અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ (Marco Rubio) શુક્રવારે (સ્થાનિક સમય મુજબ) માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે જઈ શકે છે. રુબિયોએ (Rubio) ભારત અને અમેરિકાની વધતી જતી ભાગીદારી (India-US Partnership) અને સહયોગનો ઉલ્લેખ કરતા કહ્યું કે પીએમ મોદી (PM Modi) અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ (President Trump) વચ્ચેના સંબંધોની ‘કેમિસ્ટ્રી’ શાનદાર છે. વોશિંગ્ટન ડીસીમાં (Washington DC) ન્યૂઝ એજન્સી IANS સાથે વાતચીત કરતા રુબિયોએ (Rubio)જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના (President Trump) પ્રવાસને આખરી ઓપ આપવા માટે તેઓ આ વર્ષના અંત પહેલા ભારતની મુલાકાત લઈ શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રવાસ પર અમે કામ કરી રહ્યા છીએ- અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio)
રુબિયોએ (Rubio) કહ્યું, ‘આગામી વર્ષની શરૂઆતમાં કોઈ સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું (President Trump) ભારતમાં આગમન (India Visit) થાય એ જ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને આશા રાખી રહ્યા છીએ. મને લાગે છે કે આ ખૂબ જ સકારાત્મક છે. ભારત યુનાઇટેડ સ્ટેટ્સનું (USA) એટલું નજીકનું ભાગીદાર અને સહયોગી છે, અને વડાપ્રધાન મોદી (PM Modi) તથા રાષ્ટ્રપતિ ટ્રમ્પ (President Trump) વચ્ચેના સંબંધો આનાથી વધુ નજીકના ન હોઈ શકે, જે મને લાગે છે કે મુત્સદ્દીગીરીમાં ખરેખર મહત્વપૂર્ણ છે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

2020 પછી આ પ્રથમ મુલાકાત હશે
જો આ મુલાકાત થશે, તો તે ફેબ્રુઆરી 2020 પછી ટ્રમ્પની (Trump) પ્રથમ ભારત મુલાકાત (India Visit) હશે અને બીજી ટર્મ માટે વ્હાઇટ હાઉસમાં (White House) પરત ફર્યા બાદ તેમની પ્રથમ મુલાકાત હશે. ટ્રમ્પ અને પીએમ મોદીની (Trump And PM Modi) છેલ્લી મુલાકાત ફ્રાન્સના (France) એવિયનમાં (Evian) જી7 સમિટ (G7 Summit) વખતે થઈ હતી, જે 16 મહિનામાં તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વેપાર કરારને આખરી ઓપ આપવાના પ્રયાસો તેજ- રુબિયો
બંને નેતાઓ વચ્ચેના સંબંધોની પ્રશંસા કરતા અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું, ‘રાષ્ટ્રપતિ (President) અને ભારતના વડાપ્રધાન (Indian Prime Minister) વચ્ચેના સંબંધો શાનદાર છે.’ આ પ્રસ્તાવિત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે નવી દિલ્હી (New Delhi) અને વોશિંગ્ટન (Washington) વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement) પર વાતચીત ચાલી રહી છે, જેના વિશે રુબિયોએ (Rubio) જણાવ્યું કે તે પૂર્ણ થવાની નજીક છે. તેમણે ઉમેર્યું, ‘મને લાગે છે કે તે શાનદાર ચાલી રહ્યું છે. તે ખૂબ જ મજબૂત છે. જી7 માં વડાપ્રધાન સાથે અમારી, રાષ્ટ્રપતિની એક ઉત્તમ બેઠક થઈ હતી. અમે એક વેપાર કરારને (Trade Agreement) આખરી ઓપ આપવાની આશા રાખી રહ્યા છીએ. અમે તેને પૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં છીએ અને તે ખૂબ જ સકારાત્મક છે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘પીએમ મોદીએ ભારતને વૈશ્વિક શક્તિ બનાવ્યું’
રુબિયોએ (Rubio) આગળ જણાવ્યું કે બંને દેશો ક્વાડ (Quad) જૂથની વધુ એક બેઠકની રાહ જોઈ રહ્યા છે અને તેમને આશા છે કે તેઓ રાષ્ટ્રપતિની મુલાકાતની રૂપરેખા તૈયાર કરવામાં મદદ કરવા માટે વર્ષના અંત પહેલા ભારત આવશે. આ ઉપરાંત, રુબિયોએ (Rubio) પીએમ મોદીના (PM Modi) નેતૃત્વની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ ભારતીય નેતાના ‘પ્રશંસક’ છે અને તેમણે વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધારવાનો શ્રેય પીએમ મોદીને (PM Modi) આપ્યો. તેમણે કહ્યું, ‘મોદીએ ભારતને એક વૈશ્વિક શક્તિ બનાવી દીધું છે.’
IANS Exclusive
— IANS (@ians_india) June 27, 2026
Washington DC, US: When asked about US President Donald Trump's possible visit to India next year, US Secretary of State Marco Rubio says, "We're hoping that's what we're working towards – sometime early next year to have the President come. I think it's very… pic.twitter.com/soumURKZ91
