- ડૉ. મિંગ યાનનું ટ્વીટર એકાઉન્ટ 16મી સપ્ટેમ્બરે સસ્પેન્ડ કરાયું
- ડૉ. મિંગ યાન ચાઈનીઝ વાયરોલોજીસ્ટ છે.
- ડૉ. મિંગે કહ્યું હતું કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવાયો છે.
ચાઈનીઝ વાયરોલોજીસ્ટનુ એકાઉન્ટ સસ્પેન્ડ
ટ્વીટરે ચાઈનીઝ વાયરોલોજીસ્ટ ડૉ. લી મિંગ યાન જેમણે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવાયો છે એવું નિવેદન કર્યું હતું તેમનું એકાઉન્ટ 16મી સપ્ટેમ્બરે સસ્પેન્ડ કરી દીધું હતું.
ટ્વીટરે ડૉ. મિંગ ચીન વિરોધી વિવાદાસ્પદ દાવા કરી રહ્યા છે એવી ચેતવણી આપી

ટ્વીટર દ્વારા ડૉ. મિંગ ને તેઓ કોરોના વાયરસ અને ચીન વિશે વિવાદાસ્પદ દાવા કરી રહ્યા છે એવી ચેતવણી આપવામાં આવી હતી.
ડૉ. લી મિંગ યાન ચાઈનીઝ વાયરોલોજીસ્ટ અને વ્હિસલ બ્લોઅર
ડૉ. લી મિંગ યાન ચાઈનીઝ વાયરોલોજીસ્ટ છે તથા વ્હિસલ બ્લોઅર તરીકે પણ જાણીતા છે.
કોરોના વાયરસ અંગે ડૉ. લી મિંગે કર્યો હતો સનસનાટીભર્યો દાવો
ડૉ. લી મિંગ યાને ત્યારે લાઈમ લાઈટમાં આવ્યા હતા જ્યારે તેમણે વિશ્વ આખાને ભરડામાં લેનારા કોરોના વાયરસ વિશે સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે કોરોના વાયરસ માનવ સર્જિત છે અને તેને વુહાન સ્થિત ચીનની સરકારી લેબમાં બનાવવામાં આવ્યો છે.
ડૉ. લી મિંગે પોતાની પાસે પુરાવા હોવાનું કહ્યું હતું

કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે બોલતા ડૉ. મિંગે જણાવ્યું હતું કે તેમની પાસે એ બાબતના પુરાવા છે જે સાબિત કરે છે કે “કોરોના વાયરસ વેટ ફુડ માર્કેટમાં નથી ઉદભવ્યો પરંતુ એના જિનોમ સિકવન્સમાં માનવીય હાથ દેખાય છે.”
માંસ માર્કેટમાં કોરોના વાયરસ ઉદભવ્યો એ સત્યને ઢાંકવાનો પ્રયત્ન
ડૉ. મિંગ આગળ વધીને જણાવે છે કે કોરોના વાયરસ વુહાનના માંસ માર્કેટમાં ઉદભવ્યો છે એ સત્યને ઢાંકવા ઊભું કરાયેલું તરકટ છે. ડૉ. મિંગે દાવો કર્યો છે કે કોરોના વાયરસ કુદરતી નથી. તેમણે વુહાનના સ્થાનિક ડોક્ટર્સ તથા બાતમીદાર પાસેથી જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ કુદરતી નથી પરંતુ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે.
જ્યાં કોરોના વાયરસ તૈયાર કરવામાં ચીન સરકારની સંડોવણી ?

ડૉ. લી મિંગ યાને જણાવ્યું હતું કે વુહાનની જે લેબોરેટરીમાં કોરોના વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે એ લેબોરેટરી ચીન સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અર્થાત્ સરકારી લેબોરેટરી છે.
