ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આજે 54 વર્ષના થઈ ગયા છે. આ ખાસ અવસરે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેમને એક મોટું સન્માન આપવા જઈ રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી પ્રભાવશાળી કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આજે (8 જુલાઈ) પોતાનો ૫૪મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે જ્યાં સમગ્ર રમત જગત અને ચાહકો સોશિયલ મીડિયા (Social Media) પર તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, ત્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સૌરવ ગાંગુલીના (Sourav Ganguly) જન્મદિવસ પર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મીડિયા અહેવાલો અનુસાર, સૌરવ ગાંગુલીને (Sourav Ganguly) તેમની શાનદાર અને ઐતિહાસિક કારકિર્દી માટે આઈસીસીના (ICC) ‘હોલ ઓફ ફેમ’ માં (Hall of Fame) સામેલ કરવામાં આવી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ સન્માન મેળવનારા 12મા ભારતીય બનશે સૌરવ ગાંગુલી (Sourav Ganguly)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પ્રદાન કરાતું હૉલ ઑફ ફેમ (Hall of Fame) સન્માન સૌથી મોટું સન્માન ગણાય છે. અત્યાર સુધીમાં કુલ 12 ભારતીય ક્રિકેટ ખેલાડીઓને આ સન્માન મળી ચૂક્યું છે, જેમાં બિશનસિંઘ બેદી (Bishan Singh Bedi), કપિલદેવ (Kapil Dev) અને સુનિલ ગાવસ્કરને (Sunil Gavaskar) 2009માં, અનિલ કુમ્બલેને (Anil Kumble) 2015માં, રાહુલ દ્રવિડને (Rahul Dravid) 2018માં, સચિન તેન્દુલકરને (Sachin Tendulkar) 2019માં, વિનુ માંકડને (Veenu Mankad) 2021માં, વિરેન્દ્ર સેહવાગને (Virender Sehwag) 2023માં, ભારતીય મહિલા ક્રિકેટના લિજેન્ડ ગણાતા ડાયના એદલજીને (Diana Edulji) 2023 માં તથા અન્ય મહિલા ક્રિકેટર નીતુ ડેવિડને (Neetu David) 2024માં, એમ. એસ. ધોનીને (M. S. Dhoni) 2025માં તથા હવે 2026માં સૌરવ ગાંગુલીને (Sourav Ganguly) આ સન્માન અપાવામાં આવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હોલ ઓફ ફેમમાં (Hall of Fame) સામેલ થતાં જ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) રમતના આ સૌથી મોટા એલિટ ક્લબમાં સ્થાન મેળવનારા ભારતના 12મા ક્રિકેટર બની જશે. બીજી તરફ, જો ભારતના પુરૂષ ક્રિકેટરોની વાત કરીએ તો, આઈસીસી (ICC) હોલ ઓફ ફેમમાં (Hall Of Fame) સામેલ થનારા તેઓ દેશના માત્ર 10મા પુરૂષ ખેલાડી હશે. નિવૃત્તિના આટલા વર્ષો પછી પણ ‘પ્રિન્સ ઓફ કોલકાતા’નું (Prince Of Kolkata) આ સન્માન સાબિત કરે છે કે વર્લ્ડ ક્રિકેટમાં (World Cricket) તેમના યોગદાનનું કદ કેટલું મોટું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘દાદા’ની શાનદાર ઇન્ટરનેશનલ કારકિર્દી
સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) માત્ર 20 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) ટીમ ઈન્ડિયામાં (Team India) ડેબ્યુ કર્યું હતું અને ત્યાર બાદ સતત 16 વર્ષ સુધી તેમણે ટીમ ઇન્ડિયાનો (Team India) અભિન્ન હિસ્સો રહ્યા. વર્ષ 2008 માં ક્રિકેટને અલવિદા કહેનારા ગાંગુલીએ બેટથી ઘણા બેજોડ રેકોર્ડ બનાવ્યા. તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 18,575 રન બનાવ્યા, જેમાંથી 11,363 રન વનડે ફોર્મેટમાં અને 7,212 રન ટેસ્ટ ફોર્મેટમાં આવ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વળી, સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી, જેમાં 21 માં વિજય, 13 માં પરાજય અને 15 મેચ ડ્રો રહી. આ સિવાય 146 વનડે મેચોમાં પણ ટીમની કમાન સંભાળી, જેમાં 76 મેચોમાં વિજય મેળવ્યો અને 65 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતીય ક્રિકેટલહલ DNA બદલી નાખ્યું
સૌરવ ગાંગુલીને માત્ર તેમની કેપ્ટનશીપના જીત-હારના રેકોર્ડ માટે જ યાદ નથી કરવામાં આવતા, પરંતુ તેઓ એક એવા લીડર હતા જેમણે ભારતીય ક્રિકેટનું ડીએનએ (DNA) બદલી નાખ્યું. 90ના દાયકામાં ભારતીય ટીમ ઘરમાં તો શેર ગણાતી હતી, પરંતુ વિદેશી પીચો પર અવારનવાર ઘૂંટણ ટેકવી દેતી હતી. ગાંગુલીએ કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ આ વિચારસરણી બદલી નાખી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગાંગુલીએ આખી ટીમ અને દેશને એવો વિશ્વાસ અપાવ્યો કે ટીમ ઇન્ડિયા (Team India) વિદેશી ધરતી પર જઈને પણ આંખમાં આંખ મિલાવીને મેચ જીતી શકે છે. ગાંગુલી એક ઉત્તમ લીડર હોવાની સાથે-સાથે પ્રતિભાને ઓળખનારા ઝવેરી પણ છે. તેમણે કટોકટીના સમયે યુવરાજ સિંહ (Yuvaraj Singh), મહેન્દ્ર સિંહ ધોની (M. S. Dhoni), ઝહીર ખાન (Zaheer Khan), વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag), હરભજન સિંહ (Harbhajan Singh)અને આશિષ નેહરા (Ashish Nehra) જેવા યુવા ખેલાડીઓને ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. વર્ષ 2008 માં ક્રિકેટના મેદાનથી દૂર થયા પછી પણ ગાંગુલી બીસીસીઆઈ (BCCI) ના પ્રમુખ અને અન્ય વહીવટી ભૂમિકાઓ દ્વારા આ રમત સાથે જોડાયેલા રહ્યા છે.
🚨Breaking: Sourav Ganguly to be inducted in ICC Hall of Fame (toi_gauravG)
— Infino Sports (@infinosports) July 8, 2026
– Today is also his birthday. Great news on a special day
– He will be the 12th Indian Cricketer to be added to the ICC Hall of Fame pic.twitter.com/aeOFb2H1ja
