Agniveer
Spread the love

પૂર્વ અગ્નિવીરોની (Ex Agniveer) ભરતી ખાનગી સુરક્ષા એજન્સીઓ (Private Security Agencies) અને તાલીમ સંસ્થાઓમાં (Training Agencies) સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે (Central Government) તમામ રાજ્યો (States) અને કેન્દ્રશાસિત પ્રદેશોને (Union Territories) નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે (Home Ministry) જણાવ્યું છે કે પૂર્વ અગ્નિવીરોના (Ex Agniveer) સશસ્ત્ર દળોમાં (Armed Forces) તેમના અનુભવનો ઉપયોગ કરી શકાય તે માટે સુરક્ષા એજન્સીઓમાં (Security Agencies) તેમની ભરતીને પ્રાથમિકતા આપવી જોઈએ. આ સરકારી પગલું પૂર્વ અગ્નિવીરોની (Ex Agniveer) કારકિર્દી સુધારવાના હેતુથી છે.

પૂર્વ અગ્નિવીરોને (Ex Agniveer) સેનામાં (Armed Forces) કામ કરવાનો અનુભવ હોવાથી તેઓની ખાનગી સુરક્ષા એજન્સીઓ (Private Security Agencies) અને તાલીમ સંસ્થાઓમાં (Training Agencies) પૂર્વ અગ્નિવીરોની (Ex Agniveer) ભરતી સુનિશ્ચિત કરવા કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને (State Governments) નિર્દેશ આપ્યો છે. પૂર્વ અગ્નિવીરોની (Ex Agniveer) 4 વર્ષની સેવા પૂર્ણ થયા પછી તેમની ભાવિ કારકિર્દી સુનિશ્ચિત કરી શકાય તે માટે ગૃહ મંત્રાલયે (HMO) આ સૂચનાઓ તમામ રાજ્યો (States) અને કેન્દ્રશાસિત પ્રદેશોની (Union Territories) સરકારોને મોકલી છે.

સરકારે જૂન 2022 માં અગ્નિપથ યોજના (Agnipath Scheme) શરૂ કરી હતી. આ યોજના હેઠળ, 17 થી સાડા 21 વર્ષની વયના યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવે છે અને દેશની સેવામાં યોગદાન આપે છે. અગ્નિપથ યોજના (Agnipath Scheme) થકી સેનામાં જોડાતા 25 ટકા યુવાનોને ચાર વર્ષ પછી 15 વર્ષ માટે સેનામાં કાયમી રાખવામાં આવે છે, બાકીના 75% યુવાનોની સેવા ચાર વર્ષ પછી સમાપ્ત થાય છે.

અગ્નિવીરોને (Agniveer) પ્રાથમિકતા મળવી જોઈએ

ગૃહ મંત્રાલય (Home Ministry) દ્વારા જારી કરાયેલા પત્રમાં PSARA ની કલમ 10(3) નો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે ખાનગી સુરક્ષા એજન્સીઓને (Private Security Agencies) નોકરી આપતી વખતે, આર્મી (Army), નેવી (Navy) અથવા એરફોર્સમાં (Airforce) સેવા આપી ચૂકેલા લોકોને પ્રાથમિકતા આપવી પડશે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે અગ્નિવીરોને (Agniveer) લગભગ ચાર વર્ષનો સેવા અનુભવ હોય છે. તેથી, ખાનગી સુરક્ષા એજન્સીઓ (Private Security Agencies) ખાનગી સુરક્ષા ગાર્ડ (Private Security Guard) અને સુપરવાઈઝરની (Supervisor) ભરતી કરતી વખતે તેમને પ્રાથમિકતા આપી શકે છે. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને ટોચની 10 સુરક્ષા એજન્સીઓને અગ્નિવીરોને (Agniveer) રોજગારી આપવા જાગૃત અને પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે જૂનમાં, કેન્દ્ર સરકારે (Central Government) એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં ગૃહ મંત્રાલયને (Home ministry) અગ્નિવીરના કાર્યકાળ પૂર્ણ થયા પછી તેમના ભાવિ કારકિર્દીને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સરકારે CISF અને BSF સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઈફલ્સમાં (Assam Rifles) કોન્સ્ટેબલ (Constable) અને રાઈફલમેનની (Rifleman) જગ્યાઓ પર ભરતી માટે ભૂતપૂર્વ અગ્નિવીરો (Ex Agniveer) માટે 10 ટકા ખાલી જગ્યાઓ અનામત રાખી છે. આ ઉપરાંત, વય મર્યાદામાં છૂટછાટ અને શારીરિક ક્ષમતા કસોટીમાં છૂટછાટની પણ જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની (Central Government) ઘણી એજન્સીઓ અને વિભાગોએ ભૂતપૂર્વ અગ્નિવીરોની (Ex Agniveer) ભરતી કરવાની યોજના જાહેર કરી દીધી છે. વધુમાં, હરિયાણા (Haryana) અને રાજસ્થાન (Rajasthan) સહિત કેટલાક રાજ્યોએ તેમના પોલીસ દળોમાં (Police Force) અગ્નિવીરો માટે અનામતનું વચન આપ્યું છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *