WhatsApp
Spread the love

‘વોટ્સએપ (WhatsApp) યુનિવર્સિટી’, ‘ફેસબુક મહાવિદ્યાલય’, ‘ઈન્સ્ટાગ્રામ ઈન્સ્ટિટ્યૂટ’ અને ‘યુટ્યુબ એકેડેમી’ના ‘પરમ જ્ઞાનીઓ’ અને નૂતન જ્ઞાનયુગ માનવજાતના ઇતિહાસમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુરાતન કાળમાં ગુરુકુળો, પાઠશાળાઓ અને ત્યારબાદના સમયમાં મસમોટી યુનિવર્સિટીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું એનું સ્મરણ કરાવી જાય છે. આ ગુરુકુળો અને પાઠશાળાઓમાં સાવ જ નિ:શુલ્ક જ્ઞાન (શિક્ષણ નહી હવે) આપવામાં આવતું હતું. પછી માનવ આધુનિક થતો ગયો, પુરુષ ધોતીને બદલે પેન્ટ તથા મહિલાઓ સાડીને બદલે જીન્સ પહેરતા થયા, માથેથી ટોપી ગઈ અને હેટ આવી, સાડીનો પાલવ ગયો અને કેપ આવી ગઈ એવા આજના આધુનિક અને “ડિજિટલ” ભારતમાં એવી ઘણી જૂની પુરાણી પદ્ધતિઓને આઉટડેટ ગણીને ફગાવી દેવાઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હવે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ‘જ્ઞાન’ માટે યુનિવર્સિટીઓમાં કે અન્ય ક્યાંય નથી જવાનું વિશ્વની સૌથી મોટી, સૌથી ઝડપી અને સૌથી ‘વિશ્વસનીય’ યુનિવર્સિટીઓ આપણી આંગળીના ટેરવે નાચતી થઈ ગઈ છે — હા, હવે નાચે છે એ યુનિવર્સીટીઓ આપણી આંગળીના ટેરવે. આ યુનિવર્સીટીઓમાં સર્વોત્તમ છે ‘વોટ્સએપ યુનિવર્સિટી’ (WhatsApp University), આ ઉપરાંત ‘ફેસબુક મહાવિદ્યાલય‘ (Facebook High School), ‘ઈન્સ્ટાગ્રામ ઈન્સ્ટિટ્યૂટ‘ (Instagram Institute) અને ‘યુટ્યુબ એકેડેમી‘! (YouTube Academy), આની સાથે સાથે કેટલીક ચાઈનીઝ (Chinese) નિશાળો પણ પણ ઉપ્લબ્ધ છે આપણી સેવામાં અને એ પણ માત્ર થોડાક સો રુપિયાના રિચાર્જ કે બિલના ખર્ચે.

હવે સમય એવો આવી જ ગયો છે કે ડિગ્રી મેળવવા માટે 4 વર્ષ કોલેજ જવાની, અભ્યાસ કરવાની, રાત-દિવસ એક કરીને પુસ્તકો વાંચવાની કે પછી આંગળીઓ સુજી જાય, પગ થાકી જાય અને આંખો ફાટી જાય ત્યાં સુધી લાંબા-લાંબા એસાઈન્મેન્ટ લખવાની અને પરીક્ષા આપવા જવાની તથા પરીક્ષામાં સમ્પ્લિમેન્ટરીઓ ભરવાની (કાપલીઓમાંથી જોઈને કોણ બોલ્યું?) જરાય જરૂર નથી. સવારે ઉઠીને છ- સાડા છ ઈંચના કેમ્પસનો ગેટ ખોલવાનો અને બધી યુનિવર્સીટીઓના તાળા એકસાથે ખુલી જાય.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગુડ મોર્નિંગના મેસેજ સાથે વોટ્સએપ ((WhatsApp) ખોલો, નોટિફિકેશનના અવાજે ફેસબૂક (Facebook) મહાવિદ્યાલયનો દરવાજો ખોલો, રીલ્સના (Reels) કેટલા વ્યુ આવ્યા એવા કુતુહલથી ઈન્સ્ટાગ્રામ (Instagram) ઈંસ્ટીટ્યુટની ઈંટોને ખસેડો અને કાલે અધુરી રાખેલી વેબસિરિઝને (Web Series) આગળ જોવા યુટ્યુબ (YouTube) એકેડેમીની બેન્ચ ઉપર બેસી જાવ એટલે આંગળીના ટેરવે ઇતિહાસ, વિજ્ઞાન, મેડિકલ, રાજકારણ અને ખગોળશાસ્ત્ર જેવા તમામ વિષયો આંગળીના ટેરવે નાચતા જોવા મળે, બસ પછી એને ફોરવર્ડ કરવાની પ્રેક્ટીસ ચાલુ કરી દો, અર પહેલાના સમયમાં જેમ સ્લેટમાં એકડા અને કક્કો બારાખડી ઘુંટાવતા હતા એમ જ બસ ફોરવર્ડ કરીને ઘુંટયા કરો એટલે માસ્ટર્સની ડિગ્રી મફતમાં મળી જાય! જોકે આ શૈક્ષણિક ઉદ્યોગના માંધાતાઓની કેટલીક બાબતોમાં મોનોપોલી છે યુ નો? ઓહ્હ, યુ ડોન્ટ નો? લેટ મી ટેલ યુ…

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વોટ્સએપ યુનિવર્સિટી (WhatsApp University): ‘ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ’ ડિપાર્ટમેન્ટ

સૂત્રોના જણાવ્યા અનુસાર વોટ્સએપ યુનિવર્સિટીના (WhatsApp University) પ્રોફેસરોના લિસ્ટમાં “નાસાના (NASA) વૈજ્ઞાનિકો”, ઓક્સફર્ડના (Oxford) અર્થશાસ્ત્રીઓ, જીનિવાના (Geneva) જીવ વિજ્ઞાનીઓ, રશિયાના (Russia) રસાયણશાસ્ત્રીઓ, ફ્રાન્સના (France) ફિઝિકસના વિદ્વાનો, ઑસ્ટ્રેલિયાના (Australia) અવકાશશાસ્ત્રીઓ, ઈટાલીના (Italy) એન્જીનનીયરો, ચીનના (China) ચોરંટાઓ અને આ લિસ્ટનો કોઈ અંત જ નથી. જોકે આ લિસ્ટની એક સૌથી જબરદસ્ત ખૂબી છે કે જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રોફેસરોના નામ આપણે જાતે જ રાખી શકીએ છીએ. આ વોટ્સએપ યુનિવર્સિટીના (WhatsApp University) એવી અદ્ભૂત યુનિવર્સીટી (University) છે જ્યાં રિપોર્ટસ બનાવવા માટે રિસર્ચ કરવાની કોઈ આવશ્યકતા નથી બસ આપની આંગળીઓ અને આપના મોબાઈલ ફોનનું કીપેડ ચાલવું જોઇએ.

એક વખત રિપોર્ટ બની જાય એટલે એને લાગતા વળગતા દેશના જાતે જ બનાવેલા પ્રોફેસરના નામે ચઢાવીને ફોરવર્ડ કરી દેવાનો વોટ્સએપ યુનિવર્સિટીના (WhatsApp University) ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ ડિપાર્ટેમેન્ટને. આ ડિપાર્ટેમેન્ટની રિચ (યસ્સ રિચ) યુનિવર્સીટીના બધા જ કેમ્પસમાં છે તેથી તે બધા જ કેમ્પસમાં છેક ઉંડે ઉંડે સુધી પહોંચાડી દેશે અને પછી જ્ઞાનના વિસ્તારનો આરંભ થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વોટ્સએપ યુનિવર્સિટીના (WhatsApp University) ‘ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ’ ડિપાર્ટમેન્ટ દ્વારા ફોરવર્ડ કરવામાં આવેલા આ ‘વિખ્યાત’ પ્રોફેસરોએ પોતાની આંગળીઓ અથક રીતે કીપેડ ઉપર ચલાવીને તૈયાર કરેલા રિપોર્ટસ ઉપર પ્રશ્ન કરવાની સખત મનાઈ છે તેથી તે રિપોર્ટ અને તેમાં રહેલું બ્રહ્માંડ શ્રેષ્ઠ જ્ઞાન બસ આગળ વધતું જ જાય છે, વધતું જ જાય છે. ચલો આ જ્ઞાન વધવાના કેટલાક નમૂના અહીં રજૂ કરી રહ્યો છું.

  • જો આપના કેમ્પસમાં (મોબાઈલમાં) કોઈ વોટ્સએપ યુનિવર્સિટીના (WhatsApp University) ‘ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ’ ડિપાર્ટમેન્ટ ના જ્ઞાની દ્વારા ફોરવર્ડ કરેલું જ્ઞાન આવે કે “લીંબુના બે ટીપાં નાકમાં નાખવાથી તમામ રોગ ગાયબ થઈ જાય”, તો આપે તુરંત માન્ય રાખવું પડે, કારણ કે એ મેસેજ કોઈ લિંક કે પુરાવા વગર પણ 50 ગ્રુપમાં શેર કરવાનો ટાર્ગેટ પુરો કરીને સાબિત થઈ ચૂકેલું છે!
  • જો વોટ્સએપ યુનિવર્સિટીના (WhatsApp University) ‘ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ’ ડિપાર્ટમેન્ટ દ્વારા આવેલા જ્ઞાનની નીચે લખ્યું હોય કે “આ મેસેજ 11 લોકોને મોકલો તો સાંજે સારા સમાચાર મળશે”, તો એ ફોરવર્ડ થિયરીથી સાબિત થઈ થયેલું જ્ઞાન હોઈ જુના પુરાણા આઉટડેટેડ વિજ્ઞાનને ધાબે મૂકીને તરત જ એ માને લેવાનું અને ફોરવર્ડ કરવાના કામમાં લાગી જવાનું. તર્ક કરવા કે સત્યતા ચકાસવી એ તો આ યુનિવર્સિટીના નિયમોની વિરુદ્ધ છે

ફેસબુક મહાવિદ્યાલય અને ઈન્સ્ટાગ્રામ ઈન્સ્ટીટ્યુટ: ‘જજમેન્ટલ’ અને ‘રીલ્સ’ વિભાગ

ફેસબુક (Facebook) મહાવિદ્યાલય એવો મંચ છે જ્યાં દરેક વ્યક્તિ વગર પગારનો આંતરરાષ્ટ્રીય રાજકીય, અર્થશાસ્ત્ર (Economics), રસાયણશાસ્ત્ર (Chemistry), ફીઝીક્સ (Physics), બાયોલોજી (Biology), ખાણ અને ખનીજ વિજ્ઞાન (Mines and Minerals Science, ડીએનએ (DNA) વિજ્ઞાન વગેરેના વિશ્લેષક છે. દેશની અર્થવ્યવસ્થા (Economy) કે સરહદની સુરક્ષા કેવી રીતે સંભાળવી, એની તમામ ઉત્તમ સલાહો ફેસબુક મહાવિદ્યાલય (Facebook High School) અને ઈન્સ્ટાગ્રામ ઈન્સ્ટીટ્યુટની (Instagram Institute) કોમેન્ટ સેક્શનમાં મળી રહે છે.

બીજી તરફ, ઈન્સ્ટાગ્રામ (Instagram) ઈન્સ્ટીટ્યુટ એવો વિભાગ છે જ્યાં ફેસબૂક મહાવિદ્યાલય (Facebook High School) અને વોટ્સએપ યુનિવર્સીટીમાં (WhatsApp) અથાક પરીશ્રમના રિસર્ચથી તૈયાર થયેલા થિસીસોના જ્ઞાનના નાના નાના ટુકડા કરીને માત્ર  30 સેકન્ડની રીલ (Reel) બનાવીને ઈન્સ્ટાગ્રામ (Instagram) ઈન્સ્ટીટ્યુટ તથા ફેસબૂકના (Facebook) ફોર્વર્ડેડ એઝ રિસીવ્ડ ડિપાર્ટમેન્ટ ઉપર અપલોડ કરવામાં આવે છે અને ત્યાંથી લિંક બનીને પાછો એ જ્ઞાનનો ટુકડો વોટ્સએપ યુનિવર્સિટી (WhatsApp University) પર આવી જાય છે.

આ બન્ને જગ્યાએ ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ ઈન્સ્ટીટ્યુટ ઉપર આંગળીઓ ફેરવતા ફેરવતા માણસની આંખો સમક્ષ એ રીલ્સ આવે ત્યારે માણસ તેમાંથી ડિપ્રેશન, ત્વચાના રોગો કે માનસિક તણાવનો ઈલાજ તો શોધી જ લે છે સાથે સાથે એ આખા વિશ્વના પ્રશ્નો શા માટે ઉભા થયા છે અને એનો ઉત્તર શો હોય તથા વિશ્વ સમક્ષ કેવી કેવી સમસ્યાઓ છે અને તેને કેવી રીતે ઉકેલી શકાય તેના જ્ઞાનના પોટલા ભરીને ફોરવર્ડ એઝ રિસીવ્ડની ડીગ્રીના નિયમોનું પાલન કરી ફોરવર્ડ કરી દે છે. આ એ જગ્યા છે જેમાં “15 સેકન્ડમાં ડાયાબિટીસ ગાયબ” કરવાની રીલ બનાવનાર 20 વર્ષનો ઈન્ફ્લુએન્સર હવે જોનારા માટે ‘એમ.ડી. ડોક્ટર’ કરતાં પણ મોટો નિષ્ણાત બની ગયો છે!

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુટ્યુબ એકેડેમી: થમ્બનેલ સાયન્સ

યુટ્યુબનું (YouTube) થમ્બનેલ (Thumbnail) સાયન્સ જુના જમાનાના ચોકલેટોના રેપર, દવાના ચળકતા ઝગમગતા રેપર કે પુસ્તકના આકર્ષક પુંઠાના જ્ઞાનને આધુનિક બનાવીને સાચવી રાખવાનું ગજબનું વિજ્ઞાન છે. વિષય ગમે તે હોય, એનું થમ્બનેલ (Thumbnail) અતિશયોક્તિથી ભરેલું હોવું જોઈએ — “આ વિડીયો (Video) જોઈને તમારા હોશ ઊડી જશે!” કે “જાણો એવું રહસ્ય જે વૈજ્ઞાનિકો પણ છુપાવી રહ્યા છે!” અને બસ, એ થમ્બનેલ (Thumbnail) જોઈને જ સત્ય સ્વીકારી જ લેવાનું હોય છે. અહીં 10 મિનિટનો વિડીયો આજના માણસને પરમાણુ વિજ્ઞાની કે ઇતિહાસકાર બની જવાની હવા ભરી શકે છે ત્યારે એક-એક બબ્બે કલાકથી લાંબા પોડકાસ્ટોની (Podcast) તો વાત જ ન પુછશો ત્યાં બેસીને જે ચર્ચાઓ થતી હોય છે તેનો જોટો સમગ્ર બ્રહ્માંડમાં ન જડે.

વોટ્સએપ યુનિવર્સિટી (WhatsApp University), ‘ફેસબુક મહાવિદ્યાલય’ (Facebook High School), ‘ઈન્સ્ટાગ્રામ ઈન્સ્ટિટ્યૂટ’ (Instagram Institute) અને ‘યુટ્યુબ એકેડેમી’ (YouTube Academy) માં એક વિશેષ યુનિવર્સીટી છે જેના સ્કોલર્સને ઓળખવા અત્યંત મુશ્કેલ છે. આ સ્કોલર્સનું કામ છે કોઇની વોલ ઉપર જઈને ઝીણવટપૂર્વક એના ઝુકાવની તપાસ કરવાની, પછી એણે ભુતકાળમાં કરેલી પોસ્ટ્સના સ્ક્રીનશોટ લેવાના, વોટ્સએપ (WhatsApp) યુનિવર્સીટીમાં અને ફેસબૂક મહાવિદ્યાલયમાં આવા ડાર્કવેબ (Dark Web) જેવા સ્કોલર્સની ઘણી વસ્તી છે. આ છુપા સ્કોલર્સ એટલા સહેલાઈથી નથી બનાતું એને માટે અલગ પ્રકારના કોર્સ ડિઝાઈન કરવામાં આવેલા છે જેની માહિતી એમને માઈન્ડ ટુ માઈન્ડ ફોરવર્ડ મેસેજ દ્વારા જ આપવામાં આવે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વાસ્તવિકતા અને કટાક્ષ

“જે માહિતી ફોરવર્ડ કરવાથી મગજને શાંતિ મળે, એ સત્ય; અને જે વિચારવા પર મજબૂર કરે, એ અફવા!” — આ આજનો નવો મંત્ર બની ગયો છે.

આપણે પુસ્તકો વાંચવાનું છોડી દીધું છે, ફેક્ટ-ચેક કે સત્યતાની તપાસ કરવાનું ભૂલી ગયા છીએ. કોઈ પણ માહિતી પાછળનું સત્ય શું છે, એ જાણવાની આપણી જિજ્ઞાસા મરી પરવારી છે. આપણને બસ એ જ ગમે છે જે આપણી વિચારધારાને અનુકૂળ હોય, પછી ભલે તે તદ્દન ખોટું કે કાલ્પનિક જ કેમ ન હોય તેને સાચું માની લેવાનું અને પછી દે ધનાધન ફોરવર્ડ કરે રાખવાનું.

પરિણામ શું?

આજનો માનવી વિજ્ઞાન અને ટેકનોલોજીના શિખરે પહોંચીને પણ “માહિતીના અતિસંતૃપ્ત કચરા” (Information Garbage) નો શિકાર બની રહ્યો છે. આપણે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં અફવાઓ રોકેટની ગતિએ દોડે છે અને સત્ય કાચબાની ગતિએ ચાલવાનો પ્રયત્ન કરતું રહે છે અને છતાંય ગંતવ્યસ્થાન સુધી પહોંચી શકવામાં અસમર્થ હોય એવો ભાસ થાય છે.

જો આપણે સોશિયલ મીડિયાના આ ચમકતા પણ પોલા, મિથ્યા જ્ઞાનના ચશ્મા ઉતારીને વિવેકબુદ્ધિનો ઉપયોગ નહીં કરીએ, તો ભવિષ્યમાં આપણી આવનારી પેઢીઓ ઇતિહાસના પુસ્તકો નહીં, પણ “વોટ્સએપ (WhatsApp), ફેસબૂક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram) કે યુટ્યુબ (YouTube) આર્કાઇવ્ઝ” ભણતી જોવા મળશે!


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

One thought on “કટાક્ષ લેખ: ‘વોટ્સએપ (WhatsApp) યુનિવર્સિટી’, ‘ફેસબુક મહાવિદ્યાલય’, ‘ઈન્સ્ટાગ્રામ ઈન્સ્ટિટ્યૂટ’ અને ‘યુટ્યુબ એકેડેમી’ ના ‘પરમજ્ઞાનીઓ’ અને આજનો નૂતન જ્ઞાનયુગ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *