Pakistan
Spread the love

પાકિસ્તાનનો (Pakistan) ખૈબર પખ્તુનખ્વા પ્રાંત (Khyber Pakhtunkhwa) શનિવારે બેક-ટુ-બેક બે બોમ્બ બ્લાસ્ટથી (Bomb Blast) ધ્રુજી ઉઠ્યો છે. પ્રાંતના બન્નુ જિલ્લામાં રોડ કિનારે થયેલા આ બે પ્રચંડ વિસ્ફોટોમાં (Bomb Blast) ઓછામાં ઓછા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલાની ગંભીરતાને જોતાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

વૅનને નિશાન બનાવી કરાયો પ્રથમ બ્લાસ્ટ

બન્નુ જિલ્લાના પોલીસ અધિકારી (DPO) યાસિર અફરીદીએ (Yaser Afridi) ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, આ વિસ્ફોટો જિલ્લાના માર્કા બેરા (Marka Bera) વિસ્તારમાં થયા હતા. એક પેસેન્જર વૅન હાથી ખેલ ગામથી બન્નુ શહેર તરફ જઈ રહી હતી, ત્યારે જ રોડ કિનારે લગાવવામાં આવેલો આઈઈડી (IED) બ્લાસ્ટ થયો હતો. આ પ્રથમ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની ચપેટમાં આવવાથી વૅનમાં સવાર ૫ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

બચાવ કામગીરી કરવા આવેલા લોકોને બનાવ્યા નિશાન

પ્રથમ બ્લાસ્ટના થોડા જ સમય બાદ, જ્યારે આસપાસના લોકો અને બચાવ દળના સભ્યો રાહત અને બચાવ કામગીરી (Rescue Work) માટે ઘટનાસ્થળે દોડી આવ્યા, ત્યારે જ તે જ જગ્યાએ બીજો બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. આ બીજા વિસ્ફોટમાં મદદ માટે આવેલા લોકોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં વધુ 2 લોકોના મોત થયા હતા અને એક વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું.

પાકિસ્તાનમાં (Pakistan) બેક-ટુ-બેક બ્લાસ્ટ

પાકિસ્તાનમાં (Pakistan) થયેલા બેક-ટુ-બેક બોમ્બ બ્લાસ્ટમાં સૌપ્રથમ રોડ કિનારે આઈઈડી (IED) દ્વારા પેસેન્જર વૅન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે થયો હતો જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. બીજા બ્લાસ્ટ (Bomb Blast) દ્વારા બચાવ કામગીરી માટે એકત્રિત થયેલા લોકોને નિશાન બનાવાયા હતા જેમાં 2 લોકોના મોત થયા અને ૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

કોઈ સંગઠને જવાબદારી લીધી નથી, સીએમ દ્વારા તપાસના આદેશ

આ લોહિયાળ હુમલાની જવાબદારી હજુ સુધી પાકિસ્તાનના (Pakistan) કોઈ પણ આતંકવાદી સંગઠન (Terrorist Group) કે જૂથે લીધી નથી. ઘટના બાદ તમામ ઘાયલો અને મૃતકોના શબોને નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે.

પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વાના (Khyber Pakhtunkhwa) મુખ્યમંત્રી સોહેલ અફરીદીએ (Sohail Afridi) આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને તેને “અત્યંત દુઃખદ” અને “હૃદયદ્રાવક” ગણાવી છે. તેમણે પોલીસ વડા પાસે આ ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે અને બ્લાસ્ટ પાછળની પરિસ્થિતિની ઊંડી તપાસ કરવા આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ખાતરી આપી છે કે પ્રાંત સરકાર આ મુશ્કેલ સમયમાં તમામ પ્રભાવિત પરિવારોને પૂરેપૂરી મદદ કરશે અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *