TET
Spread the love

મહારાષ્ટ્રના (Maharashtra) ઠાણેમાં (Thane) પરીક્ષા પહેલા જ ટેટ (TET) નું પ્રશ્નપત્ર લીક થઈ ગયું છે. પરીક્ષા આવતીકાલે યોજાવાની હતી. આ ઘટના બાદ પરીક્ષા રદ (Exam Cancelled) કરી દેવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મહારાષ્ટ્રના (Maharashtra) ઠાણેમાં (Thane) ટીઈટીની (TET) આવતીકાલે યોજાનારી પરીક્ષાનું પેપર લીક (Paper Leak) થઈ ગયું છે, જે બાદ પરીક્ષા કેન્સલ (Exam Cancelled) કરી દેવામાં આવી છે. પરીક્ષા આવતીકાલે એટલે કે રવિવારે યોજાવાની હતી. મહારાષ્ટ્રમાં (Maharashtra) પોલીસ અને શિક્ષણ વિભાગ (Police and Education Department)ને માહિતી મળી હતી કે મુંબઈને (Mumbai) અડીને આવેલા ભિવંડી (Bhiwandi) વિસ્તારમાં કોઈ વ્યક્તિ પાસે આવતીકાલે યોજાનારી ટેટનું (TET) પ્રશ્નપત્ર હાજર છે. મામલાની ઊંડાણપૂર્વકની તપાસ બાદ ગુનો નોંધીને હવે આવતીકાલે યોજાનારી પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટેટ (TET) પેપર લીક પર શું બોલ્યા કોંગ્રેસ નેતા

મહારાષ્ટ્ર કોંગ્રેસના (Maharashtra Congress) અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે (Harshvardhan Sapkale) સરકાર પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે, “પેપર લીક (Paper Leak) હવે કોઈ અપવાદ નથી રહ્યો, પરંતુ તે આ દરિદ્ર સરકારની ઓળખ બની ગયો છે! આવતીકાલે મહારાષ્ટ્રમાં (Maharashtra) યોજાનારી ટેટ (TET) પરીક્ષાનું પેપર નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) શિંદેના (Shinde) ઠાણેમાં (Thane) જ પેપર લીક (Paper Leak) થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પેપર લીક (Paper Leak) દ્વારા લાખો વિદ્યાર્થીઓની (Student) મહેનત, સપના અને ભવિષ્ય પર પાણી ફેરવનારા આ રેકેટને બરાબર કોનું રાજકીય સંરક્ષણ પ્રાપ્ત છે?”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે વધુમાં જણાવ્યું કે, “એક તરફ ‘પારદર્શી વહીવટ’ ના નારા લગાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પેપર લીકનો (Paper Leak) સિલસિલો ચાલુ છે. વિદ્યાર્થીઓએ (Students) ભણવું જોઈએ કે એ ચિંતા કરવી જોઈએ કે પેપર પહેલા કોની પાસે પહોંચી રહ્યું છે? આ મામલાની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. મહારાષ્ટ્રના (Maharashtra) યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારાઓ સામે કોંગ્રેસ (Congress) ટૂંક સમયમાં જ રસ્તા પર ઉતરશે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *