- અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ
- અનેક સંતો, મહંતો, સન્યાસીઓ, નેતાઓને અપાયું નિમંત્રણ
- કાર્યક્રમમાં હિસ્સો નહીં લેનારા વિપક્ષના નેતાઓની યાદી વધી
22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે અનેક સંતો, મહંતો, સન્યાસીઓ, નેતાઓ, રમતવીરો, વીરતાચક્રથી સન્માનિત વીરો, પ્રતિષ્ઠિત ગણમાન્ય નાગરિકો વગેરેને આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન વિરોધ પક્ષોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે પરંતુ ઘણા નેતાઓ આ કાર્યક્રમમાં ન જાય તેવી શક્યતા છે અને આ યાદી સતત લાંબી થતી જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને 6,000 થી વધુ લોકો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાની આશા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સંભવતઃ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી નહીં આપે. મુખ્યમંત્રીએ આ અંગે કોઈ જાહેરાત નથી કરી પરંતુ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે બુધવારે એક નિવેદન આપતા, માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ પાર્ટીના કોઈપણ નેતા મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાની સંભાવનાને નકારી કાઢી હતી. કુણાલ ઘોષને જ્યારે પૂછવામાં આવ્યું કે શું મુખ્યમંત્રી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા કાર્યક્રમમાં જશે ત્યારે તેમણે કહ્યું, ‘મંદિરના ઉદ્ઘાટનમાં તેમના સામેલ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
ત્રૂણમૂલ કોંગ્રેસ સિવાય માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પોલિટબ્યુરોએ મંગળવારે, એક નિવેદન જારી કરીને જાહેરાત કરી હતી કે પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પોલિટબ્યુરોના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “CPI(M)ના મહાસચિવ કોમરેડ સીતારામ યેચુરીને અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. પક્ષની નીતિ ધાર્મિક માન્યતાઓનું સન્માન કરવાની અને પ્રત્યેક વ્યક્તિના તેના વિશ્વાસને અનુસરવાના અધિકારોનું રક્ષણ કરવાની રહી છે.
જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમને રામ મંદિરના અભિષેક માટે આમંત્રણ મળશે તો તેઓ ચોક્કસ જશે. આ સિવાય કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આરજેડી ચીફ લાલુ યાદવ અને નીતીશ કુમાર પણ આ સમારોહમાં હાજરી આપશે નહીં. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આમંત્રણ ન મળવા પર પાર્ટી તરફથી નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસ પાર્ટીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, આમંત્રણ અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવા બદલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર માન્યો હતો. એનસીપી પ્રમુખ શરદ પવારે બુધવારે કહ્યું કે તેમને આવતા મહિને અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. જો કે, કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી બંનેમાંથી અભિષેક સમારોહમાં કોણ હાજરી આપશે તે અંગે પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જ્યારે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે ભાજપ દ્વારા નક્કી કરાયેલા એજન્ડામાં ફસાઈ ન જાય તે માટે દબાણ બનાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને બુધવારે રામ મંદિરના અભિષેક સમારોહમાં કોંગ્રેસ પાર્ટીના ભાગ લેવાની સંભાવના અંગેના પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે તે પ્રશ્નનો ઉત્તર ટાળી દીધો હતો.