વિરાટ કોહલીએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી વિદાય લઈ લીધી હતી. પરંતુ હવે વિરાટે ફરીથી T20 ઈન્ટરનેશનલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ માટે તેણે એક શરત રાખી છે.
વિરાટ કોહલીએ 2024માં ટી20 ક્રિકેટ વિશ્વ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. T20 ઈન્ટરનેશનલમાંથી સન્યાસ લેવાનું કારણ તેણે યુવા પેઢીને તક આપવાનું જણાવ્યું હતું. પરંતુ હવે તેણે ચોંકાવનારી વાત કહી છે. કોહલીએ કહ્યું છે કે તે તેની નિવૃત્તિ પાછી લઈ શકે છે. જો કે તેણે આ માટે એક શરત મૂકી છે. શું છે તે શરત અને શા માટે કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરવાની વાત કરી?

કઈ શરત રાખી વિરાટ કોહલીએ?
વિરાટ કોહલી 15 માર્ચે IPL 2025 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ સાથે જોડાયો હતો. ફ્રેન્ચાઇઝીએ તેમના આગમનને વધાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ અને તેના ફરીથી ક્રિકેટ રમવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેના ઉત્તરમાં કોહલીએ T20માંથી નિવૃત્તિ પરત લેવાની વાત કરી હતી. તેણે કહ્યું, ‘હું ઓલિમ્પિક રમવા માટે નિવૃત્તિ પરત નહી લઉં. પરંતુ જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે અને આપણે ગોલ્ડ મેડલ જીતવા માટે મેચ રમવાના હોઈશું તો હું તે એક મેચ રમવા ફરીથી મેદાને ઉતરીશ. હું મેડલ લઈશ અને ઘરે પાછો આવતો રહીશ. ઓલિમ્પિક મેડલ જીતવો તે શાનદાર બાબત છે.’
Virat Kohli is talking about the Indian Cricket Team in the Olympics.
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 15, 2025
– Virat Kohli said, "I will not come back from retirement to play the Olympics. pic.twitter.com/OM9Nlb2Kj5
કોહલીએ જો કે ફરી આ ફોર્મેટમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ તેનું પુનરાગમન મુશ્કેલ જણાય છે. તેણે મજાકીયા અંદાજમાં આ વાતો કહી હતી. અર્થાત તે T20 ફોર્મેટમાંથી સન્યાસ પરત લેવાની કોઈ જાહેરાત કરવાનો નથી. આ ઈવેન્ટમાં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે પણ વાત કરી હતી.

વિરાટ ક્ષેત્ર સન્યાસ પછી શું કરશે?
વિરાટ કોહલીએ પોતે ક્ષેત્ર સન્યાસ બાદ શું કરવા માંગે છે તેનો પણ ખુલાસો કર્યો હતો. કોહલીએ કહ્યું કે અત્યારે તે કંઈ નથી જાણતો કે તે શું કરશે. પરંતુ કદાચ સંભવ છે કે જેટલો થઈ શકે એટલો વધુ પ્રવાસ કરવાનો પ્રયાસ કરશે. જ્યારે કોહલીએ આ જ સવાલ પોતાના સાથી ખેલાડીને પૂછ્યો તો તેને પણ આવો જ જવાબ મળ્યો. વિરાટ કોહલીએ કહ્યું, સાચું કહું તો મને નથી ખબર કે નિવૃત્તિ પછી હું શું કરીશ. તાજેતરમાં મેં એક સાથી ખેલાડીને આ જ પ્રશ્ન પૂછ્યો અને મને તે જ જવાબ મળ્યો. હા, પણ કદાચ હું ખૂબ પ્રવાસ કરીશ.

[…] પી શ્રીનિવાસન સાંજે તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે આકાશમાંથી તેના […]