રામ મંદિરના (Ram Mandir) ચુકાદાને રદ કરવાની માંગ કરતી વકીલ મહમૂદ પ્રાચાની અરજી પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) ફગાવી દીધી હતી. તેને વ્યર્થ ગણાવીને કોર્ટે તેમના પર ₹6 લાખનો દંડ ફટકાર્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

દિલ્હીની (Delhi) પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) સુપ્રીમ કોર્ટના (Supreme Court) 2019ના અયોધ્યા (Ayodhya) રામ મંદિરના (Ram Mandir) ચુકાદાને રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી દઈને વકીલ મહેમૂદ પ્રાચાને (Mehmood Pracha) જબરદસ્ત ઝટકો આપ્યો છે. કોર્ટે અરજીને વ્યર્થ, ગેરમાર્ગે દોરનારી અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી અને વકીલ મહેમૂદ પ્રાચા (Mehmood Pracha) પર 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રામ મંદિરના (Ram Mandir) ચુકાદાને રદ કરવાની માંગ કરતી અરજી ફગાવાઈ
જિલ્લા ન્યાયાધીશ (District Judge) ધર્મેન્દ્ર રાણાએ (Dharmendra Rana) તેમના આદેશમાં જણાવ્યું હતું કે મહમૂદ પ્રાચા (Mehmood Pracha) દ્વારા દાખલ કરવામાં આવેલી રામ મંદિરના ચુકાદાને (Ram Mandir Verdict) રદ કરવાની માંગ કરતી અરજી માત્ર તથ્યોથી વંચિત નથી પણ ન્યાયિક પ્રણાલીની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન ઉભા કરે છે. કોર્ટે જણાવ્યું હતું કે એવું લાગે છે કે અરજદારે રામ મંદિરનો ચુકાદો (Ram Mandir Verdict) સંપૂર્ણપણે વાંચ્યો નથી, નહીં તો આવી મૂંઝવણ ઊભી ન થાત. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસ ફક્ત પ્રચાર અને ખોટી માહિતી ફેલાવવાના હેતુથી દાખલ કરવામાં આવ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

વકીલે જસ્ટિસ ચંદ્રચુડના ભાષણનું ખોટું અર્થઘટન કર્યું
અરજીમાં, પ્રાચાએ દાવો કર્યો હતો કે ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે ( D Y Chandrachud) એક ભાષણમાં કહ્યું હતું કે અયોધ્યાનો (Ayodhya) રામ મંદિરનો ચુકાદો (Ram Mandir Verdict) ભગવાન શ્રીરામ લલ્લા (Bhagwan Ram Lalla) દ્વારા આપવામાં આવેલા સમાધાન પર આધારિત હતો. આના પર કોર્ટે સ્પષ્ટતા કરી કે જસ્ટિસ ચંદ્રચુડે ફક્ત એટલું જ કહ્યું હતું કે તેમણે ભગવાનને માર્ગદર્શન માટે પ્રાર્થના કરી હતી, કોઈ પક્ષ તરફથી સમાધાન નહોતું માંગ્યુ. કોર્ટે કહ્યું કે વકીલે ભગવાન અને ન્યાયિક વ્યક્તિત્વ, એટલે કે કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત દેવતા વચ્ચેનો તફાવત સમજ્યા વિના કેસ દાખલ કર્યો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને આપી કડક ચેતવણી
કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે જ્યારે રક્ષકો પોતે જ ભક્ષક બની જાય, ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક બની જાય છે. કોર્ટે કહ્યું કે એક વરિષ્ઠ વકીલ પાસેથી આવી બેદરકારીની અપેક્ષા રાખવામાં આવતી નથી. કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે આવા વ્યર્થ કેસો સામે કડક કાર્યવાહી જરૂરી છે જેથી ન્યાયિક પ્રણાલીનો સમય અને સંસાધનોનો બગાડ ન થાય.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
#BreakingNews
— Bar and Bench (@barandbench) October 25, 2025
Delhi court slaps ₹6 lakh costs on Mehmood Pracha for plea to set aside Ayodhya verdict over CJI Chandrachud's comments
Read more: https://t.co/58SdLwQzN5 pic.twitter.com/VHjS1JSyBT
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ન્યાયાધીશ સુરક્ષા કાયદાનો હવાલો આપ્યો
પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કેસ જજીસ પ્રોટેક્શન એક્ટ, 1985 (Judges Protection Act, 1985) દ્વારા પ્રતિબંધિત છે. આ કાયદા મુજબ, ન્યાયાધીશ પર સિવિલ (Civil) કે ફોજદારી (Criminal) કાર્યવાહી કરી શકાતી નથી. નીચલી કોર્ટના (Lower Court) આદેશને યથાવત રાખતા, કોર્ટે દંડની રકમ 1 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી અને કહ્યું કે ન્યાયતંત્રની ગરિમા અને પવિત્રતા જાળવવાની જવાબદારી પ્રત્યેકની છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
