Operation SindoorOperation Sindoor
Spread the love

ભારતે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ચલાવ્યું અને પાકિસ્તાન તથા પીઓકે (PoK) માં આતંકી માળખાને નિશાન બનાવ્યું. રિપોર્ટ મુજબ, ત્યારબાદ થયેલા સંઘર્ષે દર્શાવ્યું કે ચીન સીધી લડાઈમાં સામેલ થયા વિના પણ સંકટના સમયે પાકિસ્તાનને કેવી રીતે મજબૂત કરી શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકી સંસદની (USA Senate) એક મહત્વપૂર્ણ સમિતિએ પોતાના 2026 ના વાર્ષિક અહેવાલમાં ખુલાસો કર્યો છે કે મે 2025 માં ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનને (Pakistan) ચીનનું (China) સમર્થન ભારતના વધતા પ્રભાવ અને શક્તિને સીમિત કરવાની વ્યાપક રણનીતિનો હિસ્સો હતું. ‘યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશન’ (USCC) ના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેઈજિંગ (Beijing) સૈન્ય, આર્થિક અને દરિયાઈ મોરચે ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) દરમિયાન ચીનની ભૂમિકા અને ટુ-ફ્રન્ટનું જોખમ

રિપોર્ટ મુજબ, એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) થયેલા આતંકી હુમલા (Terror Attack) બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) ચલાવ્યું અને પાકિસ્તાન (Pakistan) તથા પીઓકેમાં POK) આતંકી માળખાને નિશાન બનાવ્યું. ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) અને ત્યારબાદ થયેલા સંઘર્ષે દર્શાવ્યું કે ચીન (China) સીધી લડાઈમાં સામેલ થયા વિના પણ સંકટના સમયે પાકિસ્તાનને (Pakistan) કેવી રીતે મજબૂત કરી શકે છે. કમિશને જણાવ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાને ચીન પાસેથી લીધેલા અદ્યતન હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

Operation Sindoor

રિપોર્ટ અનુસાર, મે 2026 માં ચીનના સરકારી પ્રસારક CCTV પર પ્રસારિત એક ઈન્ટરવ્યુમાં એવિએશન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન (AVIC) ના એન્જિનિયર ઝાંગ હેંગે પુષ્ટિ કરી હતી કે તેમણે અને અન્ય ચીની કર્મચારીઓએ મે 2025 માં ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનમાં ઘટનાસ્થળે ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. આ ઉપરાંત ભારતીય સૈન્ય અધિકારીઓએ ગુપ્તચર અને સેટેલાઇટ માહિતી મળી હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જેના પર ચીને ન તો સ્પષ્ટ પુષ્ટિ કરી અને ન તો સીધો ઈન્કાર કર્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બે મોરચાનો પડકાર

ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનને ચીને સહાય કરી હતી તે રિપોર્ટ આપનાર પેનલે ચેતવણી આપી છે કે ચીનની વધતી સૈન્ય તાકાત અને પાકિસ્તાન સાથેની તેની ગાઢ ભાગીદારીથી ભારત માટે ‘ટુ-ફ્રન્ટ’ (Two Front) એટલે કે બે મોરચે એકસાથે જોખમની ચિંતા વધુ વધી છે, જેનાથી ભારતના સુરક્ષા સંસાધનો અને આર્થિક પ્રાથમિકતાઓ પર દબાણ આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતને રોકવા માટે ચીન માત્ર સૈન્ય દબાણ પૂરતું સીમિત નથી, પરંતુ આર્થિક સાધનોનો પણ ઉપયોગ કરી રહ્યું છે. બેઈજિંગ (Beijing) મહત્વપૂર્ણ ઔદ્યોગિક ઈનપુટ, સાધનો, ટેકનોલોજી અને નિષ્ણાતી પર પોતાના દબદબાનો ઉપયોગ કરી રહ્યું છે, જેથી ભારત માટે ચીનને પડકારી શકે તેવી ક્ષમતાઓ વિકસાવવી મુશ્કેલ બને.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નિકાસ શરતો અને સ્પર્ધા

રિપોર્ટ અનુસાર, ચીને કેટલીક ભારતીય કંપનીઓ પાસેથી એવું પ્રમાણપત્ર માંગ્યું હતું કે ચીની પુરવઠામાંથી બનેલા સામાનની અમેરિકામાં પુનઃનિકાસ (Re-Export) કરવામાં આવશે નહીં (જેને બાદમાં અમેરિકા-ચીન વેપાર ચર્ચાઓ દરમિયાન સ્થગિત કરવામાં આવ્યું હતું). સાથે જ, સસ્તી કિંમતો દ્વારા નવી ભારતીય ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ક્ષમતાને નબળી પાડવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પેનલ મુજબ, ચીન (China) હિંદ મહાસાગર ક્ષેત્રમાં (Indian Ocean Region) પોતાની નૌસૈનિક અને સર્વેલન્સ હાજરી વધારી રહ્યું છે, જેનાથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર પ્રભાવ પાડવાનો અને ભારતના વ્યૂહાત્મક લાભને નબળો પાડવાનો પ્રયાસ દેખાય છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે તણાવ વધવા દરમિયાન ચીને ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) ની આસપાસ અદ્યતન સેન્સર ધરાવતા સર્વે જહાજો તૈનાત કરીને દબાણ વધાર્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દક્ષિણ એશિયામાં પ્રભાવ

માળખાગત સુવિધાઓ અને નાણાકીય સંસાધનો દ્વારા ચીન પાડોશી દેશોમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે, જેનાથી પ્રાદેશિક સંતુલન પર અસર પડે છે. રિપોર્ટમાં ભારતને તે પસંદગીની તાકાતોમાં ગણવામાં આવ્યું છે, જેઓ અમેરિકી ગઠબંધન પ્રણાલીની બહાર રહેવા છતાં ચીન સાથે લાંબા ગાળાની સ્પર્ધામાં એશિયાના શક્તિ સંતુલનને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ ભારતને ચીનના મેન્યુફેક્ચરિંગના એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે જોવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ પૃષ્ઠભૂમિમાં અમેરિકી પેનલે ભલામણ કરી છે કે અમેરિકા અને ભારત નિયમિત સૈન્ય અભ્યાસોથી આગળ વધીને સતત ગુપ્તચર માહિતી શેર કરે અને હિંદ મહાસાગરમાં દરિયાઈ તથા પાણીની અંદરની દેખરેખમાં તાલમેલ વધારે. સંરક્ષણ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને મહત્વપૂર્ણ સપ્લાય ચેઈનમાં દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવામાં આવે. બંને દેશોના સંરક્ષણ, સરકારી, વ્યાવસાયિક અને શૈક્ષણિક ક્ષેત્રોના ઉભરતા નેતૃત્વ વચ્ચે ‘ઈન્ડો-અમેરિકન સ્ટ્રેટેજિક લીડરશિપ એક્સચેન્જ પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *