ભારતે સંરક્ષણ ઉત્પાદન (Defence Production) ના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. સરકાર દ્વારા બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, દેશનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન (Defence Production) નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં રૂ. 1.78 લાખ કરોડના ઓલ-ટાઇમ હાઈ એટલે કે રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સંરક્ષણ પ્રધાન (Defence Minister) રાજનાથ સિંહે (Rajnath Singh) આ ઐતિહાસિક સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) ‘આત્મનિર્ભર ભારત’ (Atmanirbhar Bharat) અભિયાનની એક મોટી અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ ગણાવી છે.

વાર્ષિક ધોરણે 15.6% નો શાનદાર ઉછાળો
નાણાકીય વર્ષ 2024-25 ની સરખામણીએ ચાલુ વર્ષે ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં (Defence Production) 15.6 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે આ આંકડો રૂ. 1.54 લાખ કરોડ હતો. સંરક્ષણ મંત્રાલયના (Defence Ministry) અહેવાલ મુજબ, વર્ષ 2020-21 ની સરખામણીમાં આ ઉત્પાદનમાં 110 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે, જ્યારે તે સમયે ઉત્પાદન માત્ર રૂ. 84,643 કરોડ હતું. જો વર્ષ 2013-14 સાથે સરખામણી કરવામાં આવે જ્યારે ઉત્પાદન રૂ. 43,746 કરોડ હતું, તો છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન આશરે ચાર ગણું વધી ગયું છે.

ખાનગી ક્ષેત્ર (Private Sector) નું સર્વોચ્ચ યોગદાન
આ વર્ષના કુલ ઉત્પાદનમાં સરકારી સંરક્ષણ કંપનીઓ (DPSUs અને અન્ય PSUs) નો હિસ્સો આશરે 76 ટકા રહ્યો છે, જ્યારે ખાનગી ક્ષેત્રનું યોગદાન વધીને 24 ટકા થયું છે જે ગયા વર્ષે 22 ટકા હતું. નાણાકીય વર્ષ 2025-26 માં ખાનગી કંપનીઓએ આશરે રૂ. 42,000 કરોડનું ઉત્પાદન કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. આ આંકડા દર્શાવે છે કે દેશની ખાનગી કંપનીઓ હવે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ સક્રિય અને મજબૂત ભૂમિકા ભજવી રહી છે.
નિકાસ (Export) માં પણ નવો રેકોર્ડ
સંરક્ષણ ઉત્પાદનમાં થયેલા આ વધારાની સીધી અને હકારાત્મક અસર ભારતની નિકાસ પર પણ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2025-26 માં ભારતે રૂ. 38,424 કરોડની રેકોર્ડબ્રેક સંરક્ષણ નિકાસ કરી છે.

સંરક્ષણ પ્રધાન (Defence Minister) રાજનાથ સિંહે (Rajnath Singh) જણાવ્યું કે: “આ સફળતા દેશના મજબૂત થઈ રહેલા સંરક્ષણ ઔદ્યોગિક આધારનો સ્પષ્ટ સંકેત છે. સરકારની નીતિઓ, નવી યોજનાઓ અને ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારીને કારણે આગામી વર્ષોમાં આ ક્ષેત્ર હજુ પણ વધુ ઝડપે આગળ વધશે.”
આ ઐતિહાસિક સિદ્ધિ સાથે ભારત હવે માત્ર પોતાની સૈન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે જ આત્મનિર્ભર નથી બની રહ્યું, પરંતુ વિશ્વના અન્ય દેશોને અદ્યતન સંરક્ષણ ઉપકરણો પૂરા પાડતા એક મોટા ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ (Global Manufacturing Hub) તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે.
Under the inspiring leadership of PM Shri @narendramodi, India’s defence production is reaching new heights every year. I am delighted to inform everyone that India’s annual defence production has surged to an all-time high of Rs 1.78 lakh crore in the Financial Year (FY)…
— Rajnath Singh (@rajnathsingh) June 17, 2026
