Ketki Vyas
Spread the love

ગુજરાતમાં (Gujarat) ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. આણંદના (Anand) તત્કાલિન નિવાસી કલેક્ટર (Collector) કેતકી વ્યાસ (Ketki Vyas) વારંવાર વિવાદોમાં રહ્યાં છે તેઓ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે તેમની સામે અપ્રમાણસર મિલકત્ત અંગેનો ગુનો દાખલ કર્યો છે. આણંદના (Anand) પૂર્વ અધિક કલેક્ટર (Addi. Collector) કેતકી વ્યાસ (Ketki Vyas) વિરૂદ્ધ ACB દ્વારા આવક કરતાં વધુ સંપત્તિ (Disproportionate Assets) ધરાવવાના મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એસીબીએ (ACB) ક્લાસ- 1 અધિકારી સામે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, એન્ટી કરપ્શન બ્યુરોની (ACB) તપાસમાં સામે આવ્યું છે કે મહિલા અધિકારી કેતકી વ્યાસ (Ketki Vyas) પાસે તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં કરોડો રૂપિયાની વધુ સંપત્તિ છે. ACB દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં કેતકી વ્યાસની (Ketki Vyas) 3.56 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. આ મિલકતો તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં 68.84% વધુ હોવાનો આરોપ છે.

કેતકી વ્યાસે (Ketki Vyas) 2012 થી 2023 સુધી મોટાપાયે ગેરકાયદેસર કમાણી કરી

ACBની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કેતકી વ્યાસે (Ketki Vyas) વર્ષ 2012 થી વર્ષ 2023 સુધીના 11 વર્ષના સેવાકાળ દરમિયાન મોટાપાયે ગેરકાયદેસર કમાણી કરી હતી. આ તપાસના અંતે સામે આવ્યું કે તેમની પાસે તેમની કુલ કાયદેસરની આવક કરતાં 83.18 ટકા વધુ અપ્રમાણસર સંપત્તિ છે. આ મિલકતો તેમણે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કુલ અપ્રમાણસર મિલકત રૂ. 3.56 કરોડ જેટલી થાય છે. તેમણે કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ સંપત્તિ એકત્ર કરી. આ આંકડાઓ દર્શાવે છે કે સરકારી પદ પર રહીને સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારના માધ્યમથી આ મિલકતો વસાવવામાં આવી હતી. આ મામલે કેતકી વ્યાસ (Ketki Vyas) વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ ACB ના મદદનીશ નિયામકને સોંપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદના (Anand) પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ (Ketki Vyas) અગાઉ પણ ભારે વિવાદમાં આવી ચૂક્યા છે. આણંદ કલેક્ટર કચેરીમાં તત્કાલીન કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા (Spy Camera) ગોઠવીને વીડિયો ક્લિપ (Video Clip) ઉતારવાના અને બ્લેકમેલિંગના (Blackmailing) હાઈપ્રોફાઈલ કાંડમાં (High Profile Scam) પણ કેતકી વ્યાસ (Ketki Vyas) મુખ્ય સૂત્રધાર તરીકે ઉભરી આવ્યા હતા. વીડિયો ક્લિપ (Video Clip) ઉતાર્યા ત્યારબાદ કલેક્ટરને (Collector) બ્લેકમેલ (Blackmail) કરીને જમીનની કરોડો રૂપિયાની કિંમતી ફાઇલો પર પરાણે સહી કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.

આ હનીટ્રેપ (Honey Trap) અને બ્લેકમેલિંગના (Blackmailing) હાઈપ્રોફાઈલ કેસમાં (High Profile Case) તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ (Ketki Vyas) સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ પણ થઈ હતી. જેને પગલે સરકારે તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા. હવે ફરી એકવાર કરોડો રૂપિયાના અપ્રમાણસર મિલકતના કેસમાં ફસાતા વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મહિલા અધિકારી પર તવાઈ બોલાવતા ACB ની જુદી-જુદી ટીમો દ્વારા કેતકી વ્યાસના (Ketki Vyas) રહેણાંક અને અન્ય સ્થળો પર મિલકતના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે હજુ પણ કેટલાક મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતના આ નવા કેસે સરકારી અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના સ્તરને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *