Hafiz Saeed
Spread the love

ભારતનો દુશ્મન નંબર વન જહન્નમ પહોંચી ગયો? પાકિસ્તાની આતંકી (Pakistani Terrorist) હાફિઝ સઈદને (Hafiz Saeed) લઈને પાકિસ્તાનમાંથી મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ (Hafiz Saeed) માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનમાં એવી ગુપ્ત ચર્ચા ચાલી રહી છે કે આતંકવાદી હાફિઝ સઈદનો ખેલ પણ ખતમ થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને પાકિસ્તાની હેન્ડલ્સ પર હાફિઝ સઈદ (Hafiz Saeed) પર હુમલાના દાવા કરવામાં આવી રહ્યા છે. હાફિઝ સઈદ X પર ટ્રેન્ડ કરી રહ્યો છે. X પરન અનેક હેન્ડલ ઉપરથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ચીફ, જમાત-ઉદ-દાવાનો વડો અને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ (Hafiz Saeed) પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝેલમ વિસ્તારમાં માર્યો ગયો છે. જો કે, આ દાવાઓને કોઈ આધિકારિક પુષ્ટિ મળી શકી નથી.

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર હાફિઝ સઈદ (Hafiz Saeed) ટ્રેન્ડમાં છે. તેની હત્યાની પોસ્ટથી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. અલગ-અલગ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે હાફિઝ સઈદ (Hafiz Saeed) પંજાબના જેલમ જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હાફીઝનો નજીકનો ગણાતો આતંકવાદી અબુ કતાલ સિંધી સ્થળ પર જ માર્યો ગયો હતો, ડ્રાઇવરનું પણ મોત થયું હતું.

ઘણા પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ્સ દાવો કરી રહ્યા છે કે હાફિઝ સઈદ (Hafiz Saeed) પણ એ જ વાહનમાં હતો જેની ઉપર હુમલો થયો. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને રાવલપિંડી લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. જો કે, આ અંગે કોઈ પુષ્ટિ નથી.

વીડિયોમાં હાફીઝ સઈદના (Hafiz Saeed) મોતનો દાવો

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે હાફિઝ સઈદની હત્યા થઈ ગઈ છે. જેલમ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. રાવલપિંડીની હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફૈઝલ નદીમ ઉર્ફે અબુ કતાલ સિંધીની હત્યાની પુષ્ટિ થઈ છે, પરંતુ તેની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે, જેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.

સોહ્સ્યલ મીડિયા ઉપર થઈ રહ્યા છે અનેક દાવા

પાકિસ્તાનમાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાફિઝ સઈદ માર્યો ગયો છે. જો કે, હજુ સુધી આની પુષ્ટી કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન સરકાર આ માહિતીને એકદમ ગુપ્ત રાખી રહી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે હાફિઝ સઈદના મોતનો દાવો કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ તેમના મૃત્યુની અફવા ફેલાઈ હતી. હવે જોવાનું એ રહે છે કે સોશિયલ મીડિયા અને પાકિસ્તાનમાં ચાલી રહેલી ગુપ્ત ચર્ચામાં કેટલું સત્ય છે. જોકે આ બધામાં સૌથી વધુ ચર્ચા ઈંગલેન્ડમાં રહેતા ઇમ્તિયાઝ મેહમૂદની પોસ્ટ સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવી રહી ચી જેમાં તેમણે દાવો કર્યો છે કે હાફીઝ સઈદ અને તેનો ભત્રીજા ફૈઝલ નદીમ માર્યો ગયો છે

ઈમરાન ખાનની પાર્ટીના નેતાનો દાવો

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ (PTI) ના એક નેતાએ પણ હાફિઝ સઈદને લઈને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોટો દાવો કર્યો છે. પીટીઆઈ નેતા સમદ યાકુબે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મારી માહિતી મુજબ હુમલામાં હાફિઝ સઈદ અને તેનો ભત્રીજો માર્યો ગયો છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદના કહેવા પ્રમાણે, હાફિઝ સઈદ ઠીક છે, પરંતુ તેના અવાજ અને બોલવાના ટોનથી એવું લાગતું નથી કે તે ઠીક છે.’

હાફિઝ સઈદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ છે. તે 26-11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ ઉપરાંત હાફિઝ સઈદ પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. ભારત સિવાય અન્ય ઘણા દેશોએ હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. અમેરિકાએ હાફિઝ સઈદ અને તેના સંગઠન પર ઈનામની પણ જાહેરાત કરી છે. હાફિઝ સઈદનું આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા છે. આ આતંકી સંગઠન પર લગભગ 1 કરોડ ડોલરનું ઈનામ છે. હાફિઝ સઈદ આતંકવાદી ફંડિંગ કેસમાં જેલમાં બંધ છે એવો પાકિસ્તન પ્રચાર કરે છે પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનમાં ખુલેઆમ ફરી રહ્યો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “હાફિઝ સઈદની (Hafiz Saeed) ગેમ ઓવર? ભારતના નંબર વન દુશ્મનનો ખાત્મો? પાકિસ્તાનમાં છાના ખૂણે ચાલતી ચર્ચા અને જાહેરમાં દાવા, જુઓ વિડિયો”
  1. […] પાકિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી આ દિવસોમાં પાકિસ્તાની સેના પર તબાહી મચાવી રહી છે. બલૂચ લડવૈયાઓએ રવિવારે પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને ઓછામાં ઓછા 90 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. આ ઘટના અંગે પાકિસ્તાની સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. […]

  2. […] લશ્કર-એ-તૈયબાનો (Lashkar-e-Taiba) આ આતંકવાદી અબુ સૈફુલ્લાહ નેપાળ દ્વારા આતંકવાદી નેટવર્કનું સંચાલન કરતો હતો. પાકિસ્તાનના સિંધ પ્રાંતના માટલી ફાલકારા ચોક પાસે અજ્ઞાત બંદૂકધારીઓએ (Unknown Gunmen) અબુ સૈફુલ્લાહની છાતીમાં ગોળીઓ ધરબી દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. લશ્કર-એ-તૈયબાનો (Lashkar-e-Taiba) આ આતંકવાદી ભારતમાં ત્રણ આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *