કોકરોચ જનતા પાર્ટીના (Cockroach Janata Party) વિરોધ પ્રદર્શન (Protest) માટે જંતર-મંતર (Jantar Mantar) પહોંચેલા સ્થાપક અભિજીત દિપકે (Abhijeet Dipke) બપોરે લગભગ 3:15 વાગ્યે ભારે ગરમી વચ્ચે વિરોધ સ્થળ છોડીને ગયા હતા. તેઓ સવારે 10:30 વાગ્યાની આસપાસ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા.

અગાઉ 6 મેના રોજ, શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની (Resign) માંગ સાથે જંતર-મંતર (Jantar MAntar) પર કોકરોચ જનતા પાર્ટીનો (Cockroach Janata Party) વિરોધ (Protest) નિર્ધારિત સમય કરતાં વહેલો સમાપ્ત થયો. પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે (Abhijeet Dipke) સવારે 10:30 વાગ્યે વિરોધ સ્થળ પર પહોંચ્યા. બપોરે વધતી ગરમી વચ્ચે તેઓ થોડીવાર માટે એર કન્ડીશનરમાં બેઠા પણ જોવા મળ્યા હતા.

ગરમીથી ત્રસ્ત થયેલા અભિજીત દીપકે (Abhijeet Dipke) એર કન્ડીશનરમાંથી વિરોધ સ્થળ પર પાછા તો ફર્યા, પરંતુ લગભગ 3:15 વાગ્યે ત્યાંથી નીકળી ગયા હતા. 4:15 વાગ્યા સુધીમાં, સમગ્ર જંતર-મંતર (Jantar Mantar) વિરોધ સ્થળ ખાલી થઈ ગયું હતું. પાર્ટીને દિલ્હી પોલીસ (Delhi Police) તરફથી સાંજે 5 વાગ્યા સુધી વિરોધ (Protest) ચાલુ રાખવાની પરવાનગી મળી ગઈ હતી. આ CJPનો પહેલો વિરોધ હતો, જે સમયમર્યાદા પહેલા સમાપ્ત થયો.

કોકરોચ જનતા પાર્ટીનો (Cockroach Janata Party) વિરોધ સમાપ્ત, દીપકેએ શું કહ્યું?
કોકરોચ જનતા પાર્ટીનો (Cockroach Janata Party) વિરોધ નિર્ધારિત થયેલા સાંજે 5:00 વાગ્યા પહેલા જ સમાપ્ત થઈ ગયો હતો. વિરોધ સમાપ્ત થયા પછી અભિજીત દિપકેએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, “હું મારા માતા-પિતાને મળવા ઘરે જઈ રહ્યો છું. તેમને છેલ્લે જોયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં તેઓએ ઘણું સહન કર્યું છે અને ધમકીઓને કારણે તેમનું ઘર છોડવું પડ્યું છે. હું તેમને ઘરે પાછા લઈ જઈ રહ્યો છું.”
Going home to see my parents, it’s been more than a year since I last met them. They've suffered a lot over the last 15 days and had to leave home because of threats. Will be taking them back to home.
— Abhijeet Dipke (@abhijeet_dipke) June 6, 2026
FYI, today’s protest was just a trailer. Thank you for showing up in such…
