ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરનારા ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ સાથે યુપી પોલીસનું એન્કાઉન્ટર. યુપી પોલીસ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવાયા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને ભારે માત્રામાં કારતુસ મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર કોતવાલી વિસ્તારમાં થયું હતું. જેમાં ગુરદાસપુરના રહેવાસી ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહનું મોત નીપજ્યું હતું. ગોળીઓથી ઘાયલ થયેલા તમામ ગુનેગારોને સીએચસી પુરનપુર મોકલવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા.
Pilibhit, Uttar Pradesh: A joint operation by UP Police and Punjab Police led to a fierce encounter with criminals involved in attacking a police outpost in Gurdaspur, Punjab, using grenades and bombs. The operation resulted in the recovery of two AK-47 rifles and two Glock… pic.twitter.com/cjp8VDawah
— IANS (@ians_india) December 23, 2024
પીલીભીતના એસપીએ કર્યું ઓપરેશનનું નેતૃત્વ
ડીજીપી પ્રશાંત કુમારે એક મીડિયા ચેનલને જણાવ્યું કે અમને ગુરુદાસપુર પોલીસ ચોકી પર થયેલા હુમલાનો આરોપી ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં છુપાયા હોવાના ઈનપુટ પંજાબ પોલીસ તરફથી મળ્યા હતા. આ ઈનપુટ બાદ જિલ્લા પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને રવિવારે મોડી રાત્રે યુપી પોલીસ અને પંજાબ પોલીસની ટીમ સાથે લાઈવ એન્કાઉન્ટરમાં ત્રણેય આતંકીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા. ઘાયલ થયેલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ડીજીપીએ કહ્યું કે આ ઓપરેશનનું નેતૃત્વ પીલીભીતના પોલીસ અધિક્ષક પોતે કરી રહ્યા હતા.