Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
    સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.

વાંચો લેખમાળાનું પ્રકરણ – 45

• મુસ્લિમ નેતાઓનો ઇસ્લામી દેશો પ્રત્યેનો પ્રેમ

  • ડૉ. એની બેસન્ટે કહ્યું: ‘જો ભારત સ્વતંત્ર થાય તો મુસલમાનો ભારતની સ્વતંત્રતા માટે એકદમ જોખમરૂપ બની જશે કારણ કે અભણ મુસલમાનો તો એમના પયગંબરના નામે થતી વાતો જ માનશે. તેઓ અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, ઇરાન, ઇરાક, અરબસ્તાન, તુર્કી અને ઇજિપ્ત તથા મધ્ય એશિયાની મુસલમાન જનજાતિઓ સાથે પોતાનો સંબંધ જોડીને ભારતને ઇસ્લામના શાસન હેઠળ લીવવા માંગશે.
  • ડો. આંબેડકર લખે છે: 1924માં મુસલમાનોની દેશનિષ્ઠા વિશે રવીન્દ્રનાથ ટાગોરની શંકાઓ ‘ટાઇમ્સ ઑફ ઇંડિયા’ (18. 04. 1924) માં પ્રકાશિત થઇ હતી: ‘હિન્દુ મુસ્લિમ એકતાને લગભગ અશક્ય કરી મૂકનારું સૌથી મોટું કારણ એ છે કે મુસલમાનો પોતાની દેશભક્તિ કોઇ એક દેશ પૂરતી મર્યાદિત રાખી શકતા નથી.

મોપલા મુસલમાનોની ખૂંખાર સાંપ્રદાયિક હિંસા અને દેશ વ્યાપી રમખાણોએ હિંન્દુઓની આંખો ઉઘાડી નાખી. 1922ના અધિવેશનના કોંગ્રેસ અધ્યક્ષ ચિત્તરંજન દાસે ખુલ્લેઆમ સ્વીકાર કર્યો કે હિન્દુ-મુસ્લિમ એકતા એક એવું સ્વપ્ન છે કે જે કદી સાકાર ન થાય.’
ડો. આંબેડકર લખે છે: 1924માં મુસલમાનોની દેશનિષ્ઠા વિશે રવીન્દ્રનાથ ટાગોરની શંકાઓ ‘ટાઇમ્સ ઑફ ઇંડિયા’ (18. 04. 1924) માં પ્રકાશિત થઇ હતી: ‘હિન્દુ મુસ્લિમ એકતાને લગભગ અશક્ય કરી મૂકનારું સૌથી મોટું કારણ એ છે કે મુસલમાનો પોતાની દેશભક્તિ કોઇ એક દેશ પૂરતી મર્યાદિત રાખી શકતા નથી. મેં અનેક મુસલમાનોને સ્પષ્ટપણે પૂછ્યું કે કોઇ મુસ્લિમશક્તિ ભારત ઉપર આક્રમણ કરે તો તેઓ આપણા દેશના રક્ષણ માટે પોતાના હિન્દુ પાડોશીઓને સાથ આપશે? મુસલમાનોનો ઉત્તર સંતોષ થાય એવો નહોતો. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મહમ્મ્દ અલી જેવાએ પણ જાહેર કર્યું છે કે કોઇપણ સંજોગોમાં મુસલમાનોને દેશની રક્ષા માટે થઇને પણ કોઇ મુસલમાનની વિરુદ્ધ ઊઠવાની અનુમતિ નથી.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 272-273)
કૉંગ્રેસના જ એક ટોચના નેતા ડૉ. એની બેસન્ટે પણ એમની ખિલાફત નીતિની પોકળતા જોઇ લીધી હતી. એમણે કહ્યું:
‘…ખિલાફત આંદોલનને કારણે સ્થિતિ બદલાઇ ગઇ છે. ખિલાફત રૂપી જેહાદને પ્રોત્સાહન આપવાને કારણે એક આઘાતજનક સ્થિતિ એવી પેદા થઇ છે. ઇસ્લામમાં ન માનનારાઓ માટે મુસલમાનોના મનમાં જે ધૃણા છે તે પોતાના નગ્ન અને નિર્લજ્જ સ્વરૂપે પ્રગટ થઇ રહી છે. …જો ભારત સ્વતંત્ર થાય તો મુસલમાનો ભારતની સ્વતંત્રતા માટે એકદમ જોખમરૂપ બની જશે કારણ કે અભણ મુસલમાનો તો એમના પયગંબરના નામે થતી વાતો જ માનશે. તેઓ અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, ઇરાન, ઇરાક, અરબસ્તાન, તુર્કી અને ઇજિપ્ત તથા મધ્ય એશિયાની મુસલમાન જનજાતિઓ સાથે પોતાનો સંબંધ જોડીને ભારતને ઇસ્લામના શાસન હેઠળ લીવવા માંગશે. બ્રિટિશ ભારતમાં રહેનારા મુસલમાનોને ભારતીય રાજ્યોના મુસલમાનોની મદદ મળશે. તેથી તેઓ મુસ્લિમ શાસનની સ્થાપના કરશે.’ (ચિત્રગુપ્ત : ઇંદ્રપ્રકાશ: લાઇફ ઑફ બેરિસ્ટર સાવરકર, પૃષ્ઠ: 245)
ભારતીય રાજનીતિમાં ઉદાર દ્રષ્ટિકોણ ધરાવનારા ગોપાલકૃષ્ણ ગોખલે એ પણ કહેવું પડ્યું કે અહીંના સાત કરોડ મુસલમાનો આપણી રાષ્ટ્રીય આકાંક્ષાઓ માટે શત્રુભાવ ધરાવનારા બની ગયા છે. હિન્દુ નેતાઓ મુસ્લિમ વિરોધના એક અન્ય પાસા વિશે પણ ગંભીરપણે શંકાશીલ હતા. મુસ્લિમ નેતાઓ વારંવાર કહી રહ્યા હતા કે જો અંગ્રેજો થાકી હારીને ભારત છોડીને ચાલ્યા જશે તો ભારતની અખંડિતતાને માત્ર મુસલમાનો જ બચાવી શકશે કારણ કે એમના સિવાય બીજું કોઇપણ પશ્ચિમ તરફની સરહદની પેલે પાર રહેલા (અફઘાનિસ્તાન જેવા ઇસ્લામી દેશો) એમના વિશ્વાસપાત્ર સહધર્મીઓનું (મુસલમાનો) સમર્થન અને સહાનુભૂતિ મેળવી શકશે નહીં. આ વિશ્વાસ અને રણનીતિને ધ્યાનમાં રાખીને જ કૉંગ્રેસના મુસ્લિમ આગેવાનો સહિત બધા જ મુસ્લિમ આગેવાનો ગાઇ બજાવીને સેનામાં પશ્ચિમ પ્રાંતના પહાડી લોકોની મોટી સંખ્યામાં ભરતી કરવાની માગણી કરી રહ્યા હતા.
આ યોજનામાં જે આફત દેખાઇ રહી હતી એથી અનેક હિન્દુઓના રુંવાડા ઉભા થઇ ગયા હતા. 1919ની વસંત ઋતુમાં અમીર અમાનુલ્લાએ સીમા પ્રાંત ઉપર કરેલા આક્રમણને નિષ્ફળ બનાવ્યું હતું, તો પણ એમના મનમાં હજુ એ આક્રમણની યાદ તાજી જ હતી.
ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે:
1924માં લાલા લજપતરાયે સી.આર.દાસને લખ્યું, ‘મને હિંદુસ્તાનના સાત કરોડ મુસલમાનોનો ભય નથી, પરંતુ મને લાગે છે કે ભારતના સાત કરોડ ઉપરાંત અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, અરબસ્તાન, મેસોપોટેમિયા અને તુર્કીના તીડનાં ટોળાં જેવા હથિયારબંધ મુસલમાનો આવશે તો એમને ખાળળાનું મુશ્કેલ બનશે. મને પાકી શ્રદ્ધા છે કે હિન્દુ મુસ્લિમ એકતા આવશ્યક અને ઇચ્છનીય છે, હું મુસ્લિમ નેતાઓ ઉપર વિશ્વાસ રાખવા પણ તૈયાર છું, પરંતુ કુરાન અને હદિસના આદેશો ઉપર કોનો અંકૂશ છે? નેતાઓ તો એની ઉપરવટ જઇ શકે એમ નથી, તો શું આપણે ખતમ થઉ જઇશું? મને આશા છે કે તમે તમારા વિવેકપૂર્ણ મન અને બુદ્ધિથી આ સંકટમાંથી બચવાનો કોઇક માર્ગ શોધી કાઢશો.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 274)
પરંતુ ચેતવણી અને તર્કની આ બધી વાતો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા. જે કોઇ પણ મુસ્લિમ વિદ્રોહ સંભવિત સંકટ વિશે ચેતવણીનો એક શબ્દ પણ ઉચ્ચારવાની હિંમત કરે એના ઉપર તરત જ કોમવાદીનું લેબલ લાગી જતું. આવા લોકો માટે કોંગ્રેસમાં કોઇ સ્થાન નહોતું.

——— |: ક્રમશ:| ——©kishormakwana


Spread the love