અર્જુન રાજપૂતે (Arjun Rajput) અંડર 19 એશિયા કપમાં પાકિસ્તાનની બોલિંગ અને ફિલ્ડિંગના છોતરા ઉખાડતા તોફાની સદી ફટકારી હતી. અર્જુન રાજપુત વૈભવ સૂર્યવંશી બાદ ભારતીય ક્રિકેટ (Cricket) વિશ્વનો નવો ઉગતો ખેલાડી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જે પીચ પર વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) અને રાહુલ દ્રવિડ (Rahul Dravid) જેવા દિગ્ગજોના પુત્રો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા, તે જ 22 યાર્ડની પિચ પર છોલે-કુલચે વેચતા એક પિતાના લાડલાએ પાકિસ્તાન (Pakistan) સામે કમાલ કરી બતાવી. વાત થઈ રહી છે અર્જુન રાજપૂતની (Arjun Rajput), જેણે પાકિસ્તાની ટીમની બોલિંગ (Bowling) અને ફિલ્ડિંગના (Filding) છોતરા કાઢતા માત્ર 80 બોલમાં સદી ફટકારી દીધી. અર્જુન રાજપૂતની (Arjun Rajput) આ સદી એટલા માટે ખાસ છે કારણ કે જ્યારે તે ક્રિઝ પર આવ્યા ત્યારે ટીમ ઇન્ડિયાની (Team India) અંડર 19 (Under 19) ટીમ મુશ્કેલીમાં હતી, ટીમે 42 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અર્જુને આવતાની સાથે જ પાકિસ્તાની બોલરોની (Pakistani Bowler) ચોતરફ ધોલાઈ ચાલુ કરી દીધી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અર્જુન રાજપૂતની (Arjun Rajput) કમાલ સદી
અર્જુન રાજપૂતે (Arjun Rajput) 12મી ઓવરમાં ક્રિઝ પર પગ મૂક્યો તે સમયે ટીમનો રન રેટ પ્રતિ ઓવર 3 રનનો ચાલી રહ્યો હતો, પરંતુ આ ડાબોડી બેટ્સમેને પોતાના ચોથા બોલ પર જ ચોગ્ગો ફટકારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. રિઝવાનુલ્લાહ (Rizwanullah) અને નિકાબ શફીક (Niqab Shafiq) સામે તેણે આક્રમક અંદાજ અપનાવીને સદી ફટકારી. જેણે પોતાની વેધક બોલિંગથી ભારતીય ટોપ ઓર્ડરને હચમચાવી નાખ્યો હતો તે અલી રઝાને (Ali Raza) પણ અર્જુને ધોળે દિવસે તારા બતાવી દીધા હતા. અલી રઝાની (Ali Raza) ઓવરમાં અર્જુને એક શાનદાર છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. અર્જુન રાજપુતે (Arjun Rajput) 4 છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી માત્ર 80 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોણ છે અર્જુન રાજપૂત?
અર્જુન રાજપૂત (Arjun Rajput) જાલંધરનો (Jalandhar) રહેવાસી છે. તેના પિતાનું નામ હોતી રામ છે, જેઓ પહેલાં છોલે-કુલચેની લારી ચલાવતા હતા. તેમણે ગરીબી છતાં પોતાના પુત્ર અર્જુનને ક્રિકેટર બનાવ્યો. આ ડાબોડી બેટ્સમેને હરભજન સિંહ એકેડેમીમાંથી (Harbhajan Singh Academy) તાલીમ મેળવી છે. પોતાના ટેલેન્ટના દમ પર તેઓ પંજાબ (Punjab) અંડર 16 ટીમના કેપ્ટન બન્યા. વિનુ માંકડ ટ્રોફી (Vinu Mankad Trophy) અને કૂચ બિહાર ટ્રોફીમાં (Kuch Behar Trophy) શાનદાર પ્રદર્શન કરીને તેઓ અંડર 19 ટીમમાં (Under 19 Team) આવ્યો. ઉલ્લેખનીય છે કે આ ખેલાડી એક શ્રેષ્ઠ ઓફ સ્પિનર (Off Spiner) પણ છે. ગત મેચમાં આ ખેલાડીએ માત્ર 8 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
Mohammad Sayyam has been calling the shots today, but Arjun Rajput isn’t holding back! 💥 Watch India vs Pakistan in the DP World Men’s U19 Asia Cup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #INDvPAK https://t.co/XhUsMaoEBB
— Sony Sports Network (@SonySportsNetwk) November 8, 2026

