નિતેશ તિવારીની ‘રામાયણ’માંથી (Ramayana) લક્ષ્મણ અને સીતાનો એક ફાઈટ સીક્વન્સ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જે ભારતીય હિન્દી વર્ઝનમાં દર્શાવવામાં આવ્યો નથી. શું છે આ સીન? કેવો છે આ સીન?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
રણબીર કપૂર (Ranbir Kapoor) અને સાઈ પલ્લવી (Sai Pallavi) સ્ટારર ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ (Box Office) પર છવાઈ ગઈ છે. દર્શકો અને પ્રશંસકો તરફથી ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મજબૂત વર્ડ ઓફ માઉથના (Word Of Mouth) કારણે ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર શાનદાર કમાણી કરી રહી છે. આવા સમયે હવે સોશિયલ મીડિયા (Social Media) પર આ ફિલ્મને (Film) લઈને એક નવી ચર્ચા છેડાઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વાસ્તવમાં, ‘રામાયણ’નું (Ramayana) જે વર્ઝન ભારતમાં રિલીઝ કરવામાં આવ્યું છે, તેમાં કેટલાક કટ્સ લગાવીને પછી રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં એક સીન ઇન્ટરનેશનલ વર્ઝનમાંથી વાયરલ થઈ રહ્યો છે. આ લક્ષ્મણ-સીતાનો એક ફાઈટ સીક્વન્સ (Lakshman Sita Fight Sequence) છે. આ સીન ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામાયણ’માં (Ramayana) દર્શાવવામાં આવ્યો નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઇંગ્લિશ વર્ઝન કરતાં 30 મિનિટ લાંબું છે હિન્દી વર્ઝન
‘રામાયણ’ (Ramayana) વિશે કહેવાય છે કે તેનું હિન્દી વર્ઝન (Hindi Version) પહેલેથી જ ઇંગ્લિશ વર્ઝન (English Version) કરતાં 30 મિનિટ લાંબું છે. આમ છતાં હિન્દી વર્ઝનમાં (Hindi Version) લક્ષ્મણ અને સીતાનો ફાઈટ સીક્વન્સ (Lakshman Sita Fight Sequence) પૂરેપૂરો દર્શાવવામાં આવ્યો નથી. આવું અમે નહીં પણ સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સ કહી રહ્યા છે. ઇન્ટરનેશનલ રિલીઝ વર્ઝન (Internatrional Release Version) અને ભારતીય વર્ઝન (Indian Version) વચ્ચે લોકો તુલના કરી રહ્યા છે અને દેવલિપિન્યુઝ (devlipinews) આની પુષ્ટિ કરતું નથી. લોકોનું માનવું છે કે વિદેશમાં રિલીઝ થયેલા ‘રામાયણ’ના વર્ઝનમાં કેટલાક અલગ સીન્સ સામેલ કરવામાં આવ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લક્ષ્મણ-સીતાના ફાઈટ સીક્વન્સમાં શું હતું?
સીતા અને લક્ષ્મણના ફાઈટ સીક્વન્સની (Lakshman Sita Fight Sequence) વાત કરીએ તો, આ સીન ફિલ્મમાં તે સમયનો દર્શાવાયો છે જ્યારે લક્ષ્મણ શૂર્પણખાનું નાક કાપી નાખે છે. ત્યારપછી ખર અને દૂષણની 14,000 રાક્ષસોની વિશાળ સેના સામે રામ, સીતા અને લક્ષ્મણનો મુકાબલો (Lakshman Sita Fight Sequence) થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લીક થયેલી વિડિયો ક્લિપમાં (Video Clip) દર્શાવવામાં આવ્યું છે કે લક્ષ્મણ ઘાયલ થઈ જાય છે અને તેઓ સીતા સાથે પથરાળ ખીણોમાંથી ભાગે છે. ત્યારે કૂતરા જેવા ત્રણ ભયાનક અને શક્તિશાળી જીવો તેમનો પીછો કરે છે. જ્યારે તે જીવો તેમની નજીક પહોંચી જાય છે ત્યારે લક્ષ્મણ અને સીતા ઝરણાવાળી ગુફામાં આશરો લે છે; તે જ સમયે રામની એન્ટ્રી થાય છે અને તેઓ એક જ બાણથી ત્રણેય જીવોનો વધ કરી નાખે છે. જ્યારે આ સીનને ભારતીય વર્ઝનમાંથી (Indian Version) કટ કરી દેવાયો છે. હવે સોશિયલ મીડિયા (Social Media) પર ‘રામાયણ’ના આ જ સીનને લઈને ભારે ચર્ચા થઈ રહી છે અને મેકર્સ તરફથી પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘રામાયણ’ ની (Ramayana) 200 કરોડના ક્લબમાં એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની (Ranbir Kapoor) ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) બોક્સ ઓફિસ (Box Office) પર માત્ર બે દિવસમાં જ 200 કરોડની કમાણીનો આંકડો વટાવી ચૂકી છે. સેકનિલ્કના (Sacnilk) અહેવાલ મુજબ, ફિલ્મે પહેલા બે દિવસમાં વિશ્વભરમાં 221.5 કરોડનો બિઝનેસ કર્યો હતો. વળી, સાંજે 5 વાગ્યા સુધીમાં ફિલ્મે પહેલા શનિવારે પણ મજબૂત પ્રદર્શન કર્યું છે. ફિલ્મે 150 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે, જેના પછી તેની કમાણી 155.47 કરોડ પર પહોંચી ગઈ છે.
Here is the full scene from #Ramayana international cut. https://t.co/MiJ8ELIbpM
— Vajra 🏹 (@vajraTheAstra) November 7, 2026

