નેપાળના (Nepal) વડાપ્રધાન બાલેન્દ્ર બાલેન શાહનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે નેપાળ (Nepal) આ વર્ષે ઓગસ્ટમાં આવેલા હિમનદી પૂર (Glacial Flood) બાદ પુનઃનિર્માણમાં લાગેલું છે, જેમાં 1,000 થી વધુ લોકોના મોત થયા હતા અને 7,000 થી વધુ ઘરો તથા ઘણી જળવિદ્યુત પરિયોજનાઓને નુકસાન પહોંચ્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નેપાળના (Nepal) વડાપ્રધાન બાલેન્દ્ર બાલેન શાહ (Balen Shah) રવિવાર (22 નવેમ્બર) થી ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. માર્ચમાં સત્તા સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય ભારત યાત્રા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) આમંત્રણ પર થઈ રહેલા આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ આપવાની સાથે-સાથે નેપાળ (Nepal) માટે આશરે 2 અબજ ડોલરના મોટા આર્થિક પેકેજની (Economical Package) જાહેરાત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પ્રવાસનો કાર્યક્રમ અને મોટું પ્રતિનિધિમંડળ
નેપાળના (Nepal) વિદેશ સચિવ અમૃત બહાદુર રાયના (Amrit Bahadur Rai) જણાવ્યા મુજબ, બાલેન શાહ (Balen Shah) રવિવારે બપોરે નેપાળ એરલાઇન્સની (Nepal Airlines) ફ્લાઇટથી ભારત આવવા રવાના થશે અને સોમવારે સાંજે પોતાની બેઠકો પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરશે. પ્રવાસ દરમિયાન બાલેન શાહ (Balen Sahah) સોમવારે રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) સાથે મુલાકાત કરશે. વળી, વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકર (S Jaishankar) રવિવારે સાંજે તેમને મળે તેવી સંભાવના છે. બંને વડાપ્રધાનો વચ્ચે 23 નવેમ્બરે દ્વિપક્ષીય મંત્રણા યોજાશે, જેમાં ભારત-નેપાળ સંબંધોના (India-Nepal Relation) તમામ પાસાઓ તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

34 સભ્યોનું સત્તાવાર અને 52 સભ્યોનું વેપારી દળ
શાહની સાથે 34 સભ્યોનું સત્તાવાર પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે, જેમાં નાણામંત્રી (Finance Minister) સ્વર્ણિમ વાગ્લે (Swarnim Wagle), વિદેશ મંત્રી (Foreign Minister) શિશિર ખનાલ (Shishir Khanal) અને વડાપ્રધાનના મુખ્ય તથા રાજકીય સલાહકારો સામેલ છે. આ ઉપરાંત 52 સભ્યોનું વેપારી પ્રતિનિધિમંડળ પણ નવી દિલ્હી પહોંચી રહ્યું છે, જે ‘નેપાળ-ભારત બિઝનેસ ફોરમ’ ના (Nepal-India Business Forum) કાર્યક્રમમાં ભાગ લઈને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પર કામ કરશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આર્થિક પેકેજ અને પૂર બાદ પુનઃનિર્માણ
સરકારી સૂત્રોના હવાલાથી સામે આવી રહેલા અહેવાલો અનુસાર, આ યાત્રા દરમિયાન ભારત તરફથી નેપાળને એક મોટું આર્થિક પેકેજ આપવામાં આવી શકે છે, જેનું કદ લગભગ 2 અબજ ડોલર સુધી હોઈ શકે છે. જો આ પેકેજ આ સ્તરે નક્કી થાય છે, તો તે પાડોશી દેશોને આપવામાં આવેલી ભારતની સૌથી મોટી સહાય યોજનાઓ પૈકીની એક હશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પુનઃનિર્માણ અને માળખાગત સુવિધાઓ
આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે નેપાળ આ વર્ષે ઓગસ્ટમાં આવેલા હિમનદી પૂર બાદ પુનઃનિર્માણમાં લાગેલું છે, જેમાં 1,000 થી વધુ લોકોના મોત થયા હતા અને 7,000 થી વધુ ઘરો તથા ઘણી જળવિદ્યુત પરિયોજનાઓને નુકસાન પહોંચ્યું હતું. આપત્તિ સમયે ભારતે નેપાળની વિનંતી પર બચાવ દળો મોકલ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સહયોગના મુખ્ય ક્ષેત્રો
મોદી અને શાહની વાતચીતમાં કનેક્ટિવિટી, ઊર્જા, વિકાસ, પૂર પ્રભાવિત વિસ્તારોના પુનઃનિર્માણ અને લોકો વચ્ચે પરસ્પર સંપર્ક વધારવા પર વિશેષ ધ્યાન રહેશે. સાથે જ રોકાણ, વેપાર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે, જ્યારે ઘણી સંયુક્ત કનેક્ટિવિટી પરિયોજનાઓના (Joint Connectivity Project) ઉદ્ઘાટન અને નવી પરિયોજનાઓની જાહેરાતની પણ સંભાવના છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કૂટનીતિક પૃષ્ઠભૂમિ અને તૈયારીઓ
વડાપ્રધાન બન્યાના શરૂઆતના મહિનાઓમાં એવી ચર્ચાઓ હતી કે બાલેન શાહ પ્રથમ વર્ષે વિદેશ યાત્રાઓ કરવાનું ટાળી શકે છે. જો કે, વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ જ મહિનાની શરૂઆતમાં નેપાળ (Nepal) જઈને શાહ સાથે મુલાકાત કરી હતી અને તે પહેલાં નેપાળમાં (Nepal) ભારતના રાજદૂત સુધાકર દલેલાએ પણ પ્રવાસની તૈયારીઓને લઈને તેમની સાથે વાતચીત કરી હતી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને નેપાળ ઐતિહાસિક (Historical), સાંસ્કૃતિક અને સભ્યતાગત જોડાણો (Cultural and Civilizational) પર આધારિત ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે, જે હવે સ્ટાર્ટ-અપ (Start-Up), ટેકનોલોજી (Technology), નવીનતા (Innovation) અને રમતગમત (Sports) જેવા નવા ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યા છે.
नेपाल PM बालेन शाह का 25 घंटे का भारत दौरा…नेपाल को 18 हजार करोड़ की उम्मीद, PM मोदी के साथ किन मुद्दों पर होगी बात? Watch : https://t.co/mJsL21QjJV #IndiaNepal #BalenShah #PMModi #IndiaNepalRelations #Bharat24Digital @gauravstvnews @ShahBalen @PMOIndia @narendramodi @mygovindia @BJP4India @MEAIndia @palakprakash20 @akanksha_rjt
— Bharat 24 – Vision Of New India (@Bharat24Liv) November 22, 2026

