વિદ્યાર્થીઓ વિરુદ્ધ થયેલી પોલીસ કાર્યવાહીના (Police Action) વિરોધમાં આજે વિપક્ષી પાર્ટીઓના સાંસદો (Opposition Parties MP) કાળા કપડાં (Black Clothes) પહેરીને સંસદ (Parliamnent) પહોંચ્યા અને પ્રદર્શન કર્યું. આ દરમિયાન તેમણે એક વાર ફરી ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની માંગ કરી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નીટ પેપર લીક (Neet Paper Leak), જંતર મંતર પર વિરોધ પ્રદર્શન (Jantar Mantar Protest) કરી રહેલા વિદ્યાર્થીઓ (Students) પર થયેલા લાઠીચાર્જના (LAthicharge) મુદ્દે વિપક્ષ (Opposition) ઘણું આક્રમક વલણ અપનાવતો જોવા મળી રહ્યો છે. બુધવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) -પ્રિયંકા ગાંધીના (Priyanka Gandhi) નેતૃત્વમાં એક વાર ફરી વિપક્ષે (Opposition) સંસદમાં (Parliament) સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો. આજે વિવિધ વિપક્ષી દળોના (Opposition Parties) સાંસદો (MP) વિરોધ દર્શાવવા કાળા કપડાં પહેરીને (Wearing black clothes) પહોંચ્યા અને સરકાર પર સરમુખત્યારશાહીનો આક્ષેપ લગાવતા ‘બ્લેક ડે’ (Black Day) મનાવ્યો. આ દરમિયાન મકર દ્વાર (Makar Dwar) પર વિપક્ષી સાંસદોએ (Opposition MPs) સરકાર વિરુદ્ધ પ્રદર્શન (Protest) કર્યું અને ધર્મેન્દ્ર પ્રધાનનું (Dharmendra Rradhan) રાજીનામું (Resignation) માંગ્યું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સંસદની અંદર વિપક્ષી પ્રદર્શનમાં (Opposition Protest) કોણ-કોણ?
આ પ્રદર્શનમાં લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ (Leaders of Opposition Parties) સામેલ હતા. કોંગ્રેસ (Congress) તરફથી જ્યાં ખુદ રાહુલ ગાંધી (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi), મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) હતા તો બીજી તરફ સપા (SP) તરફથી ખુદ અખિલેશ યાદવ (Akhilesh Yadav) પ્રદર્શનમાં હાજર હતા. પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) આ પ્રદર્શન બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું, “શું તમને લાગે છે કે આપણા લોકશાહીનું (Democracy) રક્ષણ થઈ રહ્યું છે? અમારી સાથે જે થયું, તે મહત્વનું નથી. અમે વિદ્યાર્થીઓની (Students) સાથે ઊભા છીએ અને તેમનો અવાજ ઉઠાવી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ (Students) સાથે જે થયું, શું તે સાચું હતું કે ખોટું? તે તમામ યુવાન વિદ્યાર્થીઓ છે. તેઓ પ્રદર્શન (Protest) કરી રહ્યા છે, અને આ કોઈ સામાન્ય પ્રદર્શન નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ એક વાસ્તવિક મુદ્દો છે, એક સાચી સમસ્યા છે. આ દેશના દરેક માતા-પિતા આ જાણે છે. આ દેશનો દરેક વિદ્યાર્થી આ જાણે છે. આ દેશનો દરેક શિક્ષક આ જાણે છે. દરેક કોઈ જાણે છે કે આ એક વાસ્તવિક મુદ્દો છે. વિદ્યાર્થીઓ માત્ર પોતાના અધિકારોની માંગ કરી રહ્યા છે… આ વિદ્યાર્થીઓ ખૂબ જ લગન અને સંઘર્ષ સાથે અભ્યાસ કરે છે જેથી પોતાના માટે એક ભવિષ્ય બનાવી શકે. તમે તે ભવિષ્યને બરબાદ કરી રહ્યા છો. આ દેશના યુવાનો માટે પૂરો શિક્ષણ બજેટ 1.4 લાખ કરોડ રૂપિયા છે. પરંતુ તમે અદાણી જી અને અંબાણી જીના 16 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી રહ્યા છો. ખેડૂતોને (Farmers) કશું નથી મળતું, ગરીબોને કશું નથી મળતું, અને વિદ્યાર્થીઓને કશું નથી મળતું.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
અખિલેશ યાદવે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું, “સરકાર પર એવું શું દબાણ છે કે તેઓ મંત્રીને હટાવી શકતા નથી?…અમે કાળા કપડાં પહેરીને આવ્યા છીએ. કાળો રંગ વિરોધનું પ્રતીક છે; આ દુઃખનો પણ રંગ છે.”

સરકાર પર ભડક્યા ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) કહ્યું, “મેં ગઈકાલે જ કહ્યું હતું કે આ લોકશાહી સરકાર નથી. તેઓ સરમુખત્યારની જેમ કામ કરી રહ્યા છે. તેઓ સાંસદોનું સન્માન નથી કરતા. તેઓ એ લોકોને પણ હેરાન કરે છે જેઓ નિયમો મુજબ વિરોધ કરે છે. BJP-RSS ના સ્વયંસેવકો બેજ વગર પોલીસ સાથે કામ કરે છે. તેઓ પરોક્ષ રીતે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ નેતાઓને ડરાવે-ધમકાવે છે…જો તમે અમારા વરિષ્ઠ નેતાઓને દબાવવાનો પ્રયાસ કરશો, તો લાખો લોકો ઊભા થઈ જશે. ત્યારે તમે તેમને નિયંત્રિત નહીં કરી શકો. અમે ડરવાના નથી, અમે લડતા રહીશું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે તમે જે કર્યું, તેના પર તમને પસ્તાવો થશે…અમે તેમને બતાવી દઈશું કે કોંગ્રેસ પાર્ટી અને INDIA ગઠબંધન લડતા રહેશે.”
🎥#WATCH | Wearing black clothes, Opposition MPs protest on the Parliament premises.
— Hindustan Times (@htTweets) July 22, 2026
Earlier this morning, Congress MP Pawan Khera told ANI that all Opposition MPs are wearing black today as a mark of "protest against what they have done to the students of this country in the… pic.twitter.com/EuX5fzo4Zw
