Free...મફત... મફત: ધારાસભ્યોને વંદે ભારત એક્સ્પ્રેસ, તેજસ એક્સ્પ્રેસ અને દુરંતો એક્સ્પ્રેસમાં મુસાફરી મફત
Spread the love

Free… Free… Free… ગુજરાતના ધારાસભ્યોને રેલવેમાં મફત મુસાફરીનો લાભ તો મળતો જ હતો તેમાં વધારો કરીને હવે તેમને નવી અત્યાધુનિક ટ્રેનો એવી વંદે ભારત એક્સ્પ્રેસ, તેજસ એક્સ્પ્રેસ અને દુરંતો એક્સ્પ્રેસમાં એક્ઝિક્યુટિવ સહિત કોઈપણ વર્ગમાં મુસાફરી કરી શકે તે રીતે ભથ્થુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અનેક સુવિધાઓ મળે છે ધારાસભ્યોને

ગુજરાત (Gujarat) રાજ્યમાં પ્રજાની સેવા કરવા ચૂંટાતા ધારાસભ્યોને અનેક પ્રકારના મેવા મફત (Free) એટલે કે જનતાના પૈસે અથવા સાવ નાખી દેવાના ભાવે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર સહિત અનેક જગ્યાએ મળે છે. 1.16 લાખ જેટલો પગાર અને ભથ્થા મળી રહ્યા છે તેમાં પણ વધારો કરવાની વિચારણા ચાલી રહી છે.

ગુજરાતના ધારાસભ્યોને ગાંધીનગરમાં ગાંધીનગરમાં ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાયા છે જેમાં બે માસ્ટર-લિવિંગ રૂમ, 43 ઈંચનું એલઈડી ટીવી ટેબલ નેટવર્ક સાથે ત્રણ બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, બાથરૂમ અને ટોઈલેટ અને 1 સર્વન્ટ રૂમ છે. ફ્લેટના સંકુલમાં બે લેન્ડસ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. વૈભવી ફ્લેટ ફક્ત 37.50 રૂપિયાના માસિક ભાડે આપવામાં આવ્યા છે. ધારાસભ્યોને પ્રતિ લિટર પેટ્રોલના રૂ. 11, ડીઝલના રૂ. 10 અને સીએનજીના રૂ. 9 લેખે કાર એલાઉન્સ પણ ચૂકવાય છે. ત્યારે વધુ એક લાભ અપાયો છે.

વૈભવી ટ્રેનોમાં મફત (Free) મુસાફરી

ધારાસભ્યોને અત્યાર સુધી ભારતમાં રેલવેના પ્રથમ વર્ગ અથવા એસી દ્વિતીય વર્ગમાં મુસાફરીનો લાભ મળતો હતો તેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. હવે ગુજરાતના ધારાસભ્યો વંદે ભારત, તેજસ એક્સ્પ્રેસ અને દુરંતો એક્સ્પ્રેસ જેવી નવી અને અત્યાધુનિક ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસ કે કોઇપણ વર્ગમાં વાર્ષિક ધોરણે તેઓ રાજ્યમાં 10 હજાર કિલોમીટર અને અન્ય રાજ્યોમાં 20 હજાર કિલોમીટર સુધી મફત મુસાફરી કરવા માટે હકદાર રહેશે તેવું જાહેરનામુ વિધાનસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *