ગુજરાતમાં કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્યની દરેક કોર્ટો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી બંધ છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ ની આગેવાનીમાં જે નવી માર્ગદર્શિકા જાહેર થઈ છે એ પ્રમાણે ૪થી ઓગસ્ટથી કેસના દસ્તાવેજોનું ફીઝીકલ ફાઈલિંગ રાજ્યની દરેક નીચલી અદાલતોમાં શરૂ થશે.
તથા નીચલી અદાલતોના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસર્સને આદેશ અપાયો છે કે તેઓ ફીઝીકલ ફાઈલિંગ માટેની માર્ગદર્શિકા જાહેર કરે અને જરૂરી નિયમો બનાવે.
સંપૂર્ણ તકેદારી રાખવાની પણ તૈયારી
હાઇકોર્ટે જાહેર કરેલ માર્ગદર્શિકામાં આદેશ અપાયો છે કે નીચલી અદાલતોમાં ફીઝીકલ ફાઈલિંગ માટે આવતા દસ્તાવેજોના કવરને 24 કલાક માટે આઇસોલેટ રાખવામાં આવે એટલે કે એક કબાટમાં મૂકી રાખવામાં આવે.
24 કલાક બાદ જ એ દસ્તાવેજોના કવરને ખોલીને ચકાસણી કે નોંધણી માટે મોકલવામાં આવે.
સાથે એ પણ આદેશ અપાયો છે કે કોર્ટ સંકુલમાં ફરજીયાત માસ્ક પહેરવા પર અને સોશિયલ ડિસ્ટન્સિંગ ના નિયમોનું પાલન થાય.
કન્ટેનમેન્ટ/માઈક્રો કન્ટેનમેન્ટ જોન માટે અલગ જાહેરાત
નવી માર્ગદર્શિકામાં ચોખવટ કરવામાં આવી છે કે રાજ્યના કન્ટેનમેન્ટ તથા માઈક્રો કન્ટેનમેન્ટ જોનમાં આવતી તમામ કોર્ટોમાં ફીઝીકલ ફાઈલિંગ શરૂ નહિ થાય, પરંતુ પહેલાંની જેમ ઇ-ફાઇલિંગથી કેસ લેવાશે.
મોલ મલ્ટીપ્લેક્ષ થઈ શકે શરૂ
થોડાંજ દિવસોમાં કેન્દ્ર દ્વારા પર અનલોક 3.0 માટેની માર્ગદર્શિકા જાહેર થવાની છે, ત્યારે અટકળો લાગી રહી છે કે આ માર્ગદર્શિકામાં સિનેમા હોલ, જિમ વગેરેને સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમો સાથે શરૂ કરવા માટેની જાહેરાત થવાની સંભાવના છે.