ગુજરાત સરકારના (Government of Gujarat) શિક્ષણ (Education) ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી હોવાના દાવાના છોતરા નીતિ આયોગના (NITI Aayog) અહેવાલે ઉડાડ્યા છે. ગુજરાતના (Gujarat) બાળકો જ્યાં પોતાનું ભવિષ્ય સુધારવા જાય છે તેવી 2936 શાળાઓમાં (School) માત્ર એક જ શિક્ષક (Teacher) છે જ્યારે 63 શાળામાં એકપણ વિદ્યાર્થી (Student) ન હોવા છતાં 78 શિક્ષકો રોજ હાજરી પૂરીને પગાર લઈ રહ્યા છે! આ શિક્ષકો (Teacher) કોને ભણાવતાં હશે તેની કલ્પના કરવી રહી.

કેન્દ્રના નીતિ આયોગના સ્કુલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાસમેન્ટના રિપોર્ટમાં ગુજરાતના (Gujarat) કથળતા શિક્ષણની પોલ ખુલ્લી પડી છે.

ગુજરાતમાં (Gujarat) 1,05,134 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી 2,936 શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. બીજી બાજુ ગુજરાતની 63 શાળામાં એકપણ વિદ્યાર્થી નથી તેમ છતાં શાળાઓમાં 78 શિક્ષક કાર્યરત છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકમાં પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ દેખાઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે 20 વિદ્યાર્થીઓએ 1 શિક્ષક છે ત્યારે ગુજરાતમાં 24 વિદ્યાર્થીએ 1 શિક્ષક છે.

નીતિ આયોગે ખોલી ગુજરાતના (Gujarat) શિક્ષણની પોલ
ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં પણ એવી જ સ્થિતિ પ્રવર્તે છે જ્યાં રાષ્ટ્રીય સ્તરે 17 વિધાર્થીએ 1 શિક્ષક છે ત્યારે ગુજરાતમાં (Gujarat) 24 વિદ્યાર્થીએ 1 શિક્ષક છે. માધ્યમિક શિક્ષણમાં તો ગુજરાતનો ગજબ ઉલટો રેકોર્ડ છે જ્યાં રાષ્ટ્રીય સ્તરે 15 વિદ્યાર્થીએ એક શિક્ષક છે ત્યારે ગુજરાતમાં 27 વિદ્યાર્થીએ 1 શિક્ષકની સુવિધા વિદ્યાર્થીઓને મળી રહી છે. ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યમાં 25 વિદ્યાર્થીએ 1 શિક્ષક જયારે રાષ્ટ્રીય સ્તરે 23એ એક શિક્ષક છે. નીતિ આયોગનો આ રિપોર્ટ દર્શાવે છે કે, રાજ્યમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે.

રાજ્યમાં 42,000 વર્ગખંડોની અછત છે. અનેક શાળાઓ જર્જરિત મકાનોમાં ચાલે છે. ગુજરાત કોંગ્રેસે રિપોર્ટને ટાંકી જણાવ્યું છે કે, સમગ્ર શિક્ષા ગુજરાત વાર્ષિક અહેવાલ 2024-25માં નવા રિસોર્સ રૂમ અને સમાવેશી સુધારાનો દાવો કરાયો છે પરંતુ જમીની વાસ્તવિકતા અલગ છે. રાજ્યની શાળાઓમાં છતમાંથી પાણી ટપકતું હોય, લેબોરેટરીની સુવિધા ન હોય અને ટોઈલેટો બિનકાર્યક્ષમ, વિદ્યાર્થીઓને ક્લાસ 6,911 પછી સ્થળાંતર અથવા ડ્રોપઆઉટ તરફ ધકેલે છે. એકલા ગુજરાતમાં 5,612 શાળાઓને તાળા મારવાની પ્રક્રિયા કરાઈ છે.

એક તરફ સરકાર ‘પ્રવેશોત્સવ’ના નામે પોતાની જ પીઠ થાબડતી રહે છે, પણ સરકારી શિક્ષણનું સ્તર સાતમા પાતાળે પહોંચી ગયું છે. શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ફાંફા છે ચોમાસામાં છત પરથી લાઈવ વોટરફોલ (પાણી) ટપકે છે. લેબોરેટરીઓ માત્ર સરકારી ચોપડે જ પ્રયોગો કરે છે. વિદ્યાથીઓ ધોરણ 6, 9 કે 11 માં પહોંચતા જ શાળામાંથી જ ‘ડ્રોપઆઉટ’ (પલાયન) થઈ જાય છે. શિક્ષણ વિભાગના આંકડા દર્શાવે છે કે,ધોરણ 10 સુધીમાં 27.6 ટકા એટલે કે કુલ 2.3 લાખ વિદ્યાથીઓ ડ્રોપઆઉટ થાય છે. આ વર્ષે 6.4 લાખ બાળકો અનટ્રેક્ડ છે.
#Ahmedabad : કોંગ્રેસનો ભાજપ સરકારની નીતિઓ પર આકરો પ્રહાર.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 18, 2026
માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ 16.9 ટકાએ પહોંચ્યો.
54 હજારથી વધીને 2.4 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત.#NitiAayog | #Congress | #Teacher | #School | @drmanishdoshi
Reporter : @Journ_Ashutosh
Anchor : @juhipandya1 pic.twitter.com/fPua8gUBtM
