રશિયા-યુક્રેન યુદ્ધ મંગળવારે ઘાતક સ્તર પર પહોંચ્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાના કેમિકલ-રેડિયેશન અને જૈવિક સૈનિકોના વડા ઈગોર કિરિલોવને મારી નાખ્યા છે. કિરીલોવ એક ઈમારતમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે યુક્રેનની ગુપ્તચર એજન્સીએ સ્કૂટરમાં રાખેલા 300 કિલો વિસ્ફોટકોથી હુમલો કરીને તેમને ઉડાવી દીધા હતા. ઈગોર કિરિલોવ એ જ વ્યક્તિ છે જેમણે દાવો કર્યો હતો કે યુક્રેન મચ્છરમાંથી એવા જૈવિક શસ્ત્રો બનાવી રહ્યું છે જેનાથી ભારે વિનાશ થઈ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આનાથી ખોફમાં આવી ગયા હતા. પુટીન કોઈપણ રીતે યુક્રેન આ પ્રકારના શસ્ત્રો પ્રાપ્ત ન કરી લે એવું ઇચ્છતા હતા. કિરિલોવની હત્યા બાદ એવો પ્રશ્ન ઘુમરાઇ રહ્યો છે કે એવું કયું શસ્ત્ર હતું જે કિરિલોવ કોઈપણ કિંમતે યુક્રેન પાસેથી છીનવી લેવા માંગતા હતા?
બીબીસીના રિપોર્ટ અનુસાર, માર્ચ 2022માં ભારે હોબાળો મચી ગયો હતો જ્યારે કિરિલોવે દાવો કર્યો હતો કે અમેરિકા જૈવિક શસ્ત્રો બનાવવા માટે યુક્રેનમાં એક લેબ વિકસાવી રહ્યું છે. કેટલીક પ્રયોગશાળાઓ રશિયન દળોએ કબજે પણ કરી લીધી છે. ત્યાર બાદ કિરિલોવે એવો દાવો કર્યો હતો કે યુક્રેન ડર્ટી બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને બે ટીમોને તેની જવાબદારી પણ સોંપવામાં આવી ચુકી છે. જો કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા જે વાત કરી રહ્યું છે તેનો અર્થ એ છે કે પુતિન પોતે જ આવા હથિયાર બનાવી રહ્યું છે તેમ કહીને આ દાવાને ફગાવી દીધો.
જ્યારે કિરિલોવે આપ્યા પુરાવા
આ દરમિયાન થોડાક દિવસો બાદ કિરિલોવ પુરાવા આપતા જણાવ્યું કે, યુક્રેનના અવદિવકા શહેર પાસે બનાવવામાં આવેલી એક લેબ જ્યાં રાસાયણિક હથિયારો બનાવવામાં આવી રહ્યા હતા તેને રશિયાએ પોતાના નિયંત્રણમાં લીધી છે.
કિરિલોવના જણાવ્યા મુજબ રશિયાએ કબ્જે કરેલી લેબમાં કેમિકલ વોર એજન્ટ બીઝેડની સાથે હાઇડ્રોસાયનિક એસિડ અને સાયનોજન ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. કિરિલોવે દાવો કર્યો હતો કે યુક્રેન મચ્છરમાંથી જૈવિક હથિયાર બનાવી રહ્યું છે. રશિયાના સૈનિકોને મેલેરિયા સંક્રમિત મચ્છરોથી નિશાન બનાવવાની યોજના છે.
મચ્છર કેવી રીતે પાયમાલી મચાવતા?
કિરીલોવે દાવો કર્યો હતો કે મેલેરિયાથી સંક્રમિત મચ્છરોને ખતરનાક દવાઓ આપવામાં આવશે, જે વ્યક્તિના શરીર પર ચોંટતાની સાથે જ બીમાર થઈ જશે અને ધીમે ધીમે તેનું મૃત્યુ પામશે. રશિયન જાસૂસ સર્ગેઈ સ્ક્રિપાલને પણ આવી જ રીતે નિશાન બનાવવામાં આવ્યો હતો. સર્ગેઈ સ્ક્રિપાલને તેના દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે, જો યુક્રેનના હાથમાં આ હથિયાર આવી જાત તો તેનાથી રશિયાને ઘણું નુકસાન થાત, ઘણો વિનાશ થયો હોત. જો કે હજુ સુધી આના સંપૂર્ણ પુરાવા સામે આવ્યા નથી.
ઇગોર કિરીલોવ કોણ હતા?
ઇગોર કિરીલોવ રશિયાના રાસાયણિક-રેડિયેશન અને જૈવિક ટ્રુપના ચીફ હતા. ઇગોર કિરીલોવની મદદથી જ રશિયા જૈવિક શસ્ત્રોથી લડવાનું આયોજન કરી રહ્યું હતું. કિરીલોવ એટલા શક્તિશાળી હતા કે અમેરિકા અને યુરોપ પણ તેનાથી ડરતા હતા. અમેરિકા અને યુરોપના તમામ દેશોમાં ઇગોર કિરીલોવના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ઇગોર કિરીલોવને રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સૌથી વિશ્વાસુ માનવામાં આવતા હતા. બ્રિટનનો દાવો છે કે કિરિલોવે યુક્રેનમાં ઘણી વખત રાસાયણિક હથિયારોથી હુમલા કર્યા હતા. થોડા દિવસ પહેલા પણ યુક્રેને દાવો કર્યો હતો કે કિરિલોવ યુક્રેન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.