Madhya PradeshMadhya Pradesh
Spread the love

મધ્ય પ્રદેશ સરકારે (Madhya Pradesh Government) સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારોને મોટી રાહત આપી છે. સરકારી ભરતીઓમાં આશરે 25 વર્ષથી લાગુ ‘બે બાળકોના પ્રતિબંધ’ વાળો નિયમ ખતમ કરી દેવામાં આવ્યો છે. સ્પેશિયલ કેબિનેટ મીટિંગમાં સિવિલ સેવા નિયમ, 1961 માં સુધારાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) સરકારી નોકરીની (Government Job) તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. રાજસ્થાન (Rajasthan) અને છત્તીસગઢ (Chhattisgarh) બાદ મધ્ય પ્રદેશ સરકારે (Madhya Pradesh Government) ભરતીઓમાં બે બાળકોના પ્રતિબંધ વાળો નિયમ ખતમ કરી દીધો છે, જે 25 વર્ષથી અમલમાં હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બુધવારે યોજાયેલી સ્પેશિયલ કેબિનેટ બેઠકમાં જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) ના સિવિલ સેવા નિયમ, 1961 માં સુધારાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે ત્રીજું બાળક થવા પર ન તો કોઈ સરકારી કર્મચારીની નોકરી જશે અને ન તો નવી ભરતીઓમાં ત્રણ બાળકો ધરાવતા ઉમેદવારોને અયોગ્ય ગણવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) 2001 થી લાગુ હતી ટુ-ચાઇલ્ડ પોલિસી

મધ્ય પ્રદેશની (Madhya Pradesh) સરકારી ભરતીઓમાં બે બાળકોના પ્રતિબંધ વાળો નિયમ 26 જાન્યુઆરી 2001 પછીથી લાગુ હતો. તત્કાલીન દિગ્વિજય (Digvijay Singh) સરકારે આ નિયમને વસ્તી નિયંત્રણને પ્રોત્સાહન આપવા માટે લાગુ કર્યો હતો, જેથી સરકારી કર્મચારીઓના માધ્યમથી નાના પરિવારનો સંદેશ સમાજમાં જાય. આ નિયમ નવી ભરતી અને વર્તમાન કર્મચારીઓ બંને પર લાગુ હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સુપ્રીમ કોર્ટ અને એમપી કોર્ટે સરકારને કર્યા હતા સવાલ

તાજેતરના કેટલાક વર્ષોમાં સરકારી ભરતીઓમાં ટુ-ચાઇલ્ડ પોલિસીને (Two Child Policy) વ્યક્તિગત સ્વતંત્રતાના હનન તરીકે જોવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેની પ્રાસંગિકતા પર ટિપ્પણી કરી હતી અને એમપી કોર્ટે (Madhya Pradesh Court) પણ નોકરી લાગ્યા બાદ ત્રીજું બાળક થવા પર નિયમ લાગુ થવા અંગે સરકારને સવાલો કર્યા હતા.

તાજેતરમાં આ નિયમને હટાવવામાં ત્યારે તેજી આવી જ્યારે આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) ઘટતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં પ્રજનન (TFR) દર 2.1 છે, પરંતુ સમાજના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રતિ પરિવાર સરેરાશ 3 બાળકો હોવા જરૂરી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાજસ્થાન અને છત્તીસગઢમાં લાગુ હતો નિયમ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) એકમાત્ર એવું રાજ્ય નથી, જ્યાં સરકારી નોકરીઓમાં બે બાળકોના પ્રતિબંધ વાળો નિયમ લાગુ હતો. રાજસ્થાન (Rajasthan) સરકારે વર્ષ 2016 અને છત્તીસગઢ (Chhattisgarh) સરકારે તેને 2017 માં ખતમ કરી દીધો હતો. વળી, આંધ્ર પ્રદેશે (Andhra Pradesh) ત્રીજા બાળક પર 25,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાની પણ જાહેરાત કરી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અગાઉ હટાવવામાં આવેલા કર્મચારીઓનું શું થશે?

ટુ-ચાઇલ્ડ પોલિસીના (Two Child Policy) કારણે હજારો કર્મચારીઓને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા છે. શાળા (School), કોલેજ (Collehe) અને મેડિકલ કોલેજોના (Medical Colleges) સરકારી કર્મચારીઓના (Government Employees) 8 થી 10 હજાર મામલા ત્રીજા સંતાનને લઈને વિભાગીય તપાસ અને શિસ્તભંગની કાર્યવાહીના દાયરામાં હતા, જેને હવે બંધ કરી દેવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જો કે, સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ નિયમના કારણે જે કર્મચારીઓની નોકરી જતી રહી છે અથવા કાર્યવાહીમાં અંતિમ નિર્ણય થઈ ચૂક્યો છે, તેમને પરત લાવવામાં આવશે નહીં. એટલે કે સેવામાંથી બહાર થઈ ચૂકેલા સરકારી કર્મચારીઓને કોઈ રાહત મળશે નહીં.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *