Unknown Gunmen: અજ્ઞાત બંદૂકધારીઓ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે. આ અજ્ઞાત બંદૂકધારીઓ (Unknown Gunmen) વીણી-વીણીને ભારતના દુશ્મનોનો ખાત્મો બોલાવી રહ્યા છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઓપરેશન સિંદૂરથી સ્તબ્ધ થયેલા પાકિસ્તાની આતંકવાદીઓ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. નાગપુરમાં RSS મુખ્યાલય પર 2006માં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) કમાન્ડર અબુ સૈફુલ્લાહને (Abu Saifullah)પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓએ (Unknown Gunmen) ગોળીઓ ધરબી દીધી હતી. લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે સંકળાયેલા અબુ સૈફુલ્લાહની અજ્ઞાત બંદૂકધારીઓએ (Unknown Gunmen) ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
અજ્ઞાત બંદૂકધારીઓએ (Unknown Gunmen) અબુ સૈફુલ્લાહ ગોળીઓ ધરબી
લશ્કર-એ-તૈયબાનો (Lashkar-e-Taiba) આ આતંકવાદી અબુ સૈફુલ્લાહ નેપાળ દ્વારા આતંકવાદી નેટવર્કનું સંચાલન કરતો હતો. પાકિસ્તાનના સિંધ પ્રાંતના માટલી ફાલકારા ચોક પાસે અજ્ઞાત બંદૂકધારીઓએ (Unknown Gunmen) અબુ સૈફુલ્લાહની છાતીમાં ગોળીઓ ધરબી દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. લશ્કર-એ-તૈયબાનો (Lashkar-e-Taiba) આ આતંકવાદી ભારતમાં ત્રણ આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો.

લશ્કર-એ-તૈયબાનું (Lashkar-e-Taiba) આતંકવાદી મોડ્યુલ નેપાળમાં હેન્ડલ કરતો હતો સૈફુલ્લાહ
લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) આ આતંકવાદીનું નામ અબુ સૈફુલ્લાહ ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે રાજુલ્લા નિઝામની હતું. માહિતી અનુસાર, તે નેપાળમાં લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) સમગ્ર મોડ્યુલને સંભાળતો હતો. તેનું મુખ્ય કાર્ય લશ્કરની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કેડર અને નાણાકીય મદદ પૂરી પાડવાનું હતું.

ભારતમાં થયેલા ત્રણ આતંકવાદી હુમલાઓમાં અબુ સૈફુલ્લાહ હતો સામેલ
અબુ સૈફુલ્લાહ નામનો આ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને નેપાળ થઈને ભારતમાં પણ મોકલતો હતો. 2006માં નાગપુરમાં આરએસએસના મુખ્યાલય પર થયેલા હુમલામાં પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, 2001 માં CRPF કેમ્પ રામપુર પર થયેલા હુમલામાં પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે 2005 માં IISc બેંગ્લોર પરના હુમલાના કાવતરામાં પણ અબુ સૈફુલ્લાહ સામેલ હતો.
Lashkar-E-Tayyaba's & Jamaat leader Razullah Nizamani alias Abu Saifullah, a resident of Malan, was shot dead by unknown assailants (Unknown Gunmen) near Matli Phalkara Chowk, Sindh, Pakistan pic.twitter.com/hmpSJ1DrJ4
— Amit Bhardwaj (@AmmyBhardwaj) May 18, 2025
પાકિસ્તાનમાં અજ્ઞાત ગનમેનોએ મોતને ઘાટ ઉતારી દીધો તે લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર અબુ સૈફુલ્લાહ ભારતમાં આતંકવાદી હુમલાઓ કરતો હતો. અબુ સૈફુલ્લાહ ઉર્ફે મોહમ્મદ સલીમે નેપાળમાં પોતાનું આતંકવાદી નેટવર્ક ફેલાવ્યું હતું અને ત્યાંથી તે ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરા ઘડતો હતો.
ભારતની સુરક્ષા એજન્સીઓએ અબુ સૈફુલ્લાહને મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં મૂક્યો હતો. આ કારણે, તે નેપાળ છોડીને પાકિસ્તાન પાછો ભાગી ગયો. પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારે અજ્ઞાત બંદૂકધારીઓએ (Unknown Gunmen) તેની હત્યા કરી દીધી હતી.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો