Hormuz Crisis
Spread the love

હોર્મુઝ સંકટના (Hormuz Crisis) કારણે પૂરા વિશ્વનું એનર્જી માર્કેટ હલી ગયું. પરંતુ, ભારતને આની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ખાસ કરીને એલપીજીને (LPG) લઈને ભારતની સપ્લાય ચેઈનનો પૂરો ખેલ બદલાઈ ગયો છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ (Hormuz Crisis) થવાના કારણે ભારતની રસોઈ ગેસ એલપીજી (LPG) આયાત રણનીતિ (Import Strategy) પૂરી રીતે બદલાઈ ગઈ છે. અમેરિકી-ઈરાન યુદ્ધ (USA-Iran War) પહેલાં જ્યાં ભારતની 90% થી વધુ આયાતી એલપીજી (Imported LPG) ગલ્ફ દેશોમાંથી (Gulf Countries) આવતી હતી, તે હવે ઝડપથી અમેરિકા (America) પર નિર્ભર થઈ રહી છે. હોર્મુઝ સંકટ (Hormuz Crisis) બાદ આવેલા ફેરફારનો સૌથી મોટો ફાયદો અમેરિકાને (Ameica) મળ્યો છે, જેને ભારત જેવું વિશાળ માર્કેટ મળી ગયું છે. વળી ભારતને લાંબુ અંતર, ઊંચા ફ્રેટ, યુદ્ધ જોખમ વીમો અને બદલાયેલા સપ્લાય રૂટના કારણે વધુ આયાત પડતર વેઠવી પડી રહી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુદ્ધ પહેલાં ગલ્ફ હતો સૌથી મોટો સપ્લાયર

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના (TOI) રિપોર્ટ મુજબ 2026ની શરૂઆત સુધી ભારત પોતાની આશરે 90% આયાતી એલપીજી (LPG) યુએઈ (UAE), સાઉદી અરેબિયા (Saudi Arabia), કતર (Qatar) અને કુવૈત (Kuwait) જેવા ગલ્ફ દેશોમાંથી (Gulf Countries) ખરીદતું હતું. આમાંથી મોટા ભાગના કાર્ગો હોર્મુઝમાંથી (Hormuz) થઈને ભારત પહોંચતા હતા. આ જ કારણ હતું કે ભારતની એલપીજી સપ્લાય (LPG Supply) ઘણે અંશે આ દરિયાઈ માર્ગ પર નિર્ભર હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હોર્મુઝ સંકટે (Hormuz Crisis) બદલી નાખ્યું પૂરૂં સમીકરણ

અમેરિકા-ઈરાન સંઘર્ષ (USA-Iran War) પછી હોર્મુઝ જળડમરૂમધ્યમાં (Strait Of Hormuz) જહાજોની અવરજવર પ્રભાવિત થઈ. આ હોર્મુઝ સંકટના (Hormuz Crisis) કારણે કેટલીય શિપિંગ કંપનીઓએ જોખમ વધવાના કારણે જહાજ મોકલવાનું ટાળ્યું, જ્યારે ફ્રેટ અને યુદ્ધ જોખમ વીમો ઝડપથી મોંઘા થઈ ગયા. પરિણામ એ આવ્યું કે ભારતને વૈકલ્પિક સ્રોતોમાંથી એલપીજી (LPG) ખરીદવી પડી અને અમેરિકા (America) સૌથી મોટો સપ્લાયર બની ગયું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકાને મળ્યું ભારત જેવું મોટું માર્કેટ

નવેમ્બર 2025માં ભારતની સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે (HPCL) અમેરિકા (America) પાસેથી 22 લાખ ટન એલપીજી (LPG) ખરીદવાનો પહેલો વાર્ષિક કરાર કર્યો હતો. પરંતુ હોર્મુઝ સંકટ (Hormuz Crisis) પછી અમેરિકી નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. જૂન 2026માં ભારતે અમેરિકા પાસેથી 10 લાખ ટનથી વધુ LPG ખરીદી અને જુલાઈમાં અમેરિકાનો હિસ્સો ભારતના કુલ એલપીજી આયાતમાં (LPG Import) 73% સુધી પહોંચી ગયો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હોર્મુઝ સંકટ (Hormuz Crisis) પહેલા જાન્યુઆરીમાં આ હિસ્સેદારી માત્ર 12% હતી. જાન્યુઆરી-જુલાઈ 2026 દરમિયાન અમેરિકાએ ભારતને 36 લાખ ટન એલપીજી (LPG) સપ્લાય કર્યો, જ્યારે યુએઈ (UAE), સાઉદી અરેબિયા (Saudi Arabia), કતર (Qatar) અને કુવૈતમાંથી (Kuwait) સંયુક્ત સપ્લાય 13 લાખ ટન રહી. પહેલીવાર અમેરિકા ભારતનો સૌથી મોટો સિંગલ એલપીજી (LPG) સપ્લાયર બની ગયો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતને કેમ ચૂકવવી પડી રહી છે વધુ કિંમત?

અમેરિકા (America) પાસેથી એલપીજી (LPG) ખરીદવાનો મતલબ માત્ર ગેસ ખરીદવો નથી. અમેરિકાથી ભારતનું અંતર ગલ્ફ દેશોની (Gulf Countries) સરખામણીમાં ત્રણ ગણું વધુ છે. એવામાં જહાજોનું ભાડું, બળતણ ખર્ચ, વીમો અને યુદ્ધ જોખમ પ્રીમિયમ વધી જાય છે. હોર્મુઝ સંકટ (Hormuz Crisis) દરમિયાન ભારત આવનારા ઉર્જા કાર્ગોની લેન્ડેડ કોસ્ટ પર સીધી અસર પડી. નિષ્ણાતોનું કહેવું છે કે સૌથી મોટો પડકાર ગેસની ઉપલબ્ધતા નથી, પરંતુ ઊંચા ફ્રેટ અને લોજિસ્ટિક્સ ખર્ચ છે. આનો અંદાજો એ જ વાત પરથી લગાવી શકાય છે કે યુદ્ધ પહેલાં જ્યાં સુપરટેન્કરનું ચાર્ટર લગભગ 20 લાખ ડોલર પ્રતિ યાત્રા હતું, ત્યાં હવે કેટલાક કેસોમાં આ વધીને 2.3 થી 2.5 કરોડ ડોલર સુધી પહોંચી ગયું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

2027 સુધી હજુ વધશે અમેરિકી હિસ્સેદારી

હોર્મુઝ સંકટ (Hormuz Crisis) ઉભુ થયા બાદ ભારત હવે 2027 સુધી પોતાની કુલ એલપીજી (LPG) આયાત જરૂરિયાતનો ૨૫% ભાગ અમેરિકા પાસેથી ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આના માટે સરકારી તેલ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) લાંબા ગાળાના ટેન્ડર તૈયાર કરી રહી છે. ઇન્ડિયન ઓઇલ ખૂબ મોટા ગેસ કેરિયર (VLGC) જહાજોમાં હિસ્સેદારી ખરીદવાની યોજના પણ બનાવી રહી છે, જેથી અમેરિકાથી વધતી આયાતને સંભાળી શકાય.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *