આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ એક ઈંગ્લિશ ખેલાડીના નામે બોલે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીઓની ફટકારવાના રેકોર્ડની વાત કરવામાં આવે, ત્યારે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું (Sachin Tendulkar) નામ સૌથી પહેલા આવે છે. પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જેક હોબ્સના નામે છે.

ઈંગ્લેન્ડના ખેલાડી જેક હોબ્સે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારી છે. જેક હોબ્સે 1908માં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તે સમયે ક્રિકેટમાં માત્ર ટેસ્ટ મેચ જ રમાતી હતી. જેક હોબ્સ ઈંગ્લેન્ડ માટે કુલ 61 ટેસ્ટ મેચ રમ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ સમયગાળા દરમિયાન, જેકે 61 ટેસ્ટ મેચની 102 ઇનિંગ્સમાં લગભગ 57 ની સરેરાશથી 5410 રન બનાવ્યા છે. જેકે ટેસ્ટ ક્રિકેટમાં 28 અડધી સદી અને 15 સદી ફટકારી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
જો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરવામાં આવે તો, જેકે કુલ 834 મેચો રમ્યા હતા. આ સમયગાળા દરમિયાન, જેકે 1325 ઈનિંગ્સમાં લગભગ 51 રનની સરેરાશથી 61,760 રન બનાવ્યા છે.

જેકે 834 ફર્સ્ટ ક્લાસ મેચોની કારકિર્દીમાં 199 સદી ફટકારી છે. ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદીઓનો આ રેકોર્ડ છે.
#OnThisDay in 1882, Jack Hobbs, scorer of the most runs and the most centuries in First Class cricket, was born pic.twitter.com/TlVWebot1C
— ICC (@ICC) December 16, 2015
જેકે 199 સદી ફટકારવાની સાથે સાથે કુલ 273 અડધી સદી પણ ફટકારાઈ છે. જેકે 834 મેચોમાં 101 વિકેટ પણ લીધી છે. જેકે આ સમયગાળા દરમિયાન 3 વખત પાંચ વિકેટ પણ ઝડપી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો