પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીની (Abhishek Banerjee) મુશ્કેલીઓ સતત વધી રહી છે. કોલકાતામાં (Kolkata) સીઆઈડી (CID) દ્વારા ગુરુવારે ટીએમસીના (TMC) રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની (Abhishek Banerjee) આશરે 6 કલાક સુધી કડક પૂછપરછ કરવામાં આવી હતી.

આ પૂછપરછ પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભામાં (Assembly) પક્ષના વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) ની પસંદગી સંબંધિત દસ્તાવેજો પર કરવામાં આવેલી નકલી સહીના કેસમાં થઈ હતી. કોર્ટના (Court) આદેશ બાદ અભિષેક બેનર્જી (Abhishek Banerjee) સાંજે 5:50 વાગ્યે ભવાની ભવન સ્થિત સીઆઈડી (CID) મુખ્યાલય પહોંચ્યા હતા અને રાત્રે 11:30 વાગ્યે બહાર આવ્યા હતા. ત્યાંથી નીકળ્યા બાદ તેઓ સીધા પૂર્વ મુખ્યમંત્રી (EX CM) મમતા બેનર્જીને (Mamata Banerjee) મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.

CIDના એ 4 સવાલો, જેનાથી અભિષેક બેનર્જી અકળાયા
સૂત્રોના જણાવ્યા અનુસાર, 6 કલાકની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીએ મુખ્યત્વે ચાર સવાલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જો કે, અભિષેક બેનર્જીના (Abhishek Banerjee) જવાબોથી સીઆઈડી સંતુષ્ટ નહોતી અને પૂછપરછ દરમિયાન તેઓ ઘણી વખત ભડક્યા પણ હતા:
- શું તમારી પાસે એ ઓરિજિનલ (અસલ) પ્રસ્તાવ છે, જેની નકલ (કોપી) વિધાનસભા અધ્યક્ષ (Speaker) ને મોકલવામાં આવી હતી?
- વિપક્ષના નેતાની પસંદગી કરવા માટે 6 મે અને 19 મેના રોજ યોજાયેલી બે બેઠકોમાં પક્ષના કયા કયા નેતાઓ (Leaders) અને ધારાસભ્યો (MLA) હાજર હતા?
- શું તમને ખબર છે કે કેટલાક ધારાસભ્યોએ (MLAs) સત્તાવાર રીતે જણાવ્યું છે કે પ્રસ્તાવ પરની સહીઓ તેમની પોતાની નથી?
- કેટલાક ધારાસભ્યોએ (MLAs) ‘બ્લોક લેટર્સ’ (Block Letters) માં અને અન્ય ધારાસભ્યોએ (MLAs) સામાન્ય લખાણમાં સહીઓ કેમ કરી છે?
આખરે શું છે આ નકલી સહીનો વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ટીએમસી સુપ્રિમો (TMC Supremo) મમતા બેનર્જીના (Mamata Banerjee) કાલિઘાટ (Kali Ghat) સ્થિત નિવાસસ્થાને બોલાવવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકથી થઈ હતી. આ બેઠકમાં વિધાનસભામાં (Assembly) વિરોધ પક્ષના નેતાના (LoP) નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોપ છે કે આ બેઠક બાદ તૈયાર કરવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજો પર ઘણા એવા ધારાસભ્યોની (MLAs) સહીઓ (Signature) પણ કરી દેવામાં આવી, જેઓ વાસ્તવમાં તે બેઠકમાં હાજર જ નહોતા. આ મામલો સામે આવ્યા બાદ બંગાળના (Bengal) રાજકારણમાં મોટો હોબાળો મચી ગયો છે.

ત્રણ સમન ટાળ્યા બાદ કોર્ટના આદેશથી અભિષેક બેનર્જીને (Abhishek Banerjee) થવું પડ્યું હાજર
સીઆઈડી સમક્ષ હાજર થવા માટે અભિષેક બેનર્જીને (Abhishek Banerjee) અગાઉ ત્રણ નોટિસ (સમન) મોકલવામાં આવી હતી. જો કે, તેમણે બીમારી અને કલકત્તા હાઈકોર્ટમાં (Calcutta High Court) પડકાર અરજી દાખલ કરી હોવાનું કારણ આપીને આ સમનોને નજરઅંદાજ કર્યા હતા.

હાઈકોર્ટે (High Court) અભિષેક બેનર્જીને (Abhishek Banerjee) સીઆઈડીની (CID) કોઈ પણ દંડાત્મક કાર્યવાહી (ધરપકડ વગેરે) સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે. આ હાઈપ્રોફાઈલ કેસની (High Profile Case) આગામી સુનાવણી હવે બે અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.
સીઆઈડીએ (CID) અભિષેક બેનર્જીને (Abhishek Banerjee) આગામી રવિવાર, 14 જૂનના રોજ ફરીથી પૂછપરછ માટે હાજર થવા આદેશ આપ્યો છે.
Abhishek Banerjee Appears At CID Office In Signature Forgery Probe Case#AbhishekBanerjee #WestBengalhttps://t.co/IlWtjzzeYk
— ABP LIVE (@abplive) June 11, 2026
