સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર દરરોજ કરોડો પોસ્ટ, ફોટો અને વીડિયો અપલોડ કરવામાં આવે છે. પરંતુ આમાંથી દરેક કન્ટેન્ટ દરેક યુઝરના કામનું હોતું નથી. આવા સંજોગોમાં એલ્ગોરિધમ એ નક્કી કરવામાં મદદ કરે છે કે કઈ વ્યક્તિને કયું કન્ટેન્ટ બતાવવું જોઈએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ક્યારેય તમે વિચાર્યું છે કે સોશિયલ મીડિયા (Social Media) પર સ્ક્રોલ (Scroll) કરતી વખતે તમને વારંવાર તમારી પસંદના વીડિયો (Video) જ કેમ દેખાય છે? દાખલા તરીકે, જો તમને ક્રિકેટ જોવું પસંદ છે તો તમારી ફીડમાં (Feed) ક્રિકેટ (Cricket) સાથે જોડાયેલા વીડિયોની (Video) ભરમાર થઈ જાય છે. જો તમે રસોઈ બનાવવાની રેસિપી જુઓ છો તો થોડા જ દિવસોમાં તમને જાતભાતના ફૂડ વીડિયો (Food Video) દેખાવા લાગે છે. નવાઈની વાત એ છે કે આ માટે તમારે દર વખતે તમારી પસંદ જણાવવાની જરૂર પડતી નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) જાતે જ સમજવા લાગે છે કે તમને શું જોવું ગમે છે અને કયા પ્રકારના કન્ટેન્ટને (Content) તમે નજરઅંદાજ કરો છો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ખરેખર, આની પાછળ એક ખાસ ટેકનિક કામ કરે છે, જેને સોશિયલ મીડિયા એલ્ગોરિધમ (Social Media Algorithm) કહેવામાં આવે છે. આ જ નક્કી કરે છે કે તમારી સ્ક્રીન (Screen) પર કઈ પોસ્ટ (Post), ફોટો (Photo) કે વીડિયો (Video) દેખાશે. આવો સરળ ભાષામાં સમજીએ કે સોશિયલ મીડિયા એલ્ગોરિધમ (Social Media Algorithm) શું છે, તે કેવી રીતે કામ કરે છે અને અલગ-અલગ પ્લેટફોર્મ પર તેની ભૂમિકા શું હોય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સોશિયલ મીડિયા (Social Media) એલ્ગોરિધમ શું હોય છે?
સરળ શબ્દોમાં કહીએ તો એલ્ગોરિધમ (Algorithm) કેટલાક નિયમો અને સૂચનાઓની એવી સિસ્ટમ છે, જે કમ્પ્યુટરને (Computer) જણાવે છે કે તેણે કયું કામ કઈ રીતે કરવાનું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર દરરોજ કરોડો પોસ્ટ (Post), ફોટો (Photo) અને વીડિયો (Video) અપલોડ કરવામાં આવે છે. પરંતુ આમાંથી દરેક કન્ટેન્ટ (Content) દરેક યુઝરના (User) કામનું હોતું નથી. આવા સંજોગોમાં એલ્ગોરિધમ (Algorithm) એ નક્કી કરવામાં મદદ કરે છે કે કઈ વ્યક્તિને કયું કન્ટેન્ટ (Content) બતાવવું જોઈએ.
આ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) યુઝરની ગતિવિધિઓને સમજે છે. જેમ કે તે કયા પ્રકારના વીડિયો જુએ છે, કઈ પોસ્ટને લાઈક કરે છે, કોને શેર કરે છે અને કયા એકાઉન્ટ્સ પર વધુ સમય વિતાવે છે. આ માહિતીના આધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) તમારી પસંદનો અંદાજ લગાવે છે અને તે મુજબ ફીડ તૈયાર કરે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એલ્ગોરિધમની જરૂર કેમ પડે છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media)પર કન્ટેન્ટની (Content) કોઈ કમી નથી. દર સેકન્ડે હજારો નવા વીડિયો અને પોસ્ટ અપલોડ થાય છે. જો કોઈ યુઝરને કોઈપણ પ્રકારની છણાવટ વિના આ બધી પોસ્ટ દેખાવા લાગે તો તેના માટે કામની વસ્તુઓ શોધવી ઘણી મુશ્કેલ થઈ જશે.
માની લો કે, તમને ક્રિકેટમાં રસ છે, પરંતુ કોઈ બીજી વ્યક્તિને ટ્રાવેલ વીડિયો (Travel Video) જોવા પસંદ છે. બંનેની સોશિયલ મીડિયા ફીડ (Social Media Feed) એકસરખી ન હોઈ શકે. એલ્ગોરિધમ (Alogorithm) બંનેની પસંદને સમજીને અલગ-અલગ કન્ટેન્ટ (Content) બતાવે છે. આનાથી યુઝરને (User) પોતાની પસંદની વસ્તુઓ સરળતાથી મળી જાય છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર તેનો સમય પણ વધુ પસાર થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેવી રીતે કામ કરે છે સોશિયલ મીડિયા એલ્ગોરિધમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Algorithm)?
એલ્ગોરિધમના (Algorithm) કામ કરવાની સમગ્ર રીત ઘણી ટેકનિકલ હોય છે. દરેક સોશિયલ મીડિયા કંપની (Social Media Company) આ માટે અલગ-અલગ સિસ્ટમ અને નિયમોનો ઉપયોગ કરે છે. જો કે, કેટલીક સામાન્ય બાબતો લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર જોવા મળે છે.
તમારી દરેક ગતિવિધિ પર રાખે છે નજર: જ્યારે તમે કોઈ વીડિયો (Video) જુઓ છો, તેને લાઈક કરો છો અથવા કોઈ પોસ્ટ (Post) પર કોમેન્ટ (Comment) કરો છો ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પાસે તમારી પસંદ સાથે જોડાયેલો એક સંકેત પહોંચે છે. ઉદાહરણ તરીકે, જો તમે સતત ક્રિકેટના વીડિયો (Cricket Video) જુઓ છો અને બીજા પ્રકારના વીડિયોને ઝડપથી સ્ક્રોલ કરી દો છો તો સિસ્ટમ સમજવા લાગે છે કે તમારો રસ ક્રિકેટમાં વધુ છે.
જુએ છે કે તમે કયા કન્ટેન્ટ પર કેટલો સમય વિતાવો છો: માત્ર લાઈક (Like) કરવું એ જ તમારી પસંદ જણાવવાની રીત નથી. તમે કોઈ વીડિયોને કેટલી વાર જોયો, તેને પૂરો જોયો કે અધવચ્ચે છોડી દીધો, આ પણ મહત્વનું હોય છે. જો તમે કોઈ વીડિયોને વારંવાર જુઓ છો તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) તેને તમારા રસનો સંકેત માની શકે છે.
તમારી પસંદના આધારે કન્ટેન્ટ બતાવે છે: તમારી એક્ટિવિટીમાંથી (Activity) મળેલી માહિતીના આધારે સોશિયલ મીડિયા એલ્ગોરિધમ (Social Media Algorithm) એવા વીડિયો અને પોસ્ટ પસંદ કરે છે, જેને જોવામાં તમારો રસ હોઈ શકે છે. આ જ કારણ છે કે જો તમે થોડા દિવસો સુધી ફિટનેસ વીડિયો (Fitness Video) જુઓ છો તો તમારી ફીડમાં (Feed) વર્કઆઉટ (Workout), ડાયટ (Diet) અને હેલ્થ (Health સાથે જોડાયેલા વીડિયો વધવા લાગે છે.
સમયની સાથે પોતાની જાતને અપડેટ કરતું રહે છે: સોશિયલ મીડિયા એલ્ગોરિધમ (Social Media Algorithm) એકવાર તમારી પસંદ સમજીને અટકી જતું નથી. તે સતત તમારા નવા વ્યવહારમાંથી શીખતું રહે છે. જો પહેલાં તમને ગેમિંગ વીડિયો (Gaming Video) પસંદ હતા, પરંતુ હવે તમે ટ્રાવેલ વીડિયો (Travel Video) વધુ જોવા લાગ્યા છો તો ધીમે-ધીમે તમારી ફીડમાં (Feed) પણ બદલાવ આવવા લાગશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર એલ્ગોરિધમની ભૂમિકા
ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે નક્કી થાય છે કે તમને કઈ રીલ દેખાશે?
ઇન્સ્ટાગ્રામ (Instagram) પર દરેક જગ્યાએ એક જ પ્રકારનું એલ્ગોરિધમ (Algorithm) કામ કરતું નથી. ફીડ (Feed), સ્ટોરીઝ (Stories), રીલ્સ (Reels) અને એક્સપ્લોર સેક્શનમાં કન્ટેન્ટ (Content) બતાવવાની રીતો અલગ-અલગ હોઈ શકે છે. તમે જે એકાઉન્ટ્સને ફોલો (Follow) કરો છો, તેમની સાથે તમારી વાતચીત અને તેમની પોસ્ટ પર તમારી પ્રતિક્રિયા ફીડને પ્રભાવિત કરે છે. રીલ્સમાં (Reels) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) એ સમજવાનો પ્રયાસ કરે છે કે તમે કયા પ્રકારના વીડિયો પસંદ કરો છો. તમે અગાઉ કઈ રીલ જોઈ, કોને લાઈક કે શેર કરી અને કયા વીડિયોને પૂરો જોયો, આ તમામ બાબતો મહત્વપૂર્ણ હોઈ શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ઉપરાંત વીડિયોની લોકપ્રિયતા, તેની માહિતી અને તેને જોનારા અન્ય યુઝર્સની પ્રતિક્રિયા પણ કન્ટેન્ટની પહોંચને પ્રભાવિત કરી શકે છે. આ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ (Instagram) ખોલતા જ તમને ઘણીવાર એવા ક્રિએટર્સની (Creators) રીલ્સ (Reels) પણ દેખાઈ જાય છે, જેમને તમે ક્યારેય ફોલો કર્યા હોતા નથી.
યુટ્યુબ કેવી રીતે સમજે છે કે તમને કયો વીડિયો પસંદ આવશે?
યુટ્યુબ (YouTube) પર વીડિયોની રેકોમેન્ડેશન કરવામાં તમારી વોચ હિસ્ટ્રીની (Watch History) મહત્વની ભૂમિકા હોય છે. માની લો કે, તમે યુટ્યુબ (YouTube) પર સતત મોબાઈલ રિવ્યુ (Mobile Review) જુઓ છો. ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) તમને નવા સ્માર્ટફોન (Smartphone), ટેકનોલોજી (Technology) અને ગેજેટ્સ (Gadgets) સાથે જોડાયેલા વીડિયો બતાવવાનું શરૂ કરી શકે છે. યુટ્યુબ (YouTube) એ પણ જુએ છે કે તમે કયો વીડિયો કેટલા સમય સુધી જુઓ છો, કયા વીડિયોને પસંદ કરો છો અને કઈ ચેનલો પર વારંવાર જાઓ છો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ઉપરાંત કોઈ વીડિયોને જોનારા અન્ય લોકોની પસંદ પણ ભલામણોને પ્રભાવિત કરી શકે છે. એટલે કે યુટ્યુબ (YouTube) માત્ર એ જ નથી જોતું કે કોઈ વીડિયો પર કેટલા વ્યુ આવ્યા છે, પરંતુ એ સમજવાનો પણ પ્રયાસ કરે છે કે તે વીડિયો કયા લોકો માટે ઉપયોગી કે રસપ્રદ હોઈ શકે છે.
ફેસબુક પર કેવી રીતે કામ કરે છે કન્ટેન્ટ બતાવનારી સિસ્ટમ?
ફેસબુક (Facebook) પર તમને મિત્રોની પોસ્ટ (Post), ગ્રુપની (Group) ગતિવિધિઓ, પેજનું કન્ટેન્ટ (Page Content) અને રેકોમેન્ડ કરાયેલા વીડિયો દેખાય છે. અહીં તમારી પસંદ અને તમારા કનેક્શન બંને મહત્વપૂર્ણ હોય છે. તમે કયા મિત્રોની પોસ્ટ પર પ્રતિક્રિયા આપો છો, કયા ગ્રુપ્સમાં એક્ટિવ રહો છો અને કયા પ્રકારના પેજ જુઓ છો, આ બાબતોથી તમારી ફીડ (Feed) પ્રભાવિત થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ સાથે જ પોસ્ટ કેટલી નવી છે, તેના પર લોકોની પ્રતિક્રિયા કેવી છે અને તે તમારા માટે કેટલી પ્રાસંગિક હોઈ શકે છે, આ સંકેતોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ જ કારણે બે લોકોના ફેસબુક એકાઉન્ટ (Facebook Account) પર એકસરખી ફીડ નજરે પડે તે જરૂરી નથી.
લિંક્ડઇન પર કયા આધારે દેખાય છે પોસ્ટ?
લિંક્ડઇન (Linkedin) બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) કરતાં થોડું અલગ છે. અહીં નોકરી (Job), કરિયર (Career), બિઝનેસ અને પ્રોફેશનલ નેટવર્કિંગ (Business and Professional Networking) સાથે જોડાયેલું કન્ટેન્ટ (Content) વધુ જોવા મળે છે. આ પ્લેટફોર્મ પર પોસ્ટની ઉપયોગીતા, વિષય સાથેનું જોડાણ અને યુઝર્સની પ્રતિક્રિયા મહત્વપૂર્ણ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે માર્કેટિંગ (Marketing) સાથે જોડાયેલી પોસ્ટ વાંચો છો અને આ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરો છો તો તમને આ જ વિષય સાથે જોડાયેલી પોસ્ટ વધુ દેખાઈ શકે છે. આ ઉપરાંત પોસ્ટની નવી માહિતી, લેખકની વિશ્વસનીયતા અને તમારા પ્રોફેશનલ નેટવર્કની (Professional Network) પણ અસર પડી શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એક્સ એટલે કે ટ્વિટર પર કેવી રીતે નક્કી થાય છે તમારી ફીડ?
એક્સ (અગાઉ ટ્વિટર) પર પણ યુઝરની પસંદ અને ગતિવિધિઓના આધારે પોસ્ટ બતાવવામાં આવે છે. તમે કયા એકાઉન્ટ્સને ફોલો કરો છો, કઈ પોસ્ટને લાઈક (Like) કે રીપોસ્ટ (Repost) કરો છો અને કયા વિષયો પર વાતચીત કરો છો, આ તમામ બાબતો તમારી ટાઈમલાઈનને (Timeline) પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત પોસ્ટ કેટલી નવી છે, તેના પર કેટલું એંગેજમેન્ટ (Engagement) મળી રહ્યું છે અને તે તમારા માટે કેટલી પ્રાસંગિક છે, આ સંકેતોને પણ મહત્વ આપવામાં આવે છે. આ રીતે પ્લેટફોર્મ પ્રયાસ કરે છે કે તમારી સ્ક્રીન પર એ જ પોસ્ટ આવે, જેમાં તમારો રસ હોવાની સંભાવના વધુ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
શું સોશિયલ મીડિયા એલ્ગોરિધમના કોઈ નુકસાન પણ છે?
સોશિયલ મીડિયા એલ્ગોરિધમ (Social Media Algorithm) ઘણા ફાયદા છે, પરંતુ તેના કેટલાક નુકસાન પણ હોઈ શકે છે. જ્યારે કોઈ સોશિયલ મીડિયા એલ્ગોરિધમ (Social Media Algorithm) સતત તમારી પસંદનું કન્ટેન્ટ (Content) બતાવે છે ત્યારે તમે એક જ પ્રકારની માહિતી અને વિચારો વચ્ચે સીમિત થઈ શકો છો. તેને ઈકો ચેમ્બર (Echo Chamber) કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિને વારંવાર તે જ પ્રકારના વિચારો અને માહિતી દેખાય છે, જેની સાથે તે પહેલેથી જ સહમત હોય છે. આ ઉપરાંત મનપસંદ વીડિયો સતત સામે આવવાથી યુઝર જરૂર કરતાં વધુ સમય સોશિયલ મીડિયા (Social Media) પર વિતાવવા લાગી શકે છે. ઘણીવાર કોઈ ખાસ કામ વગર પણ સ્ક્રોલિંગ (Scrolling) ચાલતું રહે છે.
તેથી એ સમજવું જરૂરી છે કે સોશિયલ મીડિયા (Social Media) પર દેખાતું દરેક કન્ટેન્ટ જરૂરી નથી કે તમારા માટે સૌથી ઉપયોગી કે સંપૂર્ણપણે સાચું હોય.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેવી રીતે રાખશો સોશિયલ મીડિયા એલ્ગોરિધમને પોતાના કંટ્રોલમાં?
એલ્ગોરિધમ તમારી ગતિવિધિઓમાંથી શીખે છે. આવા સંજોગોમાં તમે તમારી કેટલીક આદતોમાં બદલાવ કરીને તમારી ફીડને બહેતર બનાવી શકો છો:
- જે પ્રકારનું કન્ટેન્ટ જોવા માંગો છો, તેને લાઈક, સેવ અથવા ફોલો કરો.
- જે વીડિયો કે પોસ્ટ પસંદ નથી, તેના પર ‘Not Interested’ ના વિકલ્પનો ઉપયોગ કરો.
- બિનજરૂરી એકાઉન્ટ્સને અનફોલો અથવા મ્યૂટ કરો.
- સમયાંતરે તમારી વોચ હિસ્ટ્રી અને સર્ચ હિસ્ટ્રી તપાસો.
- અલગ-અલગ વિષયોનું કન્ટેન્ટ પણ જુઓ, જેથી તમારી ફીડ એક જ પ્રકારની માહિતી સુધી સીમિત ન રહે.
આ રીતે તમે તમારા સોશ્યલ મીડિયા એકાઉન્ટ (Social Media Account) ઉપર અલ્ગોરિધમને સેટ કરી શકો છો અને અણગમતા વિડીયો પોસ્ટ્સથી પોતાને દૂર રાખી શકો છો.
🚨 BIG BREAKING Meta CHANGES its manipulative algorithm policy in India. Following pressure from the Indian government, Meta has officially REMOVED sensitive content from the ‘recommend’ feed. https://t.co/cf70d9hG6G
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 17, 2026

