Babasaheb
Spread the love

ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) અંગે કેન્દ્રિય મંત્રી મનોહરલાલ ખટ્ટરે (Manoharlal Khattar) કરેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. વિપક્ષ (Opposition) સરકાર અને ભાજપ (BJP) દ્વારા સંવિધાન (Constitution) નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના (Dr. Babasaheb Ambedkar) અપમાન કરાયું હોવાનું કહી આક્રમક થયો છે જ્યારે સરકાર અને ભાજપ (BJP) બચાવની મુદ્રમાં આવી ગયા છે. કેંદ્રિય મંત્રી મનોહરલાલ ખટ્ટરે (Manoharlal Khattar) ખુલાસો આપ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

ડૉ. બાબાસાહેબ (Dr. Babasaheb) અંગે મનોહરલાલ ખટ્ટરનું નિવેદન

કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manoharlal Khattar) તાજેતરમાં જ એવું નિવેદન આપ્યું હતું કે બંધારણ કોઈ એક વ્યક્તિ દ્વારા લખાયું નથી. ડૉ. ભીમરાવ આંબેડકરના (Dr. Bhimrao Ambedkar) નેતૃત્વમાં બંધારણ (Constitution) બનાવનારી એક સમિતિ હતી. લખનારાઓનો લાંબો ઈતિહાસ છે. તે એક દિવસમાં લખાયું નથી. તેનો મુસદ્દો તૈયાર કરતા પહેલા, ઘણા દેશોના બંધારણોનો (Constitution) અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેની પાછળ બંધારણ સભા (Constituent Assembly) અને ઘણા વ્યક્તિઓએ કામ કર્યું હતું. જેમ ઘણા લોકો સાથે મળીને સરકાર ચલાવે છે, પરંતુ નામ તો વડાનું આવે છે, બંધારણનું (Constitution) પણ એવું જ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડૉ. બાબા સાહેબ (Dr. Babasaheb) અંગે નિવેદન ઉપર ભડકી કોંગ્રેસ

કેન્દ્રિય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરના (Manoharlal Khattar) સંવિધાન નિર્માતા (Architect of Constitution) ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) અંગેના નિવેદન ઉપર કોંગ્રેસ (Congress) ભડકી ઉઠી છે. કોંગ્રેસના (Congress) નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે (Rajendra Pal Gautam) કહ્યું કે, મારું માનવું છે કે આરએસએસ (RSS) અને ભાજપનો (BJP) ઈરાદો કોઈપણ રીતે ડૉ. બાબાસાહેબના (Dr. Babasaheb) યોગદાનને ઓછું દેખાડવાનો છે. પરંતુ કોઈના એમ કરવાથી છુપાવી શકાશે નહી. તેઓ એ સહન નથી કરી શકતા કે કોઈ દલિત (Dalit), પછાત સમુદાયના (Backward Class) વ્યક્તિ આટલી ખ્યાતિ મેળવે, દેશનું બંધારણ (Constitution) ઘડે, જેનાથી સમગ્ર દેશ ચાલે. ભાજપ (BJP) આ સહન કરી શકતું નથી, અને તેમની હતાશા તેમના નિવેદનોમાં વારંવાર પ્રતિબિંબિત થાય છે. આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) ડૉ. બાબાસાહેબ (Dr. Babasaheb) અને ડૉ. બાબાસાહેબ (Dr. Babasaheb) દ્વારા નિર્મિત બંધારણથી (Constitution) કેટલી નફરત કરે છે. ખટ્ટર સાહેબે આ માટે તાત્કાલિક માફી માંગવી જોઈએ. તેમણે ડૉ. બાબાસાહેબ (Dr. Babasaheb) નું અપમાન કરવાનો પ્રયાસ કરવા બદલ દેશના લોકો પાસે બિનશરતી માફી માંગવી જોઈએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

આરજેડીએ દર્શાવ્યો વિરોધ

બિહારમાં (Bihar) ચુંટણી બારણે ટકોરા દઈ રહી છે ત્યારે આરજેડી (RJD) આ વિવાદમાં ન પડે તો જ નવાઈ. આરજેડીના (RJD) નેતા સારિકાકુમારી પાસવાને (Sarika Kumari Paswan) પ્રતિક્રીયા આપતા ભાજપ (BJP) ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આની પાછળની મંશા અને કુંઠીત માનસિકતા સ્પષ્ટપણે દેખાય છે: દલિતો (Dalit) પ્રત્યે નફરત ભાજપના (BJP) ડીએનએમાં (DNA) છે. દલિતો (Dalit) પ્રત્યે નફરત, બાબાસાહેબની (Babasaheb) વારંવાર મજાક અને અપમાન, અમિત શાહે (Amit Shah) ગૃહમાં જે પ્રકારના નિવેદનો આપ્યા અને તેમના નેતાઓ દ્વારા આ બધા નિવેદનો સ્પષ્ટ કરે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) બાબાસાહેબ (Babasaheb) અને બાબાસાહેબ (Babasaheb) દ્વારા નિર્મિત બંધારણથી (Constitution) કેટલી નફરત કરે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ખટ્ટરના નિવેદન ઉપર ઉઠ્યો વિવાદ, અનુરાગ ઢાંઢાનું નિવેદન

ખટ્ટરના (Khattar) ડૉ. બાબાસાહેબ (Dr. Babasaheb) ઉપરના નિવેદન ઉપર બોલતા આમ આદમી પાર્ટીના (Aam Adami Party) નેતા અનુરાગ ઢાંડાએ (Anurag Dhanda) કહ્યું કે મનોહરલાલ ખટ્ટરના (Manoharlala Khattar) વિચારો નફરતથી ભરેલા છે. આપ (AAP) નેતાએ કહ્યું કે હરિયાણાના (Haryana) મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે દલિત સમુદાયના (Dalit Community) અધિકારોને નબળા પાડવા, વિભાજીત કરવા અને ખતમ કરવાના તમામ પ્રયાસો કર્યા. હવે બાબાસાહેબ (Babasaheb) પર ટિપ્પણી કરીને તેઓ પોતાની ક્ષુદ્ર માનસિકતા અને ભાજપની (BJP) વિચારધારા દર્શાવે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

અનુરાગ ઢાંડાએ (Anurag Dhanda)એ કહ્યું કે ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર (Dr. Babasaheb Bhimrao Ambedkar) વિશે તેમણે જે વાતો કહી તે કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહી. ખટ્ટરનું (Khattar) નિવેદન ફક્ત એક નેતાનું નિવેદન નથી, પરંતુ તે ભાજપની (BJP) દલિત વિરોધી (anti Dalit) વિચારસરણી અને નફરતના મૂળને ઉજાગર કરે છે. બંધારણના ઘડવૈયા તરીકે બાબાસાહેબને (Babasaheb) નીચા બતાવવાનો પ્રયાસ દલિત સમુદાયનું (Dalit Community) સીધું અપમાન છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે કહ્યું કે ભાજપનો (BJP) ઈતિહાસ બાબાસાહેબ (Babasaheb) અને દલિત સમુદાયના (Dalit Community) અપમાનથી ભરેલો છે. સંસદમાં (Parliament) ડૉ. આંબેડકરને (Dr, Ambedkar) ટ્રેન્ડ કહીને તેમની મજાક ઉડાવવામાં આવી હતી. તેમણે બંધારણમાં (Constitution) ફેરફાર કરવાની વાત કરીને તેમના દ્વારા બનાવેલા બંધારણને (Constitution) નકારવાનો પ્રયાસ કર્યો હતો. હવે ખટ્ટરે (Khattar) બાબાસાહેબની (Babasaheb) ભૂમિકા પર સવાલ ઉઠાવીને એ જ ગંદી વિચારધારાનું પુનરાવર્તન કર્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડૉ. બાબાસાહેબ અંગે નિવેદન અંગે ખટ્ટરે કર્યો ખુલાસો

પોતાના નિવેદન ઉપર વિવાદ ઉભો થતા કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manoharlal Khattar) વિપક્ષના (Opposition) આરોપોનો જવાબ આપતા કહ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકર (Dr, Bhimrao Ambedkar) બંધારણના સાચા ઘડવૈયા (Chief Architect of Constitution) છે. બાબાસાહેબ આંબેડકર વિના બંધારણનો (Constitution) કોઈ અર્થ નથી અને તેઓ જ બંધારણના નિર્માતા (Architect of Constitution) છે. બંધારણ (Constitution) એક સમિતિ દ્વારા ઘડવામાં આવ્યું હતું જેના અધ્યક્ષ આંબેડકર (Ambedkar) હતા. ખટ્ટરે (Khattar) કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા કહ્યું કે તેઓએ હંમેશા બંધારણને (Constitution) વિકૃત કર્યું છે અને બાબાસાહેબનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે ઈતિહાસમાં નોંધાયેલું છે કે જેમણે આપણા દેશને બંધારણ આપ્યું તે બાબાસાહેબ આંબેડકર જ હતા. બધા જાણે છે કે બાબાસાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા (Architect of Constitution) છે, પરંતુ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *