લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર હેરી બોક્સરની (Harry Boxer) અમેરિકામાં અટકાયત કરવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગની જવાબદારી બોક્સરે લીધી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
અમેરિકામાં (America) લોરેન્સ ગેંગ (Lawrence Gang) સાથે સંકળાયેલા ગેંગસ્ટર હેરી બોક્સરની (Harry Boxer) અટકાયત કરવામાં આવી છે. હેરી બોક્સર (Harry Boxer) પર હત્યા, ધમકી, ખંડણી વસૂલવા સહિત અનેક કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના (Rohit Shetty) ઘરની બહાર ફાયરિંગની જવાબદારી પણ હેરી બોક્સરે લીધી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દિલ્હી પોલીસના (Delhi Police) સ્પેશિયલ સેલના ઇનપુટ્સના આધારે લોરેન્સ ગેંગ (Lawrence Gang) સાથે જોડાયેલા હેરી બોક્સરની (Harry Boxer) અમેરિકામાં (America) અટકાયત કરવામાં આવી છે. હેરી બોક્સરે રોહિત શેટ્ટીના (Rohit Shetty) ઘરની બહાર ફાયરિંગ કર્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને અને ઓડિયો દ્વારા બોલિવૂડના (Bollywood) લોકોને ધમકી આપી હતી. હેરી બોક્સર અમેરિકામાં (America) બેસીને ત્યાંથી પોતાની ગેંગની પ્રવૃત્તિઓનું સંચાલન કરતો હતો. અમેરિકાની (America) ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી (ICE) ના એજન્ટોએ આ ગેંગસ્ટરની કેલિફોર્નિયામાંથી (California) અટકાયત કરી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હેરી (Harry Boxer) પહેલાં કોની કોની થઈ ચૂકી છે ધરપકડ?
હેરી બોક્સર પહેલાં ગેંગસ્ટર હિમાંશુ ભાઉ (Himanshu Bhau) અને નીરજ ફરીદપુરિયાની (Niraj Faridpuriya) પણ અમેરિકામાં (America) અટકાયત કરવામાં આવી હતી. આ બંને પર પણ ભારતમાં ઘણા ગુનાહિત કેસો નોંધાયેલા હોવાનું જણાવાયું છે. અમેરિકા (Ameica) અને યુરોપ (Europe) સહિત ઘણા અન્ય દેશોમાં બેસીને ભારતમાં ગુનાખોરી ચલાવતા ગેંગસ્ટરો (GangStar) પર સતત કાર્યવાહી ચાલુ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રોહિત શેટ્ટીના ઘરે ક્યારે થઈ હતી ફાયરિંગ?
બોલિવૂડ (Bollywood) ફિલ્મ ડાયરેક્ટર (Film Director) રોહિત શેટ્ટીના (Rohit Shetty) જુહુ સ્થિત ઘરની બહાર 1 ફેબ્રુઆરી 2026 ની મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. હુમલાખોરોએ શેટ્ટી ટાવરની (Shetty Tower) બહાર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જણાવી દઈએ કે ફાયરિંગની તે ઘટના વખતે રોહિત શેટ્ટી (Rohit Shetty) પોતાના ઘરમાં જ હાજર હતા. જો કે, આ ઘટનામાં કોઈ ઘાયલ થયું ન હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ફાયરિંગની ઘટના પછી સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ સામે આવી હતી. જેમાં શુભમ લોનકર (Shubham Lonkar), આરઝૂ બિશ્નોઈ (Arzoo Bishnoi), હરિ બોક્સર (Harry Boxer) અને હરમન સંધૂએ (Harman Sandhu) હુમલાની જવાબદારી લીધાનો દાવો કર્યો હતો. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમને પહેલાં પણ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેમણે તેને ગંભીરતાથી લીધી ન હતી.
US में गैंगस्टर हैरी बॉक्सर गिरफ्तार, रोहित शेट्टी के घर फायरिंग का है आरोप #LawrenceBishnoi #HarryBoxer #America | @A_suryavanshi_ @theanupamajha https://t.co/XMAw8Fp4gQ
— Zee News (@ZeeNews) November 7, 2026

