દિલ્હી વિધાનસભા
Spread the love

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી રાજધાનીમાં રાજકીય તાપમાનનો પારો ઝડપથી ઉંચે જવા લાગ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોવાનું કહેવાય છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે ચૂંટણી પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ઠીક પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને મમતા બેનર્જીની ટીએમસીએ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ અખિલેશ યાદવને સમર્થન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે અખિલેશ જી તમારો ખૂબ ખૂબ આભાર. તમે હંમેશા અમને સાથ અને ટેકો આપો છો તે માટે હું અને દિલ્હીના લોકો આપના આભારી છીએ.

શું કહ્યું હતું અખિલેશ યાદવે?

સપાના વડા અખિલેશ યાદવે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જે પણ ભારતીય જનતા પાર્ટીને હરાવે છે તેને સપા સમર્થન આપશે. કોંગ્રેસ પાસે દિલ્હીમાં મજબૂત સંગઠન નથી, આવી સ્થિતિમાં અમારી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન કરશે. હું આમ આદમી પાર્ટી સાથે સ્ટેજ શેર કરીશ. દિલ્હીમાં ભાજપને આપ જ હરાવી શકશે. આ સ્થિતિમાં સપા ભાજપને જે હરાવે તેની સાથે છે.

TMCએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપ્યું AAPને સમર્થન

ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે અમને આશા છે કે દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ જશે. આ પહેલા મંગળવારે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ મંચ શેર કરશે. અખિલેશ યાદવે કહ્યું હતું કે દિલ્હીમાં તેઓ કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને સમર્થન આપશે. તેમણે કહ્યું કે માત્ર AAP જ ભાજપને હરાવી શકે છે.

દિલ્હીમાં કોંગ્રેસ પડી એકલી અટુલી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથે ચૂંટણી લડી છે. જ્યારે લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ઈન્ડિ એલાયન્સના બેનર હેઠળ ચૂંટણી લડ્યા હતા. તે સમય દરમિયાન, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ટીએમસી કોંગ્રેસ સાથે ઈન્ડિ એલાયન્સનો ભાગ હતા. પરંતુ દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન થઈ શક્યું નથી. બંને પક્ષો એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે. હવે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમાજવાદી પાર્ટી અને ટીએમસીનું સમર્થન મળતા કોંગ્રેસ આ ચૂંટણી એકલી અટુલી પડી ગઈ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

6 thoughts on “દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પડી એકલી અટુલી, અખિલેશ યાદવ અને મમતા દીદીએ કર્યું AAPને સમર્થન”
  1. […] દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર ગણાય છે પરંતુ આ ચુંટણીને ત્રિકોણીય જંગ બનાવવા માટે કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ (Congress) પાર્ટીએ તમામ મોટા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તથા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ તેમની તમામ શક્તિ સાથે પ્રચારમાં જોડાયા છે. કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષિતે ANI સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલ ઉપર જબરદસ્ત પ્રહાર કર્યો હતો. રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે કોંગ્રેસનો પ્રયાસ તેની ગુમાવેલી વોટબેંક પરત મેળવવાનો છે. […]

  2. […] પાછળ છે. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા હારી ચુક્યા છે […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *