આગામી 9 જૂનના (June) દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સ્વાધીન ભારતના પ્રથમ વડાપ્રધાન (Prime Minister) જવાહરલાલ નેહરુનો (Jawaharlal Nehru) રેકોર્ડ (Record) તોડીને દેશના એવા પ્રથમ વડાપ્રધાન (First Prime Minister) બની જશે કે જેઓ ચૂંટાયા બાદ સતત સૌથી લાંબા સમય સુધી આ વડાપ્રધાન (Prime Minister) પદ પર રહ્યા હોય. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ એનડીએ (NDA) શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની (Chief Ministers) 10 જૂને (June) મળનારી બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને પીએમ મોદીને (PM Modi) તેમની અભિનંદન આપવામાં આવશે.

દેશના 14મા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 26 મી મે, 2014 ના દિવસે શપથ ગ્રહણ કર્યા ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) જીતીને તેઓ ત્રણ વખત ચૂંટાયેલા વડાપ્રધાન (Prime Minister) તરીકે શપથ લઈ ચૂક્યા છે. જવાહરલાલ નેહરુએ (Jawaharlal Nehru) પ્રથમ લોકસભા (Lok Sabha) ચૂંટણી જીત્યા બાદ 13 મે, 1952ના રોજ વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ સતત 4,397 દિવસ (12 વર્ષ 14 દિવસ) સુધી ચૂંટાયેલા વડાપ્રધાનપદે રહ્યા.
જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) આમ તો 1947ની 15 ઓગસ્ટે વડાપ્રધાન બન્યા હતા પરંતુ ત્યારે તેઓ પ્રથમ લોકસભા ચૂંટણી સુધી વચગાળાની સરકારના વડા હતા, ચૂંટાયેલા વડાપ્રધાન નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 9 જૂને, 2026 ના દિવસે જવાહરલાલ નેહરુનો (Jawaharlal Nehru) રેકોર્ડ તોડીને વડાપ્રધાનપદે 4,398 દિવસ (12 વર્ષ 15 દિવસ) પૂરા કરશે.

ઐતિહાસિક સિદ્ધિ બદલ નરેન્દ્ર મોદીને (Narendra Modi) અપાશે અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 9 જૂન, 2026 ના દિવસે જવાહરલાલ નેહરુનો (Jawaharlal Nehru) ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી વધુ સમય સુધી પદ ઉપર રહેવાનો રેકોર્ડ તોડશે તે પ્રસંગે તેમને અભિનંદન આપવામાં આવશે, તે માટે એનડીએ (NDA) શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની 10 જૂને મળનારી બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને પીએમ મોદીને (PM Modi) તેમની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ઔપચારિક અભિનંદન અપાશે.
આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) મુખ્યપ્રધાન અને ટીડીપીના (TDP) વડા એન. ચંદ્રબાબૂ નાયડુ (N. Chandrababu Naidu) પ્રસ્તાવ રજૂ કરશે, જેનું અન્ય સાથી પક્ષોના નેતાઓ સમર્થન કરશે. પ્રસ્તાવમાં વડાપ્રધાન (Prime Minister) તરીકે નરેન્દ્ર મોદીની (Narendra Modi) છેલ્લા 12 વર્ષની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નામે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાઇ ચૂકી છે. તેઓ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાનપદે રહેલા પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન પણ છે. આ બાબતમાં તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના (Atal Bihari Vajpayee) 2272 દિવસના કાર્યકાળને લાંબા સમય પૂર્વે પાછળ છોડી ચૂક્યા છે. મોદી સતત ત્રણ ચૂંટણી જીતનારા એકમાત્ર બિનકોંગ્રેસી વડાપ્રધાન પણ છે.
ચૂંટાયેલી સરકારોના વડા તરીકે સતત સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમણે 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના (Gujarat) મુખ્યપ્રધાનપદે શપથ લીધા હતા ત્યારથી તેઓ સતત સરકારના વડા તરીકે કાર્યરત છે. 22 મે, 2014 સુધી ગુજરાતના (Gujarat) મુખ્યપ્રધાન રહ્યા બાદ 26 મે, 2014થી તેઓ વડાપ્રધાનપદે કાર્યરત છે. આમ, તેઓ ચૂંટાયેલી સરકારોના વડા તરીકે 9,000થી પણ વધુ દિવસો પૂરા કરી ચૂક્યા છે.

જવાહરલાલ નેહરુનો કુલ કાર્યકાળ કેટલો?
સ્વાધીન ભારતની પ્રથમ લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજય બાદ પંડિત જવાહરલાલ નેહરુએ (Jawaharlal Nehru) દેશના ચૂંટાયેલા પ્રથમ વડાપ્રધાન તરીકે 13 મે, 1952ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. નેહરુ (Nehru) સતત 4,397 દિવસ (12 વર્ષ 14 દિવસ) સુધી વડાપ્રધાનપદે રહ્યા. જોકે પંડિત જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) ભારત સ્વાધીન થતા વચગાળાની સરકારના વડા રહ્યા એ 1,733 દિવસનો સ્માવેશ નથી થતો, જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) 27 મે, 1964ના રોજ તેમના નિધન સુધી વડાપ્રધાન રહ્યા, જો વચગાળાના વડાપ્રધાન તરીકેના દિવસોનો સમાવેશ કરવામાં આવે તો તેમનો સમગ્ર કાર્યકાળ 6,130 દિવસનો થાય છે.
🚨 FLASH! On June 9, PM Modi will become India’s longest-serving elected Prime Minister 🤯
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 2, 2026
He will surpass Nehru’s record of 12 years & 14 days.
NDA CMs meeting has been called to celebrate this historic milestone👏🏼
PM Modi has already served over 9,000 days in public office. pic.twitter.com/T8VWYsvJgp
