Rahul Gandhi
Spread the love

‘ગુમશુદા’ રાહુલ ગાંધી (Rahul Gandhi) લખેલા પોસ્ટર્સ દિલ્હીના (Delhi) આઇટીઓ (ITO) અને ફિરોઝશાહ રોડ (Ferozeshah Road) સહિતના કેટલાક વિસ્તારોમાં સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે રાહુલ ગાંધીના (Rahul Gandhi) પોસ્ટર એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભાજપ (BJP) સતત કોંગ્રેસ નેતાના (Congress Leader) વિદેશ પ્રવાસને (Foreign Visit) લઈને સવાલો ઉઠાવી રહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોંગ્રેસ સાંસદ (Congress MP) અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીને (Rahul Gandhi) લઈને દિલ્હીના (Delhi) કેટલાક વિસ્તારોમાં પોસ્ટરો લાગ્યા છે. આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) ‘ગુમશુદા’ બતાવવામાં આવ્યા છે. આમાં તેમના નામની સાથે ઓળખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિલ્હીના (Delhi) ફિરોઝશાહ રોડ (Ferozeshah Road) સહિત કેટલીક જગ્યાઓ પર રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુમશુદા હોવાના પોસ્ટર સામે આવ્યા છે. જેવા આ પોસ્ટર સામે આવ્યા કે તરત જ સવાલ ઉઠ્યો કે આખરે આ કોણે લગાવ્યા છે? એવું એટલા માટે કારણ કે પોસ્ટરમાં આ લગાવનારાઓ સંદર્ભે કોઈ માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ ભાજપે (BJP) કોંગ્રેસ નેતાના (Congress Leader) આ પોસ્ટર પર નિશાન સાધ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાહુલ ગાંધીના (Rahul Gandhi) આ પોસ્ટર કોણે લગાવડાવ્યા?

દિલ્હીમાં (Delhi) રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુમશુદા હોવાના પોસ્ટર રવિવારે નજરે પડ્યા. આ બધું એવા સમયે થયું છે જ્યારે કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) રાહુલ ગાંધીની (Rahul Gandhi) કથિત વિદેશ યાત્રાને લઈને તેમના પર સતત હુમલા કરી રહી છે. એક દિવસ પહેલા જ કેન્દ્રની સત્તાધારી ભાજપે (BJP) રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ સંસદ (Parliament), ચૂંટણી (Election) કે તેમની પાર્ટીને તેમની જરૂર હોય છે, ત્યારે તેઓ ગાયબ રહે છે. એટલું જ નહીં રાહુલ ગાંધી ‘વધુ એક વિદેશ યાત્રા’ પર ચાલ્યા જાય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભાજપના નિશાના પર રાહુલ ગાંધી

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawalla) આ સંબંધમાં કોંગ્રેસ સાંસદ (Congress MP) પર તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) માટે LoP નો મતલબ વિરોધ પક્ષના નેતા (Leader of the Opposition) નથી, પરંતુ લીડર ઓફ પર્યટન એન્ડ પાર્ટીઈંગ (Leader of Paryatan and Partying’) છે. શહઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawalla) એક વીડિયો નિવેદનમાં કહ્યું કે રાહુલ ગાંધીએ LoP નું નામ બદલીને ‘Leader of Paryatan and Partying’ કરી દેવું જોઈએ કારણ કે તેઓ હંમેશાં આ જ કરે છે- પાર્ટી કરવી, હરવું-ફરવું અને યાત્રા કરવી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ શું કહ્યું?

ભાજપ પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી (Rahul Gandhi) પોતાની રાજકીય જવાબદારીઓ કરતાં વિદેશ યાત્રાઓને (Foreign Visit) વધુ મહત્વ આપે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે તેઓ લોકો, સંસદ કે દેશને પ્રાથમિકતા આપતા નથી. તેમને હરવું-ફરવું વધુ પસંદ છે. ભાજપ નેતા (BJP Leader) બોલ્યા- “મહત્વના પ્રસંગોએ, જ્યારે પાર્ટીને સંગઠનાત્મક મદદની જરૂર હોય છે, ત્યારે તેઓ બહાર ચાલ્યા જાય છે. સંસદ સત્ર દરમિયાન પણ તેઓ ચાલ્યા જાય છે. રાહુલ ગાંધી હંમેશાં રજાઓના મૂડમાં રહે છે.” શહઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawalla) આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેટલીક મહત્વની જગ્યાઓ પર રાહુલ ગાંધીની તસવીર સાથે ‘ગુમશુદા’ લખેલા પોસ્ટર જોવામાં આવ્યા હતા. આ પોસ્ટરો કોણે લગાવ્યા હતા તે તાત્કાલિક જાણી શકાયું નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પીએમ મોદી અને રાહુલ ગાંધીની તુલના કરીને શું બોલ્યા પૂનાવાલા?

શહઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawalla) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને કોંગ્રેસ નેતા (Congress Leader) વચ્ચે તુલના કરી અને દાવો કર્યો કે વારંવારની વિદેશ યાત્રાઓના કારણે રાહુલ ગાંધી ‘સૌથી લાંબા સમય સુધી વિપક્ષના નેતા’ બની રહી શકે છે. તેમણે કહ્યું, “એક તરફ, વડાપ્રધાન મોદી (PM Modi) દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે, સરકારના વડા તરીકે 9,000 થી વધુ દિવસો સુધી તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. આને જ કામ કરવાની પદ્ધતિ કે સેવા ભાવ કહેવાય છે. બીજી તરફ, રાહુલ ગાંધી સૌથી લાંબા સમય સુધી વિપક્ષના નેતા બની શકે છે કારણ કે તેઓ તો બસ રજાઓ પર જ રહે છે.”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *