આઈપીએલ 2027 ના (IPL 2027) મિની-ઓક્શન માટે 18 દેશોના કુલ 1220 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 939 ભારતીય, 281 વિદેશી ક્રિકેટરો સામેલ છે. ઓસ્ટ્રેલિયામાંથી સર્વાધિક 53 ખેલાડીઓએ નામ આપ્યા છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા (40), વેસ્ટ ઈન્ડિઝ (36), ન્યૂઝીલેન્ડ (25) અને અફઘાનિસ્તાન (23) નો નંબર આવે છે. શ્રીલંકામાંથી 21, ઈંગ્લેન્ડમાંથી 16 અને બાંગ્લાદેશમાંથી 12 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

IPL મીડિયા રિલીઝ અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2027 (IPL 2027) પ્લેયર ઓક્શન (Player Auction) માટે કુલ 1220 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 939 ભારતીય અને 17 દેશોના 281 વિદેશી ક્રિકેટરો (Overseas Cricketers) સામેલ છે. તમામ ફ્રેન્ચાઈઝી (Frenchies) મળીને કુલ 66 ખાલી સ્લોટ (Slot) ભરશે. આ 66 સ્લોટમાંથી 25 સ્લોટ વિદેશી ખેલાડીઓના (Overseas Cricketers) છે. IPL 2027 નું ઓક્શન (Auction) 16 ડિસેમ્બરે ગોવામાં (Goa) યોજાશે. ઓક્શન પહેલાં, દસ ફ્રેન્ચાઈઝીઓએ (Frenchies) અગાઉથી જ 184 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં 55 વિદેશી ક્રિકેટરો (Overseas Cricketers) પણ સામેલ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
IPL 2027 ઓક્શન રજિસ્ટરમાં (Auction Register) 184 ‘કેપ્ડ’ ખેલાડીઓ (Capped Playes) (જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે), 994 ‘અનકેપ્ડ’ ખેલાડીઓ (Uncapped Players) (જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યા નથી) અને એસોસિએટ દેશોના (Associates Counties) 42 ખેલાડીઓ સામેલ છે. અનકેપ્ડ ખેલાડીઓમાં (Uncapped Players) 925 ભારતીય છે, જેમાંથી 127 ખેલાડીઓ ગત IPL સિઝનમાં રમી ચૂક્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

IPL 2027 માં કયા દેશોના કેટલા ખેલાડીઓ?
IPL 2027 માં વિદેશી ખેલાડીઓના (Overseas Cricketers) રજિસ્ટ્રેશનમાં ઓસ્ટ્રેલિયા (Australia) સૌથી આગળ છે, જ્યાંથી 53 ખેલાડીઓએ નામ આપ્યા છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા (40) (South Africa), વેસ્ટ ઈન્ડિઝ (36) (West Indies), ન્યૂઝીલેન્ડ (25) (New Zealand) અને અફઘાનિસ્તાન (23) નો (Afhganistan) નંબર આવે છે. શ્રીલંકામાંથી 21 (Srilanka), ઈંગ્લેન્ડમાંથી 16 (England) અને બાંગ્લાદેશમાંથી 12 (Bangladesh) ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

IPL 2027 માં એસોસિએટ દેશોમાં, USA માંથી સૌથી વધુ 13 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને નેપાળ (Nepal) છે, જ્યાંથી 10-10 ખેલાડીઓએ નામ આપ્યા છે. આયર્લેન્ડમાંથી 7 (Ireland), ઝિમ્બાબ્વેમાંથી 6 (Zimbabwe), નેધરલેન્ડમાંથી 3 (Netherland), જ્યારે કેનેડા (Canada), જાપાન (Japan) અને સ્કોટલેન્ડમાંથી (Scotland) 2-2 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
| દેશનું નામ | ખેલાડીઓની સંખ્યા | દેશનું નામ (એસોસિએટ/અન્ય) | ખેલાડીઓની સંખ્યા |
| ઓસ્ટ્રેલિયા | 53 | USA | 13 |
| દક્ષિણ આફ્રિકા | 40 | UAE | 10 |
| વેસ્ટ ઈન્ડિઝ | 36 | નેપાળ | 10 |
| ન્યૂઝીલેન્ડ | 25 | આર્યલેન્ડ | 7 |
| અફઘાનિસ્તાન | 23 | ઝિમ્બાબ્વે | 6 |
| શ્રીલંકા | 21 | નેધરલેન્ડ | 3 |
| ઈંગ્લેન્ડ | 16 | કેનેડા, જાપાન, સ્કોટલેન્ડ | 2-2 |
| બાંગ્લાદેશ | 12 |
છ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે ખેલાડીઓને
- 14 કેપ્ડ ભારતીય ખેલાડીઓ
- 170 કેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ
- 42 એસોસિએટ દેશોના ખેલાડીઓ
- 127 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ જેઓ ગત IPL સિઝનમાં રમી ચૂક્યા છે
- 798 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ
- 69 અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ
કઈ ટીમ પાસે કેટલું પર્સ
IPL 2027 માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયાનું પર્સ ઉપલબ્ધ છે, જે તમામ દસ ફ્રેન્ચાઈઝીઓમાં સૌથી વધુ છે. LSG બાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાસે 41.65 કરોડ રૂપિયાનું બીજું સૌથી મોટું પર્સ છે. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) પાસે 40.15 કરોડ રૂપિયા અને દિલ્હી કેપિટલ્સ (DC) પાસે 39.50 કરોડ રૂપિયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ગુજરાત ટાઈટન્સ (GT) પાસે સૌથી ઓછા, એટલે કે 8.75 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પાસે 14.15 કરોડ રૂપિયા છે. તમામ ફ્રેન્ચાઈઝી પાસે કુલ મળીને 295.60 કરોડ રૂપિયાની સેલેરી કેપ બચી છે.

કઈ ટીમમાં કેટલા ઉપલબ્ધ સ્લોટ
IPL 2027 માં ઉપલબ્ધ સ્લોટની વાત કરીએ તો, DC અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) પાસે નવ-નવ સ્લોટ છે, જ્યારે KKR પાસે આઠ સ્લોટ છે. LSG અને SRH પાસે સાત-સાત સ્લોટ છે, વળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) પાસે છ-છ સ્લોટ છે. RCB પાસે પાંચ સ્લોટ છે અને GT પાસે ત્રણ સ્લોટ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
4 ડિસેમ્બરે જારી થશે ફાઈનલ લિસ્ટ
હવે ફ્રેન્ચાઈઝી ઓક્શન રજિસ્ટરમાંથી તે ખેલાડીઓના નામ આપશે જેમને તેઓ ફાઈનલ પ્લેયર પૂલમાં સામેલ કરવા માંગે છે. ખેલાડીઓના સેટ સાથે ફાઈનલ ઓક્શન લિસ્ટ 4 ડિસેમ્બરે જારી કરવામાં આવશે.
The BCCI has said a total of 1,220 players feature on the Auction Register for the IPL 2027 Player Auction, comprising 939 Indian players and 281 overseas players from 17 countries. With 184 players already retained or picked by the franchises ahead of the auction, a maximum of 66 slots, including 25 overseas slots, are available to be filled. The register comprises 184 capped players, 994 uncapped players and 42 players from Associate Nations. Among the uncapped players, 925 are Indians, including 127 who have featured in previous IPL seasons. Australia leads the overseas registrations with 53 players, followed by South Africa (40), West Indies (36), New Zealand (25) and Afghanistan (23). The list also features players from Associate Nations, with the USA contributing 13 registrations, followed by the UAE and Nepal with 10 each. The franchises will now submit the names of players from the Auction Register they wish to be considered for inclusion in the final player pool. The final Auction List, along with the player sets, will be released on December 4.
— IANS (@ians_india) November 25, 2026

