ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર રમાનારી ૩ મેચોની વનડે સિરીઝ (ODI Series) માટે ભારતીય ટીમની (Team India) જાહેરાત કરી દેવામાં આવી છે. ઇંગ્લેન્ડ પ્રવાસે (England Tour) જનારી આ ટીમનું સુકાન (Captain) યુવા બેટ્સમેન શુભમન ગિલને (Shubhman Gill) સોંપવામાં આવી છે, જ્યારે શ્રેયસ અય્યરને (Shreyas Iyer) ઉપકપ્તાન (Vice Captain) બનાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસે (England Tour) જનારી આ સ્ક્વોડમાં સૌથી મોટું આકર્ષણ વિરાટ કોહલીનું (Virat Kohli) નામ છે, પરંતુ ટીમમાં પસંદગી થવા છતાં તેમના રમવા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિરાટ કોહલીની વાપસી પણ શરત લાગુ, હાર્દિક-યશસ્વી બહાર
ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) માટે જાહેર કરાયેલી ટીમમાં વિરાટ કોહલીનું (Virat Kohli) નામ સામેલ છે, પરંતુ તેમણે રમતા પહેલા પોતાનો ફિટનેસ ટેસ્ટ (Fitness Test) પાસ કરવો પડશે. અફઘાનિસ્તાન (Afghanistan) સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારવા છતાં ઓપનર યશસ્વી જાયસ્વાલને (Yashsvi Jayswal) ટીમમાંથી બહાર કરી દેવાયો છે. કોહલીની વાપસીના કારણે જાયસ્વાલને સ્થાન ગુમાવવું પડ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અફઘાનિસ્તાન (Afghanistan) સિરીઝ દરમિયાન જૂની ઈજા ફરી ઉભરી આવતા હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ પ્રવાસમાંથી બહાર છે, તેમના સ્થાને ઓલરાઉન્ડર (Al rounder) હર્ષિત રાણાને (Harshit Rana) તક મળી છે. સ્ટાર ફાસ્ટ બોલર (Fast Bowler) જસપ્રિત બુમરાહની (Jaspreet Bumrah) વનડે ટીમમાં (ODI Team) વાપસી થઈ છે. અફઘાનિસ્તાન (Afghanistan) સામે શાનદાર પ્રદર્શન કરનારા ગુરનૂર બ્રાર (Gurnoor Brar) અને પ્રસિદ્ધ ક્રિષ્નાને (Prasidh Krishna) પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) માટે ભારતની સંપૂર્ણ વનડે સ્ક્વોડ
ટીમમાં કેએલ રાહુલ અને ઈશાન કિશનના રૂપમાં બે વિકેટકીપરનો સમાવેશ કરાયો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેર થયેલી સંપૂર્ણ ભારતીય ટીમ આ મુજબ છે. શુભમન ગિલ (કેપ્ટન) રોહિત શર્મા, વિરાટ કોહલી (ફીટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે), શ્રેયસ ઐયર (ઉપકપ્તાન), કેએલ રાહુલ અને ઈશાન કિશન (વિકેટકીપર) વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, નિતીશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રાર.
🚨 News 🚨
— BCCI (@BCCI) June 21, 2026
India’s ODI squad for the England tour announced.
𝗡𝗢𝗧𝗘: Varun Chakaravarthy has been ruled out of the Ireland T20I Series as he continues his rehab at the BCCI COE.
More Details ▶️ https://t.co/wOdXTQqJto #TeamIndia | #ENGvIND pic.twitter.com/t0GypgM4kp
ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર ભારતીય ટીમ પહેલા 5 ટી20 મેચોની સિરીઝ રમશે અને ત્યારબાદ 14 જુલાઈથી વનડે સિરીઝની શરૂઆત થશે. ટી20 સિરીઝ બાદ શુભમન ગિલ એન્ડ કંપની વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. ક્રિકેટ રસિકોની નજર હવે વિરાટ કોહલીના ફિટનેસ ટેસ્ટ પર રહેશે કે તેઓ આ મહત્વના પ્રવાસમાં મેદાન પર ઉતરે છે કે નહીં.

