- PNB ગોટાળાના આરોપી નીરવ મોદીના મામા મેહુલ ચોકસીએ નેટફ્લિક્સની ડોકયુમેંટરી વેબ સિરીઝ ‘Bad Boy Billionaires’ વિરુદ્ધ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી.
- નેટફ્લિક્ષની આવનારી ડોકયુમેંટરી વેબ સિરીઝ ‘Bad Boy Billionaires’ માં નીરવ મોદી અને મેહુલ ચોકસીની પર કહાની છે.
- નીરવ મોદી પંજાબ નેશનલ બઁક સાથે 13 હજાર કરોડના ગોટાળાનો આરોપી છે.
નેટફ્લિક્ષની ડોકયુમેંટરી વેબ સિરીઝ “Bad Boy Bilionaires – India” વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી
પંજાબ નેશનલ બઁકના 13 હજાર કરોડના ગોટાળાના આરોપી નીરવ મોદીના મામા તથા સહઆરોપી મેહુલ ચોકસીએ નેટફ્લિક્ષની આવનારી ડોકયુમેંટરી વેબ સિરીઝ ‘Bad Boy Billionaires – india’ વિરુદ્ધ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી છે. ન્યાયમૂર્તિ શ્રી નવીન ચાવલાની અધ્યક્ષતાવાળી હાઇકોર્ટની સિંગલ બેન્ચે દલીલો સાંભળ્યા બાદ આગળની સુનાવણી 28મી ઓગસ્ટ સુધી સ્થગિત કરી છે.
મેહુલ ચોકસીએ વકીલ દ્વારા શું માંગ કરી ?
દિલ્લી હાઇકોર્ટમાં દલીલો દરમિયાન મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલે મેહુલ ચોકસી વિરુદ્ધ તપસ ચાલી રહી છે તેનો ઉલ્લેખ પોતાની દલીલમાં કર્યો અને ખ્યું કે “તપસ ચાલી રહી છે ત્યારે પ્રસ્તાવિત ડોકયુમેંટરી યાચિકાકર્તાના અધિકારોનું હનન કરે છે” તથા માંગ કરી કે OTT નેટવર્કને ન્યાયપાલિકા નિર્દેશ આપે. મેહુલ ચોકસીના વકીલે એવી પણ માંગ કરી કે આવનારી વેબ સિરીઝનો કોઈ પણ એપિસોડ રીલીઝ ન કરવામાં આવે. મેહુલ ચોકસીના વકીલે કહ્યું કે ડોકયુમેંટરી રેલીઝ થવાથી તેની પ્રતિષ્ઠાને ગંભીર અસર પડશે. મેહુલના વકીલે જણાવ્યુ કે તેઓ ડોકયુમેંટરી વેબ સિરીઝ ઉપર સ્ટેની માંગ નથી કરતાં પરંતુ એવું ઇચ્છે કે વેબ સિરીઝ કરતાં પહેલા તેમના અસીલને દર્શાવવામાં આવે.
નેટફ્લિક્ષના વકીલે દલીલ કરી
નેટફ્લિક્ષના વકીલ નીરજ કિશન કૌલે જણાવ્યુ કે ડોકયુમેંટરી વેબ સિરીઝમાં નીરવ મોદી વિષે 2 મિનિટ સુધી ઉલ્લેખ આવે છે જેમાં મેહુલ ચોક્સીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ઉપરાંત નેટફ્લિક્ષના વકીલે દલીલ કરતાં જણાવ્યુ કે OTT પ્લૅટફૉર્મ ઉપરના કન્ટેન્ટ માટે કોઈ રેગ્યુલેશન નથી. નેટફ્લિક્ષના વકીલ નીરજ કિશન કૌલે કોર્ટ પાસે થોડા સમયની માંગણી કરી.
https://devlipinews.com નો રીપોર્ટ
OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્ષ ભારતના ગોટાળા કરનારા ઉપર એક ડોકયુમેંટરી વેબ સિરીઝ બનાવી રહ્યું છે તે વિષે વિસ્તૃત લેખ https://devlipinews.com ના ન્યુઝ એડિટર લિંકન સોખડિયાએ બુધવારે જ લખીને જાણકારી આપી હતી. લિંકન સોખડિયાનો લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે. (લિંકનભાઈ ના આર્ટિકલ ની લીંક મૂકવી)