Afghanistan
Spread the love

અફઘાનિસ્તાનના (Afghanistan) સ્ટાર બેટ્સમેન અઝમતુલ્લાહ ઉમરઝઈએ (Azmatullah Omarzai) ભારત વિરુદ્ધ રમાયેલી ત્રીજી વનડે (ODI) મેચમાં એક મોટો ઐતિહાસિક રેકોર્ડ (Record) પોતાના નામે કરી લીધો છે. ઉમરઝઈ (Azmatullah Omarzai) વનડે ક્રિકેટના (One Day Cricket) ઈતિહાસમાં સૌથી ઝડપી 50 સિક્સર ફટકારનારા વિશ્વના ટોચના બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ભારત સામેની મેચમાં ૨ શાનદાર છગ્ગા ફટકારીને તેમણે આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ તેઓ અફઘાનિસ્તાન (Afghanistan) માટે વનડેમાં સૌથી ઝડપી 50 સિક્સર મારનારા પ્રથમ બેટ્સમેન બની ગયા છે.

ભારત સામે અડધી સદી અને 105 રનની ભાગીદારી

ભારત વિરુદ્ધની આ ત્રીજી વનડે મેચમાં અફઘાનિસ્તાનના બેટસમેન (Afghanistan) અઝમતુલ્લાહ ઉમરઝઈએ (Azmatullah Omarzai) શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેમણે 56 બોલનો સામનો કરીને 2 છગ્ગાની મદદથી 50 રનની અર્ધસદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે અફઘાનિસ્તાનના (Afghanistan) કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (Hashmatullah Shahidi) સાથે મળીને ત્રીજી વિકેટ માટે 105 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ઉમરઝઈને ભારતીય બોલર પ્રિન્સ યાદવે (Prince Yadav) આઉટ કર્યો હતો.

આ ઇનિંગ સાથે જ ઉમરઝઈએ ભારત સામે વનડેમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે પોતાના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની (Hashmatullah Shahidi) બરાબરી કરી લીધી છે.

વનડેમાં સૌથી ઝડપી ૫૦ સિક્સર મારનારા ટોપ-૫ બેટ્સમેન

ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 50 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના (New Zealand) કોરી એન્ડરસનના (Corey Anderson) નામે છે, જેમણે 32 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. દરમિયાન, ઇંગ્લેન્ડના (England) લિયામ લિવિંગસ્ટોન (Liam Livingstone) આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે 50 છગ્ગાના આંકડા સુધી પહોંચવા માટે 34 ઇનિંગ્સનો સમય લીધો હતો.

દરમિયાન, અફઘાનિસ્તાનના (Afghanistan) અઝમતુલ્લાહ ઓમરઝાઈ (Azmatullah Omarzai) અને યુએઈના (UAE) મુહમ્મદ વસીમ બંનેએ તેમના ODI કારકિર્દીની 36મી ઇનિંગમાં 50 સિક્સર ફટકારી હતી. આ યાદીમાં ક્યાંય પણ કોઈ ભારતીયનું નામ નથી. શિમરોન હેટમાયર અને હેરી બ્રુકે 38-38 ઇનિંગ રમીને આ સિદ્ધિ મેળવી હતી.

અફઘાનિસ્તાન ક્રિકેટ (Afghanistan Cricket) માટે અઝમતુલ્લાહ ઉમરઝઈનો (Azmatullah Omarzai) આ રેકોર્ડ ખૂબ જ ગર્વ સમાન છે, ખાસ કરીને ભારત જેવી મજબૂત ટીમની બોલિંગ લાઇન-અપ સામે આ સિદ્ધિ મેળવવી તેમની આક્રમક બેટિંગ ક્ષમતા દર્શાવે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *