મહારાષ્ટ્રના (Maharashtra) સિયાસી ગલિયારામાં હાલ ‘ઓપરેશન ટાઈગર’ (Operation Tiger) જોરશોરથી ટ્રેન્ડ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) પાર્ટીમાં થયેલા મોટા ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં પણ મોટો ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્યમંત્રી (Chief Minister) એકનાથ શિંદે જૂથના (Eknath Shinde) વરિષ્ઠ નેતા કૃપાલ તુમાનેએ (Krupal Tumane) એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના (Shivsena UBT) 9 માંથી 7 લોકસભા સાંસદો (Lok Sabha MP) પક્ષ બદલવા માટે સંપૂર્ણ તૈયાર છે અને તેમની સાથેની અંતિમ વાતચીત પણ પૂરી થઈ ચૂકી છે. આ ઓપરેશનને ‘ઓપરેશન ટાઈગર’ (Operation Tiger) આપવામાં આવ્યુ છે.

ચોમાસુ સત્ર પહેલા પક્ષપલટાની તૈયારી, શિંદે છે ‘મુખ્ય ડોક્ટર’
શિંદે જૂથના નેતા કૃપાલ તુમાનેએ (Krupal Tumane) દાવો કર્યો છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના (Shivsena UBT) 7 સાંસદો આગામી ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા જ શિંદેની શિવસેનામાં (Shivsena) સત્તાવાર રીતે સામેલ થઈ જશે. તેમણે ઉમેર્યું કે, ‘ઓપરેશન ટાઈગર’ ની (Operation Tiger) તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આ ઓપરેશનના ‘મુખ્ય ડોક્ટર’ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) છે.” આ ઉપરાંત શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના (Shivsena UBT) 16 ધારાસભ્યો પણ શિંદે જૂથના સંપર્કમાં હોવાનો દાવો કરાયો છે.

ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં 9 માંથી માત્ર 4 સાંસદો જ હાજર રહ્યા!
બગાવતની આ આશંકાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) તાકીદે 4 જૂનના રોજ ‘માતોશ્રી’ (Matoshree) ખાતે પક્ષના સાંસદોની એક મહત્વની બેઠક બોલાવી હતી. પરંતુ આ બેઠકના પરિણામોએ પક્ષમાં ભંગાણના અહેવાલોને વધુ બળ આપ્યું છે. આ બેઠકમાં અરવિંદ સાવંત (Arvind Sawant), અનિલ દેસાઈ (Anil Desai), રાજાભાઉ વાજે (Rajabhau Waje) અને સંજય દિના પાટીલ (Sanjay Dina Patil) પ્રત્યક્ષ જોડાયા હતા જ્યારે સંજય દેશમુખ (Sanjay Deshmukh) અને નાગેશ પાટીલ આષ્ટીકર (Nagesh Bapurao Patil Ashtikar) ઓનલાઈન (Online) જોડાયા હતા. ઓમરાજે નિંબાળકર (Omraje Nimbalkar) પુત્ર હોસ્પિટલમાં હોવાની પૂર્વ માહિતી આપી હતી અને સંજય જાધવ (Sanjay Jadhav) અને ભાઉસાહેબ વાકચૌરે (Bhausaheb Wakchaure) ઉપસ્થિત નહોતા રહ્યા.
પક્ષપલટાનો કાયદો અને જરૂરી સંખ્યાબળ
લોકસભામાં (Lok Sabha) શિવસેના (UBT) પાસે હાલ કુલ 9 સાંસદો છે. જો ‘ઓપરેશન ટાઈગર’ (Operation Tiger) પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) બચવા માટે શિંદે જૂથને ચોક્કસ સંખ્યાબળની એટલે કે બે-તૃતીયાંશ (2/3) એટલે કે ઓછામાં ઓછા 6 સાંસદોની જરૂર પડશે. શિંદે જૂથનો દાવો છે કે તેમની સાથે 7 સાંસદો જોડાવા માટે તૈયાર છે.

ઉદ્ધવ ઠાકરેનું ભાવુક નિવેદન: “જવું હોય તો ખુશી-ખુશી જાવ”
સાંસદોની પાંખી હાજરી અને પક્ષમાં તૂટની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) મૌન તોડતા પોતાના નેતાઓને સંદેશ આપ્યો છે કે: “આજનો દિવસ કદાચ મારો ન હોય, પરંતુ આવતીકાલ ચોક્કસપણે મારી હશે. ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે અને આ બધું સહન કરવું પડશે. જો કોઈને પક્ષ છોડીને જવું જ હોય, તો તે ખુશી-ખુશી જઈ શકે છે.”
નોંધનીય છે કે જ્યારે અગાઉ ધારાસભ્યો તૂટ્યા હતા, ત્યારે પણ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) આ જ પ્રકારની ભાષા વાપરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદો હવે ઉદ્ધવના વલણથી નારાજ છે અને તેમને શિંદે જૂથમાં જોડાવામાં જ પોતાનો રાજકીય ફાયદો દેખાઈ રહ્યો છે.
સંજય રાઉતનો પલટવાર: ‘ઓપરેશન ટાઈગર’ (Operation Tiger) સામે ‘ઓપરેશન વુલ્ફ’
બીજી તરફ શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) તૂટના સમાચારોને માત્ર એક અફવા ગણાવી છે. તેમણે કેમેરા સામે આવીને પોતાની જાતને ‘ટાઈગર’ (Tiger) ગણાવતા કહ્યું કે, “પાર્ટીમાં બધું બરાબર છે (ઓલ ઈઝ વેલ). જો તેઓ ‘ઓપરેશન ટાઈગર’ (Operation Tiger) લાવશે, તો અમે તેના બદલામાં ‘ઓપરેશન વુલ્ફ’ (Operation Wolf) કરીશું.” જો કે, આ તમામ આક્ષેપો વચ્ચે જ્યારે એકનાથ શિંદેને (Eknath Shinde) સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું.
VIDEO | Maharashtra: On Operation Tiger in Maharashtra, Shiv Sena leader Sanjay Nirupam says, "Operation Tiger is a terminology coined and fabricated by the media, with which we have absolutely no connection. It is also a fact that the party operating under the leadership of… pic.twitter.com/BqmXzGeoc5
— Press Trust of India (@PTI_News) June 16, 2026
