- દેવલિપી ન્યૂઝની મુહિમને મળી મોટી સફળતા.
- ડૉ. આંબેડકર બ્રિજને મળ્યો ન્યાય.
- માત્ર 2 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હલ કર્યો પ્રશ્ન.
- AMCની ટીમે આજે કરી ડૉ. આંબેડકર બ્રિજની સફાઈ.
- ફૂટપાથ પરથી દરેક જંગલી વૃક્ષ, છોડ અને ગંદકીને દૂર કરવામાં આવી.
- ઝડપી નિરાકારણ માટે AMC અને સફાઈ કર્મચારીઓનો દેવલિપી ન્યુઝ માને છે આભાર.
- દેવલિપી ન્યુઝ માત્ર પ્રશ્ન ઉઠવવામાં જ નહિ પરંતુ એના નિરાકરણ માટે પણ ખડે પગે.
ડૉ. આંબેડકર બ્રિજને મળ્યો ન્યાય

હજુ 16 ઓગસ્ટના દિવસે એટલે કે 2 દિવસ પહેલા જ દેવલિપી ન્યૂઝની ટીમે ડૉ. આંબેડકર બ્રિજ પર જે સફાઈ અને સારસંભાળની ગંભીર સમસ્યા હતી એને ઉજાગર કરવા મુહિમ ચલાવાઈ હતી.
મુહિમને સોશિયલ મીડિયામાં ભરપૂર સમર્થન મળ્યું હતું. દેવલિપી ન્યુઝ દ્વારા ટ્વિટર પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) , કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોરવામાં આવ્યું હતું.

આનંદની વાત છે કે AMC દ્વારા સમસ્યાની નોંધ ગંભીરતાથી લેવામાં આવી અને માત્ર 2 દિવસમાં એટલે કે આજે 18 ઓગસ્ટના દિવસે વહેલી સવારથી ડૉ. આંબેડકર બ્રિજ પરથી એ જંગલી વનસ્પતિઓ અને ગંદકીને દૂર કરવા માટે AMCની ટીમ કામે લાગી ગઈ હતી
દેવલિપી ન્યુઝ માને છે AMCનો આભાર

દેવલિપી ન્યુઝ દ્વારા ઉઠાવેલા ગંભીર પ્રશ્નનો AMC એ જે રીતે ત્વરિત પગલાં લઈને હલ કર્યો છે એ બદલ દેવલિપી ન્યુઝ AMCનો આભાર માને છે અને સાથે એ બાંહેધરી પણ આપે છે કે આગળ પણ જો ક્યાંક AMCની આવી ચૂક નજરે પડશે તો એ તરફ પણ AMC નું ધ્યાન દોરીને એ હલ કરવાની દિશામાં કામ કરીશુ.
પ્રશ્ન ઉઠાવીને એના નિરાકરણ સુધી દેવલિપી ન્યુઝ ખડેપગે
એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે અમારી જવાબદારી માત્ર પ્રશ્નો ઉઠાવવા સુધીની નથી પરંતુ એ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે એ દિશામાં સતત કામ કરીને અંતે લોકહિતમાં સમસ્યાઓ દૂર કરવાનો ધ્યેય છે અમારો જેના પર અમે અટલ રહીશુ.