Spread the love

  • મુખ્યમંત્રીના નીતીશ કુમારના નિવાસસ્થાને બેઠક મળી
  • રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રહ્યા હાજર
  • કેજરીવાલ-અબ્દુલ્લા અને મમતા કોંગ્રેસ વચ્ચે મતભેદના સંકેત

પટણામાં વિપક્ષ એકતાની મહાબેઠક પૂર્ણ

બિહારના પટણામાં મુખ્યમંત્રીના નીતીશ કુમારના નિવાસસ્થાને મળેલી વિપક્ષ એકતાની પ્રથમ મહત્ત્વની બેઠક પુર્ણ થઈ છે. ​​​​​​15 વિપક્ષી પાર્ટીઓની આ બેઠકમાં કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા.. બેઠકમાં ભાજપ સામે લડવાની યોજના તથા આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મમતા બેનર્જીએ પત્રકારનો સંબોધ્યા હતા.

શું નિતિશ કુમાર બનશે યુપીએના સંયોજક ?

બેઠકની મળતી પ્રાથમિક માહિતી મુજબ નીતીશ કુમારને UPAના સંયોજક બનાવવામાં આવી શકે છે જેની બેઠક બાદ તેની જાહેરાત કરવામાં આવશે પરંતુ એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે દરેક વ્યક્તિએ મહત્ત્વાકાંક્ષા છોડવી પડશે. કોઈ પોતાનો દબદબો ન રાખે. બેઠક બાદ કરેલી પત્રકાર પરિષદમાં મમતા બેનર્જીએ કહ્યું કે ‘અમે એક છીએ અને સાથે રહીને લડીશું’ કોંગ્રેસ કાર્યાલયમાંથી બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે સૌ સાથે મળીને ભાજપને હરાવીશું. દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બધાએ સાથે મળીને લડવું પડશે. એટલા માટે અમે આવ્યા છીએ. રાહુલ ગાંધીએ અમને કહ્યું કે તેઓ દરેક પાર્ટીને બોલાવીને વાત કરશે. તેથી જ આ બેઠક થઈ રહી છે. નાના મતભેદો ભૂલીને આગળ વધીશું. બેઠક અપહલા એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે અમે દેશના કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે બેઠક કરી રહ્યા છીએ. આ બેઠકમાં મણિપુર મુદ્દે પણ ચર્ચા થશે. 

કઈ કઈ પાર્ટી અને કયા કયા નેતાઓ ઉપસ્થિત રહ્યા ?

આજે પટણામાં મુખ્યમંત્રી નિતિશકુમારના નિવાસ સ્થાને મળેલી વિપક્ષી એકતા માટેની મહાબેઠકમાં 15 પક્ષોના 27 નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં જેડીયુના નિતિશકુમાર, લલનસિંહ, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, ડેરેક ઑ’બ્રાયન, ફિરહાદ હકીમ અને અભિષેક બેનર્જી, શિવસેના (ઉદ્ધવ) માંથી ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત, ઝારખંડ મુક્તિ મોરચામાંથી હેમંત સોરેન, કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ તથા મલ્લિકાર્જુન ખડગે, ડીએમકેમાંથી એમકે સ્ટાલીન અને ટીઆર બાલુ, આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, રાઘવ ચઢ્ઢા અને સંજયસિંહ, એનસીપીમાંથી શરદ પાવર, સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ, આરજેડીના લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને સંજય ઝા, પીડીપીના મેહબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, સીપીઆઇ(એમ) ના સીતારામ યેચુરી, સીપીઆઈના એનડી રાજા, સીપીઆઈ (એમએલ)ના દિપાંકર ભટ્ટાચાર્ય.

વિપક્ષી એકતાના પ્રયાસમાં પ્રથમ ગ્રાસે મક્ષીકા ?

વિપક્ષી એકતા માટે આજે મળેલી બેઠકમાં ધીમો સૂર મતભેદનો જોવા મળ્યો હતો. અબ્દુલ્લાએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના કલામ 370 દૂર કરવાના નિર્ણય પરના વલણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે તો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના વલણ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કોંગ્રેસ દ્વારા મમતા સરકાર સામે કરવામાં આવી રહેલા વિરોધ સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે મમતા બેનર્જીએ કહ્યું કે દરેક વ્યક્તિએ મહત્ત્વાકાંક્ષા છોડવી પડશે. કોઈ પોતાનો દબદબો ન રાખે જેને રાજકીય વિશ્લેષકો દ્વારા કોંગ્રેસ તરફ તાકેલા નિશાનની જેમ જોવામાં આવી રહ્યું છે. બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલની ગેરહાજરી પણ પ્રશ્ન ઊભા કરે છે એવું કેટલાક રાજકીય વિશ્લેષકોની માન્યતા છે


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *