરીક્ષણ દરમિયાન થયેલા એક અકસ્માતમાં પાંચ વૈજ્ઞાનિકોના મોત થયા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

રશિયાના (Russia) સર્વોચ્ચ કમાન્ડર-ઈન-ચીફ તરીકે, પુતિને (Putin) રવિવારે સવારે યુક્રેનમાં (Ukraine) ચાલી રહેલા લશ્કરી કાર્યવાહીના સંયુક્ત કમાન્ડની પણ મુલાકાત લીધી, જ્યાં તેમણે ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ, જનરલ વેલેરી ગેરાસિમોવ અને અન્ય લશ્કરી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, ગેરાસિમોવે રાષ્ટ્રપતિને માહિતી આપી કે રશિયા (Russia) યુક્રેનિયન મોરચે વ્યૂહાત્મક ફાયદો મેળવી રહ્યું છે અને 10,000 થી વધુ યુક્રેનિયન સૈનિકો બે મુખ્ય દિશામાં ઘેરાબંધી હેઠળ આવી ગયા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નિષ્ણાતોનું માનવું છે કે રશિયાના (Russia) ‘બુરેવેસ્ટનિક’ મિસાઈલ (Burevestnik Missile) પરીક્ષણના પગલાની સીધી અસર વૈશ્વિક શક્તિ સંતુલન પર પડી શકે છે. પરમાણુ સંચાલિત મિસાઈલ સ્પર્ધા (Missile Race) આંતરરાષ્ટ્રીય તણાવને વધુ વધારી શકે છે. અમેરિકા (America) અને નાટો (NATO) દેશો આ પરીક્ષણ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

પુતિને (Putin) સ્પષ્ટપણે કહ્યું કે રશિયા (Russia) કોઈને ધમકાવી કે ડરાવી રહ્યું નથી, પરંતુ તેના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષા માટે સક્ષમ શસ્ત્ર પ્રણાલીઓ વિકસાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયા (Russia) ભવિષ્યમાં એવી ટેકનોલોજી પર કામ કરવાનું ચાલુ રાખશે જે રશિયાના (Russia) પક્ષમાં વ્યૂહાત્મક વૈશ્વિક સંતુલન જાળવી રાખે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *