CIA
Spread the love

ભૂતપૂર્વ સીઆઈએ (CIA) અધિકારીએ દાવો કર્યો હતો કે 2001ના સંસદ હુમલા (Terror Attack on Parliament) અને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા (Mumbai Terror Attack) પછી અમેરિકાને (America) એવી આશંકા હતી કે ભારત વળતી કાર્યવાહી કરશે પરંતુ એવું થયું નહીં.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) ના ભૂતપૂર્વ અધિકારી જોન કિરિયાકુએ (John Kiriakou) પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ (Parvez Musharraf) વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાએ તે સમયે પાકિસ્તાનને લાખો ડોલર આપ્યા હતા અને પરવેઝ મુશર્રફે (Parvez Musharraf) પાકિસ્તાનના (Pakistan) પરમાણુ શસ્ત્રોની (Nuclear Weapon) ચાવીઓ અમેરિકાને સોંપી દીધી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો અમેરિકાના નિયંત્રણમાં હતા’

સમાચાર એજન્સી ANI સાથેની એક મુલાકાતમાં, ભૂતપૂર્વ CIA અધિકારીએ કહ્યું, “જ્યારે હું 2002 માં પાકિસ્તાનમાં (Pakistan) પોસ્ટેડ હતો, ત્યારે મને અનૌપચારિક રીતે કહેવામાં આવ્યું હતું કે પેન્ટાગોન (Pentagon) પાકિસ્તાની પરમાણુ શસ્ત્રોને (Pakistani Nuclear Weapon) નિયંત્રિત કરે છે. પરવેઝ મુશર્રફેને પરવેઝ મુશર્રફે (Parvez Musharraf) ડર હતો કે પરમાણુ શસ્ત્રો (Pakistani Nuclear Weapon) આતંકવાદીઓના (Terrorist) હાથમાં ન આવી જાય તેથી તેનું નિયંત્રણ અમેરિકાને (America) સોંપી દીધું હતું.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

26/11 આતંકી હુમલા અંગે ભૂતપૂર્વ CIA એજન્ટનો ધડાકો

ભૂતપૂર્વ સીઆઈએ (CIA) અધિકારી જોન કિરિયાકુએ (John Kiriakou) ખુલાસો કર્યો હતો કે 2001ના સંસદ હુમલા (Terror Attack Parliament) અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલા (Mumbai Terror Attack) પછી અમેરિકાને (America) ભારત બદલો લેવાની કાર્યવાહી કરશે તેવી આશંકા હતી, પરંતુ એવું બન્યું નહીં. તેમણે કહ્યું, “CIA ખાતે, અમે ભારતની આ નીતિને વ્યૂહાત્મક ધીરજ કહી હતી. ભારત સરકારને પાકિસ્તાન (Pakistan) પર હુમલો કરીને જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર હતો, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. વ્હાઈટ હાઉસમાં (white House) લોકો કહી રહ્યા હતા કે ભારત ખરેખર ખૂબ જ પરિપક્વ વિદેશ નીતિનું (Foreign Policy) પ્રદર્શન કરી રહ્યું છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે દાવો કર્યો, “અમને અપેક્ષા હતી કે ભારત બદલો લેશે, પરંતુ તેમણે તેમ ન કર્યું, અને તેથી જ વિશ્વ પરમાણુ હુમલાથી બચી ગયું. ભારત હવે એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં તે પોતાની વ્યૂહાત્મક ધીરજને વિશ્વ નબળાઈ સમજી લે એવું જોખમ ઉઠાવી શકે તેમ નથી, તેથી તેણે જવાબ આપવો જ પડશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

‘સરમુખત્યારો સાથે કામ કરવાનું અમેરિકાને ગમે છે’

તેમણે કહ્યું, “મુશર્રફે અમેરિકાને (America) મુક્તપણે કામ કરવાની ખુલ્લી છૂટ આપી રાખી હતી. પાકિસ્તાની સરકાર સાથે અમારા ખૂબ સારા સંબંધો હતા. તે સમયે, જનરલ પરવેઝ મુશર્રફ (Parvez Musharraf) હતા, અને પ્રમાણિકપણે કહું તો અમેરિકા (America) સરમુખત્યારો સાથે કામ કરવાનું પસંદ કરે છે કારણ કે પછી તમારે જાહેર અભિપ્રાય અને મીડિયા વિશે ચિંતા કરવાની જરૂર નથી, અને તેથી અમે મુશર્રફને ખરીદી લીધા.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જોન કિરિયાકુએ (John Kiriakou) કહ્યું, “અમે પાકિસ્તાનને (Pakistan) લાખો ડોલરની સહાય આપી. અમે એક અઠવાડિયામાં અનેક વખત મુશર્રફ (Musharraf) સાથે મળતા હતા. મુશર્રફને (Musharraf) પણ પોતાના લોકોનો સામનો કરવો પડ્યો. મુશર્રફે (Musharraf) આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં અમેરિકા (America) સાથે સહયોગનો ઢોંગ કરીને લશ્કરનો ટેકો જાળવી રાખ્યો, પરંતુ ભારત વિરુદ્ધ પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

પાકિસ્તાની સેનાને અલ-કાયદાની પરવા નહોતી

તેમણે કહ્યું, “પરવેઝ મુશર્રફને (Parvez Musharraf) સેનાને ખુશ રાખવી પડતી હતી અને સેનાને અલ-કાયદાની (Al-Qaeda) કોઈ પરવા નહોતી. તેમને ભારત અંગે ચિંતા હતી, તેથી સેના અને કેટલાક કટ્ટરવાદીઓને ખુશ રાખવા માટે, તેમણે ભારત વિરુદ્ધ આતંક ફેલાવવાની બેવડી નીતિ ચાલુ રાખવાની છૂટ આપી અને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં અમેરિકા (America) સાથે સહયોગ કરવાની બેવડી ચાલ રમી.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *