Sydney
Spread the love

સિડનીમાં (Sydney) રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીએ (Virat Kohli) 168 રનની ભાગીદારી કરી ભારતની ટીમને (Team India) ધમાકેદાર વિજય અપાવ્યો છે. રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીની (Virat Kohli) ભાગીદારીએ ઘણા મોટા રેકોર્ડ (Record) ધ્વસ્ત કરી દીધા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

ઑસ્ટ્રેલિયા (Australia) સામે સિડનીમાં (Sydney) વન-ડે ખેલતા રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીની અણનમ 168 રનની ભાગીદારીએ ભારતને ઓસ્ટ્રેલિયા (Australia) સામે નવ વિકેટથી જીત અપાવી. રોહિત (Rohit) 121 અને વિરાટ (Virat) 74 રન બનાવીને અણનમ રહ્યા હતા. વિરાટ અને રોહિતની (Virat and Rohit) અણનમ ઈનિંગ્સને પરિણામે, ટીમ ઈન્ડિયાએ (Team India) 69 બોલ બાકી રહેતા 237 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. એટલું નહી બન્ને દિગ્ગજ ખેલાડી અનેક રેકોર્ડ (Record) તોડ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સિડનીમાં (Sydney) રોહિત અને વિરાટે મચાવ્યું તોફાન, તોડ્યા 7 રેકોર્ડ

રોહિત-કોહલીની 100+ ભાગીદારીનો રેકોર્ડ: વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્માએ (Rohit Sharma) આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં (ODI) ક્રિકેટમાં (Cricket) 19 વખત 100 થી વધુ રનની ભાગીદારી કરી છે. 100+ રનની ભાગીદારી ધરાવતી જોડીમાં રોહિત-કોહલી હવે શ્રીલંકાના (Sri Lanka) તિલકરત્ને દિલશાન (Tillakratne Dishan) -કુમાર સંગાકારા (Kumar Sangakkara) (20) અને સચિન તેંડુલકર (Sachin Tendulkar) -સૌરવ ગાંગુલી (Saurav Ganguly) (26) થી બાદ ત્રીજા નંબરે આવી ગયા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી: રોહિત શર્મા (Rohit Sharma) હવે ટેસ્ટ (Test Cricket), વનડે (ODI) અને ટી20માં (T-20) સંયુક્ત રીતે 50 સદી ફટકારનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. રોહિત (Rohit Sharma) પહેલા આ પરાક્રમ સચિન તેંડુલકર (Sachin Tendulkar) (100 સદી) અને વિરાટ કોહલી (Virat Kohli) (82 સદી) કરી ચૂક્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વનડે સદી: સિડનીમાં (Sydney) વન-ડે રમતા રોહિત શર્માએ (Rohit Sharma) ઓસ્ટ્રેલિયા (Australia) સામે વનડેમાં (ODI) સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની (Sachin Tendulkar) બરાબરી કરી લીધી છે. કાંગારૂ ટીમ સામે સિડનીમાં (Sydney) રમતા રોહિત શર્માની (Rohit Sharma) નવમી સદી હતી. આ પહેલા સચિન તેંદુલકર (Sachin Tendulkar) ઓસ્ટ્રેલિયા (Australia) સામે વનડેમાં (ODI) નવ સદી ફટકારી છે. વિરાટ કોહલી (Virat Kohli) આઠ સદી સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.

પીછો કરતી વખતે સૌથી વધુ 50+ સ્કોર: વિરાટ કોહલીએ (Virat Kohli) વનડેમાં (ODI) ચેઝ કરતી વખતે સૌથી વધુ 50+ રન ફટકારનાર બેટ્સમેનનો (Batsman) રેકોર્ડ સર્જ્યો છે. વનડેમાં (ODI) રન ચેઝ કરતી વખતે આ વિરાટની 50 રનથી વધુ રનની 70મી ઈનિંગ હતી. આમ તેણે રન ચેઝ કરતી વખતે સચિન તેંડુલકરનો (Sachin Tendulkar) 69 વખત 50 કરતા વધુ રન કરવાનો રેકોર્ડ (Record) તોડ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એકસાથે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ: રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીએ (Virat Kohli) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) સૌથી વધુ મેચ રમવામાં રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને સચિન તેંડુલકરના (Sachin Tendulkar) રેકોર્ડની (Record) બરાબરી કરી લીધી છે. આ વિરાટ કોહલી (Virat Kohli) -રોહિત શર્માની (Rohit Sharma) સાથે 391મી આંતરરાષ્ટ્રીય મેચ હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

વનડેમાં સૌથી વધુ રન: વિરાટ કોહલી (Virat kohli) સિડની (Sydney) વન-ડેમાં (One Day) 74 રનની અણનમ ઈનિંગ ખેલતા આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં (ODI) ક્રિકેટમાં વધુ રન બનાવનાર કુમાર સંગાકારાનો (Kumar Sangakkara) 14,234 રનનો રેકોર્ડ તોડીને બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. પ્રથમ નંબરે 18,426 રન સાથે માસ્ટર બ્લાસ્ટર (Master Blaster) સચિન તેંડુલકર (Sachin Tendulkar) બિરાજમાન છે જ્યારે 14,255 રન બનાવીને વિરાટ કોહલી દ્વિતીય સ્થાને છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઓપનર તરીકે સૌથી વધુ સદીઓ: રોહિત શર્માએ સિડની (Sydney) વન-ડેમાં (One Day) સદી ફટકારતા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) ઓપનર તરીકે 45 સદી પૂરી કરી છે, અને આ રેકોર્ડમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) (45 સદી) ની બરાબરી કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ 49 સદી સાથે ડેવિડ વોર્નરના (David Warner) નામે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *